પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૮
ગાંધીજીનો અક્ષરદેહ.

'

૧૪૨ ગાંધીજીનો અક્ષરદેહ એજન્ટોને તદ્દન અજાણ રાખવામાં આવ્યા હતા. તા. ૨૩મીએ નારીના સંકેત સંદેશના ઉત્તરમાં જણાવવામાં આવ્યું કે “હજી કૉરૅન્ટીન અમલદારને કશી સૂચનાઓ મળી નથી.” (પરિ. ૨). સૉલિસિટરોના પત્ર (પરિ. ૧૬) પરથી જણાય છે કે મુંબઈથી નીકળ્યા પછી ૨૩ દિવસની મુદત સુધી સ્ટીમરોને કૉરૅન્ટીનમાં રાખવી એવો હુકમ કરવાને કારણે આરોગ્ય અધિકારીને સસ્પેન્ડ અથવા બરતરફ કરવામાં આવ્યો હતો. અને તેને સ્થાને ડૉ. બર્ટવેલની નિમણૂક કરવામાં આવી હતી. તા. ૨૪મીએ ડૉ. બર્ટવેલ અને બંદર પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ટીમરો પર આવ્યા અને મુસાફરો તથા ખલાસીઓને તપાસ્યા, તેમણે જંતુનાશક દવા છાંટવા, ધૂણી કરવા, ગંદાં લૂગડાં, સઘળી ચટાઈઓ, ટોપલીઓ અને બીજી નકામી ચીજો ભઠ્ઠીમાં બાળી મૂકવા સૂચનાઓ આપી અને રÈને ૧૧ દિવસ અને નાવીને ૧૨ દિવસની કવૉરૅન્ટીનમાં નાખી. (પરિ. ૧ અને ૨). સૂચનાઓ અનુસાર ઘણાંખરાં જૂનાં લૂગડાં, ચટાઈઓ વગેરે બાળી મૂકવામાં આવ્યું, ધૂણી કરવામાં આવી તથા જંતુનાશક દવા છાંટવામાં આવી. ૨૮મી ડિસેમ્બરે એક પોલીસ અમલદાર સ્ટીમરો પર આવ્યો. તેને જંતુનાશક દવાઓ છાંટવામાં આવે તે પર દેખરેખ રાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી. ગુરō પરથી તા. ૨૯મીએ નીચે પ્રમાણે સંકેતસંદેશ મોકલવામાં આવ્યો : “શુદ્ધિ કરવાનું તથા ધૂણી દેવાનું પતાવ્યું છે, તેથી સ્ટીમર પરના અધિકારીને સંતોષ થયો છે.” એવો જ બીજો સંદેશો તે જ દિવસે નાવ પરથી મોકલવામાં આવ્યો: “અમે તૈયાર છીએ. કવૉરૅન્ટીન . અમલદારની રાહ જોઈએ છીએ.” આથી ડૉ. બર્ટવેલે જઈને સ્ટીમરો તપાસી, ને એમની સૂચનાઓના અમલ બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો; પરંતુ બંને સ્ટીમરોને તે દિવસથી બીજા ૧૨ દિવસની મુદત માટે કવૉરેન્ટીનમાં નાખવામાં આવી. એટલે કુરલૅન્ડના કપ્તાને તરત સંકેત- સંદેશો મોકલ્યો કે: સરકારના હુકમ અનુસાર સર્વે મુસાફરોનાં કપડાં, પથારી બાળી મૂકવામાં આવ્યાં છે. તેથી તરત નવાં કપડાં મોકલવા સરકારને વિનંતી છે, કેમ કે તે વિના મુસાફરોના જાન જોખમમાં છે. કૉરૅન્ટીન કયાં સુધી પહોંચશે તે સંબંધે લેખી સૂચના મળે એમ ઇચ્છું છું, કેમ કે મોઢે આપેલો સમય કૉરેન્ટીન અમલદારની દરેક મુલાકાત વખતે બદલાઈ જાય છે. આ ગાળા દરમ્યાન માંદગીનો કોઈ કેસ બન્યો નથી. સરકારને ખબર આપો કે મુંબઈથી નીકળ્યા ત્યારથી દરરોજ અમારું વહાણ જંતુનાશક દવા છાંટી કરીને શુદ્ધ કરાતું આવ્યું છે. નાવરી પરથી તા. ૩૦ના રોજ નીચેનો સંકેત-સંદેશો મોકલવામાં આવ્યો; સરકારે નાશ કરેલા કામળાને બદલે ૨૫૦ કામળા પહોંચાડવા સરકારને કહો. કામળા વિના મુસાફરો ખૂબ હેરાન થાય છે. નહીં તો, એમને એકદમ સ્ટીમરમાંથી ઉતારો. ઠંડી તથા ભેજથી મુસાફરો દુ:ખી થાય છે; પરિણામે માંદગીનો ભય છે. આ સંદેશાઓની સરકારે તદ્ન અવગણના કરી. સદ્ભાગ્યે ડરબનના હિંદી રહીશોએ કૉરૅન્ટીન રાહત ફંડ શરૂ કર્યું; ને તે દ્વારા બંને સ્ટીમર પર બધા મુસાફરોને કામળા પૂરા પાડયા, તથા ગરીબ મુસાફરોને મફત સીધું પહોંચાડયું. આમાં તેમને ઓછામાં ઓછું ૧૨૫ પાઉંડ ખર્ચ થયું. જ્યારે સ્ટીમરો ઉપર આમ ચાલતું હતું ત્યારે તેના માલિકો તથા એજન્ટો કવૉરૅન્ટીન સામે તથા તેનો અમલ કરવાની અનિશ્ચિત અને તેથી કંઈક તરંગી, રીતિઓ સામે વિરોધ નોંધાવવામાં રોકાયા હતા. નામદાર ગવર્નરને તેમણે અરજી મોકલીને વિનંતી કરી કે અરજીમાં