પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૪૮ ગાંધીજીનો અક્ષરદેહ ડૉ. મૅકેન્ઝી: (વહેલી પાર્લમેન્ટ બોલાવવાના) મુદ્દા પર ડરબનના પુરુષો એકમત છે. હું ‘ડરબન- ના પુરુષો' સમજીને કહું છું કેમ કે અહીં આમતેમ કેટલીક ઘરડી સ્ત્રીઓ પણ ફેરા મારે છે. (હસાહસ અને તાળીઓ) અને વર્તમાનપત્રોની આડમાં કલમ પકડીને બેઠેલા લોકો કેવા છે એ તો આપણે છાપાંના કેટલાક અગ્રલેખોના ધ્વનિ અને તેમાં આપેલી સાવચેતી તથા સુફિયાણી સલાહ પરથી જ જાણી શકીએ છીએ. આવું ભારપૂર્વક કહેનાર માણસ માને છે કે સાચું શું છે તેની નગરજનોને કે તેમના પ્રતિનિધિઓને ખબર નથી. બહાર નાંગરેલી આ સ્ટીમરોના મુસાફરોમાંથી એક સિવાય કોઈને એવી શંકાનું કારણ નથી કે સંસ્થાનમાં મુસાફરો તરીકે તેમનું ખુશીથી સ્વાગત કરવામાં નહીં આવે. એ બાબતમાં એક માણસને કંઈક શંકા રહે એવું બુદ્ધિપૂર્વક માની શકાય. એ સજ્જન (ગાંધી) બેમાંથી એક સ્ટીમર પર છે, ને મેં હમણાં કહ્યું તેમાં હું એનો ઉલ્લેખ કરતો ન હતો. આપણને બંદર બંધ કરવાનો હક છે, ને એ બંધ કરવાનો આપણો ઇરાદો છે. (તાળીઓ). લોકો સાથે, ને એ સ્ટીમરો પરના માણસો સાથે, તથા તેટલે અંશે, પેલા એકલવાયા માણસ સાથે આપણે સારી રીતે વર્તીશું. પણ મને આશા છે કે વર્તનની રીતમાં દેખાઈ આવે એવો ફરક હશે. આપણે જ્યારે ધક્કા પર પહોંચીશું ત્યારે સૌ પોતપોતાના નેતાની હકૂમત તળે રહેજો અને તે જો તમને કંઈ કરવાનું કહે તો તે મુજબ કરો. (હસાહસ). દેખાવો યોજનારી સમિતિએ ડરબનના કામદારોમાં નીચેના મથાળાવાળો એક પત્ર ફેરવ્યો હતો : ધક્કા ઉપર જઈને એશિયાઈ લોકના ઉતરાણનો, જો આવશ્યક હોય તો, બળજબરી- થી સામનો કરવા તથા નેતાઓ જે કોઈ હુકમો આપે તેનું પાલન કરવા ઇચ્છતા હોય તેવા સભ્યોની (ધંધારોજગાર સાથે) યાદી, તા. ૭ની સભામાં છેલ્લે કૅપ્ટન સ્પાર્સે કરેલા ભાષણમાંથી નીચે આપેલા ઉતારા દેખાવોમાં જોડાવા માટે માણસને નોંધવા સમિતિએ કેવી રીતો અખત્યાર કરી હતી, તેનો ખ્યાલ આપશે : અમે નગરના વેપારીઓને પોતાની દુકાનો કે દફતરો બંધ રાખવા આગ્રહ કરવા ઇચ્છીએ છીએ જેથી જેમની ઇચ્છા હોય તે દેખાવોમાં જોડાઈ શકે. (તાળીઓ) એથી આપણા પક્ષે કોણ કોણ છે તે જણાઈ આવશે. કેટલાય વેપારીઓએ તો કચારનું વચન આપી દીધું છે કે અમે અમારાથી બનતું બધું કરીશું. બીજાઓને આપણે ઉઘાડા પાડી દઈશું. (“એમનો બહિષ્કાર કરો”ના પોકારો). આ તબક્કે હવે એ જોવું યોગ્ય થશે કે મુસાફરોને શાંતિથી ઉતારી શકાય તે અર્થે સ્ટીમર- ના માલિકો અને સરકાર વચ્ચે શું ચાલી રહ્યું હતું. આપના અરજદારો અહીં એટલું કહેવા ઇચ્છે છે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયા દરમ્યાન ડરબન નગર પૂરી ઉશ્કેરાટની સ્થિતિમાં હતું. હિંદી રહીશો માટે એ સમય ભય તથા ચિંતાનો હતો, અને ગમે તે પળે બે કોમ વચ્ચે અથડામણ થઈ બેસે એવી બીક રહેતી હતી. જાન્યુઆરી ૮, ૧૮૯૭ના રોજ સ્ટીમરોના માલિકો તથા એજન્ટોએ સરકારને અરજ કરીને હિંદી લોકના ઉતરાણ સામે ડરબનમાં જે લોકલાગણી પ્રવર્તતી હતી તે તરફ ધ્યાન દોર્યું, અને “ગેરકાયદે વર્તન કરનારાઓ સામે—પછી તે ગમે તે હોય – મુસાફરોના તથા મિલકતના રક્ષણની સરકાર પાસે” માગણી કરી અને સરકારને ખાતરી આપી કે મુસાફરોને ૧. જીએ યા. ૧૫૨.