પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૪
ગાંધીજીનો અક્ષરદેહ.

________________

૧૪૪ ગાંધીજીનો અક્ષરદેહ માલિકોના સૉલિસિટરોએ તે જ દિવસે ઉત્તર લખીને આરોગ્ય અધિકારીનું ધ્યાન ડૉકટર પ્રિન્સ અને ડૉકટર હૅરિસનના ઉપર કહેલાં પ્રમાણપત્રો તરફ દોર્યું અને એ અમલદારે લાદેલી શરતોનો વિરોધ કર્યો. એમણે એમ પણ જણાવ્યું કે રસ્ટીમરોને આવી પહોંચ્યાને આઠથી વધારે દિવસ થયા છે છતાં તમારી દરખાસ્ત મુજબ સ્ટીમરોને રોગજંતુમુક્ત કરવા કોઈ પગલાં લેવાયાં નથી. મુસાફરોને કિનારા પર કવૉરેન્ટીનમાં નાખવા રાંબંધી કોઈ પણ કામકાજમાં ભાગ લેવા અમારા અસીલો ના પાડે છે કેમ કે ઊતરવાની પરવાનગી કાઢી આપવાની ના પાડવાનું કામ તેઓ કાયદેસર ગણતા નથી. તે ઉપરાંત પત્રમાં એમણે એ હકીકતો પણ નોંધી કે “તમારા પુરોગામીએ અભિપ્રાય આપ્યો હતો કે પરવાનગી કાઢી આપવાનું કશું જોખમ નથી અને જો મને છૂટ મળે તો હું તે કાઢી આપું. પરંતુ એથી તેને નોકરી પરથી ઉતારી મૂકવામાં આવ્યો હતો.” તેમ જ “આ સવાલ બાબત મિ. ઍરકખે પહેલાં ખાનગી રીતે ડૉ. મેકેન્ઝી અને ડૉ. દુમાને મુલાકાત આપી હતી અને પછી મિ. ઍસ્કમ્બની જ સુચના મુજબ તેમને પરવાનગી ન કાઢી આપવા બાબત અભિપ્રાય આપવા બોલાવવામાં આવ્યા હતા.” (પરિ. ૧૬).. ( આ પ્રમાણે કવૉરેન્ટીન બાબત સરકાર અને માલિકોના સૉલિસિટર વચ્ચે જ્યારે પત્રવ્યવહાર ચાલતો હતો તથા જ્યારે બે સ્ટીમર પરના મુસાફરો ગંભીર અગવડ અને મુસીબત ભોગવી રહ્યા હતા, ત્યારે કવૉરેંન્ટીનવાળા મુસાફરોનું ઉતરાણ અટકાવવાના ઇરાદાથી ડરબનમાં ચળવળ ઊભી કરવાનું ચાલતું હતું. તા. ૩૦ ડિસેમ્બરના રોજ નાતા૪ gવક્ષરમાં નામદાર સમ્રાજ્ઞીનો આપેલો લશ્કરી હોદ્દો ધરાવનાર તથા “પ્રાસ્તવિક સભાના અધ્યક્ષ હૅરી સ્પાક”ની સહીથી પહેલી વાર નીચેની જાહેરાત આવી : ડરબનના દરેક પુરુયે, ધક્કા પર જઈને એશિયાઈ લોકની ઉતરાણનો વિરોધ કરવા દેખાવ ગોઠવવા માટે સોમવાર, ચોથી જાન્યુઆરીના રોજ આઠ વાગ્યે વિકટોરિયા કાફેના મોટા ખંડમાં મળનાર સભામાં હાજરી આપવી. છેવટે આ સભા ડરબનના ટાઉનહૉલમાં મળી. ત્યાં ઉશ્કેરણીજનક ભાષણો થયાં, અને આ ગરમાગરમ કામકાજમાં કૅપ્ટન પાકર્સ ઉપરાંત બીજા લશ્કરી હોદ્દેદારોએ પણ ભાગ લીધો. સભામાં ૨,૦૦૦ માણસોની હાજરી હતી અને તેમાં મુખ્યત્વે કારીગરો હતા એમ કહેવાય છે. સભામાં નીચે પ્રમાણે ઠરાવ થયા હતા : આ સભાનો દૃઢ અભિપ્રાય છે કે આ સંસ્થાનમાં વધુ મુક્ત હિંદીઓ અથવા એશિયાઈઓને પ્રવેશતા અટકાવવાનો સમય આવી પહોંચ્યો છે, તેથી તે સરકારને વિનંતી કરે છે કે હાલ નારી અને ૨ઢે સ્ટીમરો પર જે એશિયાઈ ઉતારુઓ હોય તેમને સંસ્થાનને ખર્ચે હિંદ પાછા મોકલવાનાં પગલાં લેવાં તથા ડરબનમાં બીજા કોઈ મુક્ત હિંદી કે એશિયાઈઓને ઊતરતાં અટકાવવા. આ સભામાંનો દરેક માણસ આ ઠરાવ સાથે સંમત છે. તેનો અમલ કરવામાં સરકારને મદદ કરવાના હેતુથી દેશ તેની પાસે જે કાંઈ માગે તે બધું કરવા બંધાય છે અને તે હેતુસર આવશ્યક જણાશે તો, જે કોઈ સમયે કહેવામાં આવશે તે સમયે ધક્કા પર હાજર થશે. બીજો ઠરાવ મૂકનાર ડૉ. મેકેન્ઝી, જે કવૉરેન્ટીનની મુદત નક્કી કરવા મિ. એસ્કમ્બે બોલાવેલાઓ પૈકી એક હતા, તેના ભાષણમાંથી કેટલાક ઉતારા નીચે આપ્યા છે: