પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

________________

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૪૭ અને સુયોગ્ય વર્તાવ રાખ્યો હતો. એમણે કહ્યું કે સરકાર તમારી સાથે છે, ને તમને મદદ કરવા તથા શકય તે દરેક રીતે કામ જલદી પાર ઉતારવા ઇચ્છે છે. પરંતુ, એમણે કહ્યું, સરકારના હાથ બંધાઈ જાય એવું કંઈ ન કરવાનું તમારે ધ્યાન રાખવું જોઈએ. . . . અમારી દલીલ દરમિયાન અમે જવાબ આપ્યો કે જો તમે કાંઈ જ નહીં કરો તો અમારે જાતે કંઈક કરવું પડશે અને શું થઈ શકે એમ છે તે જોવા ધક્કા પર જવું પડશે.” (તાળીઓ). ઉપરાંત અમે એમ પણ કહ્યું કે અમારો સામનો કરવા તમારે લશ્કર લાવવું પડશે. મિ. એસ્કમ્બે જવાબ આપ્યો કે અમે એવું કંઈ કરીશું નહીં (તાળીઓ); સરકાર તમારી સાથે છે, પણ તેમણે આગળ ચાલતાં કહ્યું કે જો તમે સરકારને એવી સ્થિતિમાં | મુકશો કે જેથી ગવર્નર પાસે જઈ અમને સરકારની લગામ રસુભાળી લેવા કહેવું પડ તો. તમારે કોઈ બીજો માણસ શોધવો પડશે. (ગરબડથી વિદન). (આપના અરજદારો અત્રે એટલું જણાવે છે કે ઉપરના કથન વિષે આજ લગી વાંધો લેવામાં આવ્યો નથી, અને આવા કથનથી ચળવળને કેટલો બધો વેગ મળે એ સહેલાઈથી કલ્પી શકાય તેવું છે.) . . . કોઈકે કહ્યું, ‘કવૉટીન લંબાવો', બરાબર તે જ વસ્તુ પાર્લમેન્ટ કરવા માગે છે. (તાળીઓ, તથા ‘સ્ટીમર ડુબાડી દો’ના પોકારો). ગઈ રાત્રે મેં નૌકાદળના એક સ્વયંસેવકને કહેતાં સાંભળ્યો હતો કે જે કોઈ સ્ટીમરને ગોળી મારે તેને હું એક મહિનાનો પગાર આપી દઉં. આ સભાનો હેતુ બર લાવવા અત્રે હાજર દરેક જણ એક માસનો પગાર આપી દેવા તૈયાર છે કે કેમ? (તાળીઓ. ‘હા’, ‘હા’ના અવાજો). ત્યારે સરકારને ખબર પડશે કે આપણી પાછળ કેવું બળ છે. આપણી સભાનો એક ઉદ્દેશ સરકારને જણાવવાનો છે કે, અમારી ઇચ્છા કવૉરેન્ટીન લંબાવવા માટે પાર્લમેન્ટની ખાસ સભા બોલાવવાની છે. (તાળીઓ). તમારે યાદ રાખવું જોઈએ કે ઉતાવળે કરેલા કાયદાનો હેતુ ભાગ્યે જ પાર પડે છે; પરંતુ એવો કાયદો બનાવી શકાય, જેથી આપણને સમય મળે અને આપણે યોગ્ય કાયદા માટે લડી રહ્યા છીએ તે દરમ્યાન આપણને રક્ષણ આપે. અમે મિ. ઍસ્કમ્બને સૂચના કરી, અને તેઓ અમારી સાથે સંમત થયા કે, અનિશ્ચિત મુદત સુધી કવૉરેન્ટીન લંબાવવાની સત્તા કવૉરેન્ટીનના કાયદાઓથી મળતી નથી તેથી એક, બે અગર જરૂર હોય તો ત્રણ દિવસ માટે પાર્લમેન્ટ બોલાવીને એવો કાયદો કરો જેથી મુંબઈ રોગગ્રસ્ત પ્રદેશ છે એમ જાહેર કરવાની સત્તા મળે. મુંબઈ એવું છે એમ અમે જાહેર કરીએ છીએ, અને એ જાહેરનામું પાછું ન ખેંચાય ત્યાં સુધી મુંબઈથી આ સંસ્થાનમાં કોઈ હિંદી દાખલ થઈ શકશે નહીં.૧ (ખૂબ જોરથી તાળીઓ). આજ સવારે ડેપ્યુટેશનને મિ. ઍસ્કમ્બ સાથે જે મુલાકાત થઈ તે પરથી ડેપ્યુટેશન એવું અનુમાન કહી શકે કે આપણે આપણું કામ સારી રીતે કરીએ અને સરકારને વિદન નડે એવાં કશું ન કરીએ તો પાર્લમેન્ટની બેઠક બને તેટલી વહેલી મળશે, અને હંમેશ માટેનો કાયદો ઘડવા સારુ પૂરતો વખત મળે તે દરમિયાન તે વધુ કુલીઓને કિનારે ઊતરતા અટકાવશે. (તાળીઓ). ૧. ખરેખર થોડા વખત પછી નાતાલ ધારાસભાએ એક બિલ પસાર કર્યું હતું. જુઓ પા. ૨૨૨ અને પા. ૨૫૯-૬૦.