પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૫૦ ગાંધીજીનો અક્ષરદેહ (મિ. લૉટનની) જે જે ભૂલો થઈ હોય તે સુધારવા વિનંતી કરી જેથી કંઈ ગેરસમજૂતી ન રહે. (પરિ. ૨૨). તે પત્રનો જવાબ, આપના અરજદારો જાણે છે ત્યાં સુધી આપવામાં આવ્યો નહોતો. સ્ટીમરના માલિકોએ તે જ દિવસે મુખ્ય ઉપમંત્રીના તા. ૧૧ જાન્યુઆરીના પત્રનો ઉત્તર મિ. ઍસ્કમ્બને લખ્યો, ( પરિ. ૧૯), ને સરકારના ધ્યાન પર આણવામાં આવેલા વિવિધ મુદ્દાઓનો એ પત્રમાં બિલકુલ ઉલ્લેખ નથી, એ બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું. માલિકોના પત્રમાં નીચેનો ફકરો હતો : ૨૪ દિવસથી સ્ટીમરો બહારની બાજુએ નાંગરેલી છે તેનું ખર્ચ અમને રોજના ૧૫૦ પાઉંડ આવે છે. આવી સ્થિતિ હોવાથી, અમને વિશ્વાસ છે કે અમને આવતી કાલે મધ્યાહ્ન સુધીમાં પૂરેપૂરો જવાબ આપવાનું ઔચિત્ય આપ સમજશો. આપને ખબર આપવાનું અમે ઉચિત માનીએ છીએ કે, ગયા રવિવારથી અમને એક દિવસના ૧૫૦ પાઉંડ લેખે ભરપાઈ કરવામાં આવશે, અને અમે સ્ટીમરો ખાલી કરી શકીએ તેવી રીતે તોફાનીઓને દબાવવાનાં તમે પગલાં લો છો, એવી ખાતરી આપતો ચોક્કસ જવાબ અમને નહીં મળે તો અદબ સાથે અમે જણાવીએ છીએ કે, સરકાર અમને જે રક્ષણ આપવા બંધાયેલી છે તે પર આધાર રાખીને અમે સ્ટીમરો બંદરમાં લઈ આવવાની તૈયારીઓ એકદમ શરૂ કરી દઈશું. (પરિ, ૨૩). એનો જવાબ મિ. ઍસ્કમ્બે તા. ૧૩ના રોજ સવારે ૧૦–૪૫ વાગ્યે બંદર પરથી નીચે મુજબ લખ્યો હતો : બંદરના કપ્તાનની સૂચના છે કે સ્ટીમરોએ આજે ૧૨ વાગ્યે સીમા ઓળંગી અંદર આવવા માટે તૈયાર રહેવું. વ્યવસ્થા જાળવવાની જવાબદારીની સરકારને યાદ દેવરાવવાની જરૂર નથી. (પરિ. ૨૪). મુસાફરોની સહીસલામતી બાબત સરકાર તરફથી માલિકોને આ પહેલવહેલી ખાતરી મળી, અને તે, આગળ ચાલતાં જોઈ શકાશે તે પ્રમાણે, હિંદ પાછા ફરવા માટે મુસાફરો પર દબાણ કરવા હિંસાની ધમકીઓ સહિતના સર્વે ઉપાર્યો ખલાસ થયા પછી. હવે સ્ટીમરોની વાત કરીએ. નવરી પરથી જાન્યુઆરી ના રોજ નીચેનો સંકેત સંદેશ મોકલવામાં આવ્યો. “કવૉરૅન્ટીન પૂરી થઈ. મને ‘પૅટિક’ કયારે મળશે તે જણાવશો.” તેવો જ સંકેત-સંદેશ સ્લૅન્ડ પરથી તા. ૧૦ના રોજ આપવામાં આવ્યો. પરંતુ જાન્યુઆરી ૧૧, ૧૮૯૭નું મધ્યાહ્ન વીતતા લગી ‘પૅટિક’ આપવામાં ન આવી. તે જ દિવસે યુરન્ટના કપ્તાનને ૮મી જાન્યુઆરી ૧૮૯૭ને રોજ લખેલો નીચેનો પત્ર મળ્યો. તેના પર ‘સમિતિના અધ્યક્ષ, હૅરી સ્પાક’ની સહી હતી : તમને કે તમારા મુસાફરોને ખબર નહીં હોય કે એશિયાઈઓના પ્રવેશ સામે સંસ્થાન- માં હમણાં હમણાં લાગણી બહુ ઉશ્કેરાઈ છે, અને તમારી સ્ટીમર તથા નાવરી અહીં આવતાં તે પરાકાષ્ઠાએ પહોંચી છે. તે બાદ ડરબનમાં જાહેર સભાઓ થઈ અને તેમાં આ સાથે બીડેલા ઠરાવો ઉત્સાહપૂર્વક પસાર કરવામાં આવ્યા છે. આ સભાઓમાં હાજરી એટલી હતી કે અંદર આવવા ઇચ્છનાર સૌ ટાઉનહૉલમાં સમાઈ શકયા નહીં. તમારી સ્ટીમર પર તથા નવીમાં આવનારાને સંસ્થાનમાં ઊતરતા અટકાવવા માટેનો પોતાનો ઇરાદો દર્શાવવા સારુ ડરબનના લગભગ એકેએક માણસે પોતાની સહી આપી છે. અમે ઇચ્છીએ છીએ કે ડરબનના લોકો અને તમારા મુસાફરો વચ્ચે બનતા સુધી ઘર્ષણ ન