પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

________________

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૪૧ રાખતાં યુરોપિયનો કરતાં હિંદીઓ વધારે સારી રીતે અને વધારે સારા નિવાસમાં વસે છે. છતાં, જો હિંદીઓ ચોખ્ખાઈ તરફ યુરોપિયનો જેટલું ધ્યાન ન આપતા હોય તો તેઓ લોક આરોગ્યના નિયમો પાળવાની ફરજ પ્રત્યે બેદરકાર ન રહે તેને માટે કાયદા મોજૂદ છે. એ જે હોય તે, એટલું તો ખરું જ કે આ સભાઓ, તેમને લીધે વર્તમાનપત્રોમાં આવેલા કાગળપત્રો અને ખરાખોટાની ચિતા કર્યા વગર તેમાં કહેલી વાતોએ જનતાનો ઉશ્કેરાટ ચાલુ રાખ્યો અને તેમાં વધારો કર્યો. ૧૮મી ડિસેમ્બરે બે કમનસીબ સ્ટીમરો, ફુરસ્કેન્ડ અને નાદુરી આવી. પહેલી એક સ્થાનિક હિંદી પેઢીની માલિકીની છે અને બીજી મુંબઈની પશિયન સ્ટીમ નેવિગેશન કંપનીની માલિકીની છે, જેના એજન્ટ રશ્નેના માલિકો જ છે. એ બે સ્ટીમરોના આવ્યા પછી બનેલા બનાવોનું વર્ણન કરવામાં આપના અરજદારોનો ઇરાદો કોઈ અંગત ફરિયાદ રજૂ કરવાનો બિલકુલ નથી. આ પ્રશ્ન સાથે મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કંપનીને આ સ્ટીમરોના માલિક તથા એજન્ટ તરીકે જે અંગત સંબંધ છે તેની ચર્ચા આપના અરજદારો ટાળવાનો પ્રયત્ન કરશે; સિવાય કે સમરd હિંદી કોમના હિતની દષ્ટિએ એનો ઉલ્લેખ આવશયક જણાય. મુંબઈથી સ્ટીમરો ઊપડી. ત્યારે તેમને આરોગ્ય સંબંધી જે પ્રમાણપત્ર મળ્યાં હતાં તેમાં જણાવેલું હતું કે મુંબઈ ઇલાકાના કેટલાક જિલ્લામાં હળવા રૂપમાં પ્લેગનો ઉપદ્રવ છે; આથી એ સ્ટીમરો કવૉરેન્ટીનનો વાવટો ચડાવીને અખાતમાં દાખલ થઈ – જોકે પ્રવાસ દરમિયાન સ્ટીમરો પર પ્લેગનો કોઈ કેસ બન્યો નહોતો. (પરિશિષ્ટ ૧ અને ૨). મુંબઈના પ્રિન્સિસ ડોકથી નારી નવેમ્બરની ૨૮મીએ, અને સ્ટેન્ડ ૩૦મીએ ઊપડી હતી. પહોંચતાંવેત સ્ટીમરોને “મુંબઈથી નીકળ્યાના ૨૩ દિવસ પૂરા થતાં સુધી” આરોગ્ય અધિકારીએ કવૉરેન્ટીનમાં નાખી. તા. ૧૯ ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ પ્રગટ થયેલા અસાધારણ રસરકારી ગૅઝેટમાં આવેલી જાહેરાતથી મુંબઈને રોગગ્રરત બંદર જાહેર કરવામાં આવ્યું. તે જ દિવસે સ્ટીમરોના માલિક તેથી એજન્ટોએ આરોગ્ય અધિકારીને પત્રમાં આવેલા વૃત્તાંતને આધારે પત્ર લખીને સ્ટીમરોને કવૉરેન્ટીનમાં નાખવાનું કારણ પુછાવ્યું. (પરિ. ૩). એ પત્રનો કશો ઉત્તર આપવામાં ન આવ્યો. માલિકોના સૉલિસિટરો મેસર્સ ગુડરીક, લોટન અને કુકે એ જ માસની ૨૧મીએ આ બાબતમાં નાતાલના માનનીય સંરથાનમંત્રીને તાર કરીને પુછાવ્યું કે નામદાર ગવર્નર માલિકોના ડેપ્યુટેશનને મુલાકાત આપશે કે કેમ. (પરિ. ૪). તેનો જવાબ મેરિત્સબર્ગથી તા. ૨૨મીએ મળ્યો કે, પરિશિષ્ટ પમાં દર્શાવેલાં કારણોસર, ડેપ્યુટેશનની જરૂર નહીં રહે. પરંતુ સૉલિસિટરોએ તાર રવાના કર્યા બાદ એમને ખબર મળી કે નામદાર ડરબનમાં છે, જે પરથી તેમણે મુખ્યત્વે એ જ મતલબનો પત્ર માનનીય હેરી ઍસ્કમ્બને લખ્યો (પરિ. ૬), તેનો જવાબ આવ્યો કે આ બાબતમાં પ્રધાનોની સલાહ લેવામાં આવશે, પણ પ્રતિનિધિમંડળ ઇરછે તો નામદાર તા. ૨૩મીએ તેમને મળશે (પરિ. ૭). રન્ટેન્ડના કપ્તાને તા. ૨૨મીએ નીચે પ્રમાણે સંકેત દ્વારા પૂછયું : “દિવસ પૂરા થયા છે; અમે હવે કવૉરેન્ટીન બહાર ખરા કે ? કવૉન્ટીન અધિકારીને પૂછવા વિનંતી છે; ખબર આપો કે અમે સૌ સારા છીએ. આભાર.” (પરિ. ૧). આના જવાબમાં સંકેતથી એમ કહેવામાં આવ્યું કે હજી સુધી કવૉરેન્ટીનની મુદત નક્કી થઈ નથી. નાવર તરફથી મોકલાયેલ એવા રાંદેશાનો એવો જ ઉત્તર મળ્યો હતો. અમે આપના અરજદારો, વચ્ચે એટલું કહી દઈએ કે ટીમરના કપ્તાનો અને દરિયાકિનારાના અમલદારો વચ્ચે જે ચાલી રહ્યું હતું તેથી માલિકો તથા ૧. જીઓ પુસ્તક ૧, પા. ૧૫૫; ઉપરાંત જુઓ આ પુસ્તકનું પા. ૨૯.