પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૪૯ શાંતિથી અને લોકની જાણમાં ન આવે એ રીતે ઉતારવા જરૂરી પગલાં લેવામાં સરકારને સહકાર આપીશું જેથી જનતાનો હાલનો ઉશ્કેરાટ વધી જાય એવું કોઈ પગલું સરકારને ન લેવું પડે.” (પરિ. ૧૭). જાન્યુઆરી ના રોજ પત્ર લખીને, સરકારના ધ્યાન પર ફરીથી આણવામાં આવ્યું કે મુસાફરોના ઉતરાણનો બળજબરીથી વિરોધ કરવા માટે, અગાઉ જેનો ઉલ્લેખ અહીં કર્યો છે તે પત્ર લોકોમાં ફેરવાય છે તથા રેલવે કર્મચારીઓ સરકારી નોકરીમાં હોવા છતાં દેખાવોમાં ભાગ લેનાર છે. આ ઉપરાંત તેમણે “દેખાવામાં કોઈ જાતનો ભાગ લેવાની સરકારી નોકરોને મનાઈ કરવામાં આવે” એવી ખાતરી આપવા સરકારને અરજ કરી. (પરિ. ૧૮). જાન્યુઆરી ૧૧ને રોજ મુખ્ય ઉપમંત્રીએ એના જવાબમાં નીચે મુજબ લખ્યું: શાંતિથી તથા લોકોની જાણ બહાર મુસાફરોને ઉતારવા બાબતની તમારી દરખાસ્તનો અમલ કરવાનું શકય નથી. સરકારને માહિતી છે કે ખાસ સૂચનાઓ મળ્યા સિવાય સ્ટીમરને બંદરમાં ન લાવવા તમે બંદરના કપ્તાનને વિનંતી કરી છે. તમારું આ પગલું, તથા જેનો જવાબ અપાય છે તે આ પત્રો બતાવે છે કે હિંદીઓના ઉતરાણ સામે સમગ્ર સંસ્થાનમાં તીવ્ર લાગણી પ્રવર્તે છે તેથી તમે પરિચિત છો અને તેમને આ લાગણીના અસ્તિત્વની તેમ જ તીવ્રતાની ખબર નક્કી આપવી જોઈએ. (પરિ. ૧૯). એ પત્રમાં સરકારે છેલ્લે જે શબ્દો લખ્યા છે તે સંબંધે આપના અરજદારો દિલગીરી દર્શાવ્યા વિના રહી શકતા નથી. સરકાર પાસે રક્ષણની માગણી કરવામાં આવી હતી પરંતુ તેણે તે આપવાને બદલે માલિકોને ચોખ્ખા શબ્દોમાં મુસાફરોને પાછા ફરવા સમજાવવાની સલાહ આપી. આપના અરજદારોના નમ્ર અભિપ્રાય અનુસાર, બીજી કોઈ વસ્તુ કરતાં વધારે આ પત્રથી જણાઈ આવે છે કે સરકારે આડકતરી રીતે ચળવળને ટેકો આપ્યો છે અને નબળાઈ બતાવી છે, કેમ કે, જો સરકારે પોતાનો અભિપ્રાય દૃઢતાપૂર્વક દર્શાવ્યો હોત તો તેથી ચળવળ ગૂંગળાઈ ગઈ હોત અને હિંદી કોમના માનસમાં સરકારના ન્યાયપૂર્ણ ઇરાદા બાબતમાં તથા નામદાર સમ્રાજ્ઞીની હિંદી રૈયતના અનિયંત્રિત પ્રવેશ બાબતમાં જે સરકારી નીતિ છે તે સંબંધી વિશ્વાસ પેદા થયો હોત. જાન્યુઆરી દસમીના રોજ, માનનીય મિ. હૅરી ઍકમ્બ ડરબનમાં હતા એટલે, માલિકોના સૉલિસિટર મેસર્સ ગુડરીક, લૉટન તથા કૂકની કંપનીના ભાગીદાર મિ. લૉટને તેમની મુલાકાત લેવાની તક લીધી, ને તેમની મુલાકાતનો સાર આપતો પત્ર તે માન- નીય સજ્જનને લખ્યો. (પરિ. ૨૦). તે પત્ર પરથી જણાશે કે મિ. ઍસ્કમ્બે જે શબ્દો કહ્યાનું મિ. વાઇલીએ જણાવ્યું હતું, ને જેનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે તેનો મિ. ઍસ્કમ્બે ઇનકાર કર્યો હતો. પત્ર પરથી એ પણ જણાશે કે સરકારે નીચેનાં વિધાનો સ્વીકાર્યાં હતાં : કૉરૅન્ટીનની જરૂરિયાતોનો અમલ થતાં કુરલૅન્ડ અને નાવરી સ્ટીમરોને ‘પ્રટિક’ કાઢી આપવી જોઈએ; ‘ધૅટિક’ કાઢી આપ્યા પછી સ્ટીમરોને ધક્કા પર આવીને અથવા નાનાં હોડકાં દ્વારા, મુસાફરોને તથા માલસામાનને ઉતારવાનો હક છે; મુસાફરોનું તથા માલસામાનનું તોફાનીઓથી રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે. એ પત્રો તા. ૧૧ જાન્યુઆરીનો ઉત્તર (પરિ. ૨૧) જણાવે છે કે પત્રમાં જે મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને ખાનગી રાખવાની સમજૂતી થઈ હતી, અને માનનીય મિ. એસ્કમ્બ તથા મિ. લાંટને તે પ્રસંગે જે જે કહ્યું હતું તેની મિ. લૉટનની નોંધ સાચી તરીકે સ્વીકારી શકાય નહીં. મેસર્સ ગુડરીક, લૉટન અને કૂકે તા. ૧૨મી જાન્યુઆરીએ એ પત્રના જવાબમાં મિ. લૉટન મુલાકાતને કેમ ખાનગી નહોતા ગણતા તે સમજાવ્યું, અને મુલાકાતની નોંધ લેવામાં પોતાની