પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૩૯ ધ્યાન આપશે : (ક) હિંદીઓ અગર બીજા એશિયાઈઓના દેશપ્રવેશ સાથે સંકળાયેલાં સૌ મંડળોને મળતો રાજ્યાાય, મદદ, ઉત્તેજન પાછાં ખેંચી લેવાં; (ખ) ગિરમીટની મુદત પૂરી થતાં હિંદીઓને વસાહત છોડી જવા ખરેખર ફરજ પડે એવા નિયમો અને નિયમનો કાયદામાં દાખલ કરવાની આવશ્યકતા પાર્લામેન્ટ સમક્ષ ભારપૂર્વક રજૂ કરવી; (ગ) સંસ્થાનમાં લાવવામાં આવનારા હિંદીઓની સંખ્યા મર્યાદિત કરવા સલાહભરેલાં લાગે તેવાં બધાં પગલાં લેવાં; અને (ઘ) દેશપ્રવેશ બાબત ઑસ્ટ્રેલિયાએ કરેલા કાયદા નાતાલમાં લાગુ પડાવવા પ્રયત્ન કરવો. ત્યાર પછી ડરબનમાં નવેમ્બર ૨૬, ૧૮૯૬ના રોજ ‘કૉલોનિયલ પેટ્રિયાટિક યુનિયન’ (સાંસ્થાનિક દેશભક્ત સંઘ)ની સ્થાપના કરવામાં આવી. આ સંઘનો ઉદ્દેશ “દેશમાં મુક્ત એશિયાઈ- ઓનો વધુ પ્રવેશ અટકાવવાનો” છે એમ કહેવામાં આવ્યું છે. સંઘ તરફથી પ્રસિદ્ધ થયેલા નિવેદનમાં નીચેના ફકરા મળી આવે છે: સંસ્થાનમાં વધુ એશિયાઈ જાતિઓને આવતી અટકાવવાથી યુરોપિયનો, આદિ- વાસીઓ તથા હાલ સંસ્થાનમાં વસતા એશિયાઈઓનાં હિતો સચવાશે. ગિરમીટિયા મજૂરોના પ્રવેશ બાબતમાં, જો ગિરમીટની શરતો પૂરી કરવા માટે એ મજૂરોને તથા, તેમનાં સ્ત્રી બાળકોને હિંદ પાછાં મોકલી શકાય એવી જોગવાઈ હશે તો સંઘ કોઈ રીતે આડે આવશે નહીં. સંઘે સરકારને નીચેની અરજી કરી છે અને તેના પર સહીઓ મેળવવાનો પ્રયત્ન ચાલે છે : અમે નીચે સહી કરનાર નાતાલ સંસ્થાનના રહેવાસીઓ આથી સરકારને વસાહતી સંસ્થાનમાં એશિયાઈ જાતિઓનો પ્રવાહ અટકાવવા માટે પગલાં લેવા નમ્રતાપૂર્વક અરજ કરી- એ છીએ : (૧) ઑસ્ટ્રેલિયા તથા ન્યૂઝીલૅન્ડનાં વધારે જૂનાં અને સમૃદ્ધ બ્રિટિશ સંસ્થાનોને જણાયું છે કે વસાહતીઓનો આ વર્ગ ત્યાંના રહેવાસીઓનાં ઉત્તમોત્તમ હિતોને હાનિકર્તા છે, અને તેથી તેમણે એવા કાયદા પસાર કર્યા છે, જેમનો હેતુ અશિયાઈ લોકને આવતા તદ્દન અટકાવી દેવાનો છે. (૨) આ સંસ્થાનમાં ગોરી અને કાળી પ્રજાઓ વચ્ચેનું પ્રમાણ પહેલેથી એટલું વિષમ છે કે હવે તેને એથીયે વધારે વિષમ કરવું એ ખૂબ અવિચારપૂર્ણ જણાય છે. (૩) એશિયાઈ જાતિઓના અવિરત પ્રવેશથી આ સંસ્થાનના આદિવાસીઓને ભારે નિ પહોંચશે કારણ કે, જ્યાં સુધી સોંઘા એશિયાઈ મજૂરો મળતા રહેશે ત્યાં સુધી આદિવાસીઓની સુધારણા અટકશે. કેમ કે તેમની સુધારણાનો આધાર ગોરા લોક સાથેના તેમના સંપર્ક ઉપર છે. (૪) એશિયાઈ લોકનું નૈતિકતાનું હલકું ધોરણ તથા અનારોગ્યકર ટેવો યુરોપિયન વસ્તીની પ્રગતિ તથા આરોગ્યને માટે ખતરનાક છે.’ સંઘના આ કાર્યક્રમ સાથે સરકારે પોતાની સંપૂર્ણ સહાનુભૂતિ જાહેર કરી છે. ઇમિગ્રેશન લૉ એમેન્ડમેન્ટ બિલ પસાર થયું ત્યારે આપના અરજદારોએ ભય દર્શાવ્યો હતો કે એ બિલ વસાહતીઓના આગમન પર વધારે નિયંત્રણ મૂકવાનું પગલું છે. દુર્ભાગ્યે હવે એ બિલને ઇંગ્લંડ- ની સરકારની મંજૂરી મળી ગઈ છે અને આપના અરજદારોનો ભય સાચો પડયો છે. ગિરમીટની મુદત હિંદમાં પૂરી કરાવવાનો હેતુ ધરાવતું બિલ સરકાર રજૂ કરશે કે કેમ એ જુદી વાત છે. પરંતુ આપના અરજદારો નમ્રતાપૂર્વક એ હકીકત પેશ કરવા ઇચ્છે છે કે કરારની મુદત પૂરી ૧. આ પુસ્તક ૧, પા. ૧૬૪.