પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

________________

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૪૩ દર્શાવેલાં કરણોસર બંદરના આરોગ્ય અધિકારીને “ઉક્ત સ્ટીમરોને મુસાફરોને ઉતારવાની પરવાનગી આપવા સૂચના આપશો.” (પરિ. ૮). અરજી સાથે ડૉકટરોનાં પ્રમાણપત્રો જોડવામાં આવ્યાં હતાં. તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાખવા ધારેલી અને પછી નાખવામાં આવેલી કવૉરેન્ટીન, અમારા અભિપ્રાય અનુસાર, અનાવશ્યક છે. (પરિ. ૮ સાથેનું બિડાણ). અરજીના જવાબ માટે માલિકોના સૉલિસિટરોએ તાર કર્યો હતો (પરિ. ૯), પણ કાંઈ જવાબ મળ્યો નહીં. ૨૪મી ડિસેમ્બરના રોજ માલિકોના સૉલિસિટરોએ કાર્યપાલક આરોગ્ય અધિકારીને પત્ર લખી તેમાં આપેલાં કારણોસર ઉક્ત સ્ટીમરોને બારામાં દાખલ થવાની પરવાનગી આપવા વિનંતી કરી. (પરિ. ૧૦). એ અમલદારે તે જ દિવસે જવાબમાં લખ્યું : આરોગ્ય અધિકારી તરીકે સૌ હિતો પ્રત્યે ઘટતું ધ્યાન રાખીને મારી ફરજ અદા કરવાનો પ્રયત્ન કરું છું. જેટલા મુસાફરોને ઉતારવા નહીં હોય તેમને સ્ટીમરને ખર્ચે બ્લફ પૉઇન્ટ' પર કવૉરેન્ટીનમાં ઉતારવાની સત્તા આપવા હું ઇચ્છું છું અને જ્યારે એ બાબત વ્યવસ્થા થશે ત્યારે મારી સૂચનાઓનો અમલ થયેથી મુસાફરોને ઉતારવાની પરવાનગી આપી શકાશે. (પરિ. ૧૧). આપના અરજદારો માનપૂર્વક આપનું ધ્યાન એ હકીકત પર દોરવા માગે છે કે એ પત્રમાં પણ આરોગ્ય અધિકારી પોતાની સૂચનાઓ જણાવતા નથી. ૨૫મી તારીખે માલિકોના સૉલિસિટરોએ કાર્યપાલક આરોગ્ય અધિકારીને પત્ર લખીને પોતાના તા. ૨૪ના પત્રમાં પૂછેલા સવાલનો જવાબ આપવા દબાણપૂર્વક વિનંતી કરી (પરિ. ૧૨). તે જ દિવસે આરોગ્ય અધિકારીએ ઉત્તર આપ્યો કે મેં આપેલી શરતો પૂરી કર્યા સિવાય અન્યથા સ્ટીમરોને બંદરમાં આવવા પરવાનગી આપવાનું હું સહીસલામત ગણતો નથી. (પરિ. ૧૩). તે જ દિવસે માલિકના સૉલિસિટરોએ આરોગ્ય અધિકારીને તેમના પત્રમાં પોતાના પ્રશ્નનો જવાબ ન હોવા વિશે આશ્ચર્ય વ્યક્ત કરતો તથા જવાબ માટે દબાણ કરતો પત્ર લખીને કઈ ચોક્કસ શરતોએ તે ઊતરવાની પરવાનગી આપશે તે પુછાવ્યું. (પરિ. ૧૪). તા. ૨૬મીએ આરોગ્ય અધિકારીએ નીચે પ્રમાણે જવાબ આપ્યો : - જો કવૉરેન્ટીનનાં રહેઠાણમાં મુસાફરોને ઉતારવા ન હોય તો, પરવાનગી આપી શકાય તે પહેલાં દરેક કપ્તાનને મેં આપેલી સૂચનાઓ અનુસાર સ્ટીમરને ધૂણી આપવામાં આવે, કપડાં વગેરે ધોઈને તથા જંતુનાશક દવા છાંટીને સાવચેતીનાં પગલાં લેવામાં આવે, અને પરચૂરણ જૂનાં ચીંથરાં, ચટાઈઓ, કોથળા વગેરે બાળી દેવામાં આવે તે પછી ૧૨ દિવસ પસાર થવા જોઈએ. જો કવૉરેન્ટીનનો ખર્ચ વેઠવા માલિકો કબૂલ થાય તો મુસાફરોના ઉતરાણ પહેલાં ઉપર કહ્યા મુજબ ધૂણી કરવી જોઈએ તથા સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ; અને ઉતરાણ પછી સ્ટીમરોને જવાની સરળતા થશે; પરંતુ યોગ્ય નિયંત્રણો સિવાય અન્યથા કિનારા સાથે કશો સંપર્ક ન થવો જોઈએ. જો રસ્ટીમરી અહીંથી ચાલી જાય એમ ઇચ્છતા હો તો સારામાં સાદો રસ્તો એ છે કે ધૂણી વગેરે થયા બાદ બાર દિવસ, અગર જરૂરિયાત ઊભી થાય તો વધારે સમય સુધી, મુસાફરોને બ્લફ ટેકરી પર કવૉરેન્ટીનમાં રાખવાનું ખર્ચ માલિકો ઉપાડે એવી ગોઠવણ થવી જોઈએ. (પરિ. ૧૫). ૧. બ્લફ ઑઇન્ટ એ ડરબન બંદરનું ઝાડીથી છવાયેલું ડુંગરાળ ‘પૅઇન્ટ’ (ધક્કો) છે. ત્યાં ઊંચાણ પરથી અંદરના અખાતનું દૃશ્ય જોઈ શકાય છે, ને ત્યાં મુસાફરોને કવરેન્ટીનમાં રાખવા માટે રહેઠાણની વ્યવસ્થા છે. જુઓ પા. ર૦૧,