પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૪૫ શ્રી ગાંધી, (ઘણી વાર સુધી ધિક્કારવાચક સિસકારા અને બુમાટા) એ ગૃહસ્થ નાતાલમાં આવીને ડરબન નગરમાં વસ્યો. અહીં તેને ખુલ્લી રીતે અને સંકોચ વિના આવ- કારવામાં આવ્યો. આ સંસ્થાનમાં જે અધિકાર અને લાભ મળી શકે એવા હતા તે બધા તેને મળ્યા. તમારા પર કે મારા પર છે તેથી વધારે કોઈ અંકુશ કે નિયંત્રણ તેના પર મૂકવામાં આવ્યું નહોતું. આપણા અતિથિ તરીકેના બધા અધિકાર અને મળ્યા. બદલામાં, શ્રી ગાંધીએ નાતાલના સાંસ્થાનિકો પર આરોપ મૂકો કે એમણે તો હિંદીઓ સાથે અન્યાયી વર્તાવ કર્યો છે, એમને લૂંટયા છે ને ધૂતી લીધા છે. (એક અવાજ: ‘કુલી કોઈથી ધૂતી લેવાય નહીં.’). ડૉ. મૅકેન્ઝીએ જણાવ્યું કે હું એ બાબતમાં પૂરેપૂરો સંમત છું. ગાંધી હિંદ પાછા ગયા ને આપણને ગંદી ગટરોમાં ઘસડયા અને આપણને તેની ચામડી જેવા કાળા ને મેલા ચીતર્યા. (તાળીઓ), અને આને તેઓ નાતાલે જે અધિકારો ભોગવવા દીધા તેનો હિંદની ભાષામાં, માનવંત અને માણસને છાજે એવો બદલો કહેતા હશે. . . . આ દેશના રાજકર્તાએ આ ચાલાક નાજુક પ્રાણીઓને જે એક ચીજ નથી આપી અને જે હવે એમને જોઈએ છે તે છે મતાધિકાર. એમનો ઇરાદો હવે પોતે પાર્લમેન્ટમાં જઈને યુરોપિયનો માટે કાયદા ઘડવાનો, ઘરનો વહીવટ પોતે સંભાળવાનો ને યુરોપિયનોને રસોડામાં મૂકવાનો છે. . . . આપણા દેશે નક્કી કર્યું છે કે હવે અહીં એશિયાઈ ને હિંદીઓ ઘણા છે, ને એ લોક સીધા ચાલશે તો આપણે તેમની સાથે ન્યાયસર અને સારી રીતે વર્તીશું; પણ તેઓ જો ગાંધી જેવા લોક સાથે મળી જવાના હોય તે આપણા આતિથ્યનો દુરુપયોગ કરવાના હોય અને એણે કર્યું તેમ કરવાના હોય, તો ગાંધી સાથે જે વર્તન થવાનું છે તેવું જ તેમની સાથે પણ કરવામાં આવશે. (તાળીઓ). એ લોકને માટે એ વાત ભલે ગમે તેટલી ભારે કમનસીબ હોય, પણ કાળા ને ગોરાનો ભેદ મારાથી ભુલાતો નથી. --fધ નાતાજી હવાફ્સર, જાન્યુઆરી ૫. આને વિષે ટીકા-ટિપ્પણની જરૂર નથી. ઉપર જે કહેવામાં આવ્યું છે તે પરથી જોઈ શકાશે કે શ્રી ગાંધી વિષે જે કહેવાયું છે તેને વાજબી ઠરાવે એવું કશું પણ તેમણે કર્યું ન હતું. હિંદીઓને ધારા ઘડવાની સત્તા જોઈએ છે ને યુરોપિયનોને તે રસોડું દેખાડવા માગે છે, એ બહાદુર ડૉકટરના ફળદ્રુપ ભેજાની પેદાશ છે. આ અને આવા બીજા ઉદ્ગારની લોકમાનસ પર જે પકડ આવી તે ન આવી હોત તો એમનો અહીં ઉલ્લેખ ન કર્યો હોત. ઉપરના ઠરાવોનો મૂળ પાઠ તારથી કૅપ્ટન સ્પાર્સે સરકારને મોકલ્યો. તેનો સરકારે તારથી નીચે મુજબ જવાબ આપ્યો: જવાબમાં મારે જણાવવાનું કે નામદાર સમ્રાજ્ઞીની રૈયતના કોઈ વર્ગને સંસ્થાનમાં ઊતરતા અટકાવવા માટે અત્યારે સરકાર પાસે, કૉરૅન્ટીનના કાયદાથી મળતી હોય તે સત્તાથી ભિન્ન એવી કોઈ સત્તા નથી. પરંતુ મારે એટલું જણાવવાનું છે કે આ પ્રશ્ન પર વધારેમાં વધારે ધ્યાન અપાયું છે, અપાય છે અને અપાશે. કેમ કે સરકાર સંપૂર્ણપણે માને છે કે આ પ્રશ્ન ઘણો જ મહત્ત્વનો છે. એશિયાઈ લોકને સંસ્થાનમાં ફેલાઈ જતા અટકાવવાની ઇષ્ટતા બાબત આ સંસ્થાનમાં જે જાહેર એકમતી છે તેની સાથે સરકાર પૂરેપૂરી સહાનુભૂતિ ધરાવે છે. ભવિષ્યમાં કાયદા ઘડવાના ઇરાદાથી સરકાર આ પ્રશ્ન કાળજીપૂર્વક ચર્ચે છે અને વિચારે છે; પરંતુ અહીં એટલું જણાવી દઉં કે બીજા ઠરાવમાં બતાવેલા પ્રકારનાં કોઈ પગલાંથી કે દેખાવોથી સરકારના કામમાં મદદ થવાને બદલે રુકાવટ જ થશે. ગાં.૨૦૧૦