પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૫૧ થાય. પણ જો તેઓ ઊતરવાનો પ્રયત્ન કરશે તો ઘર્ષણ થયા વગર રહેશે નહીં. તમારા મુસાફરો અહીંની લાગણીથી અજાણ છે અને અજાણપણે આવી પડયા છે; અને અમને ઍટર્ની જનરલે જણાવ્યું છે કે સ્ટીમર પરના લોક હિંદ પાછા ફરવા રાજી હોય તો સંસ્થાન તેનું ખર્ચ ભોગવશે. આ સંજોગોમાં, મુસાફરો સંસ્થાનને ખર્ચે હિંદ પાછા ફરવાનું પસંદ કરે છે યા તો જે હજારો માણસ તૈયાર છે ને તેમના ઉતરાણનો વિરોધ કરવાની રાહ જોતા તૈયાર ઊભા છે તેમની ઉપરવટ થઈ બળજબરીથી ઊતરવા ઇચ્છે છે, તે બાબતનો જવાબ સ્ટીમર ધક્કા આગળ આવે તે પહેલાં મળી જાય તો અમે ખુશી થઈશું. (પિર. ૧). બંને વહાણના કપ્તાનોને જ્યારે ખબર પડી કે મુસાફરોના ઉતરાણ વિરુદ્ધ તીવ્ર લાગણી પ્રવર્તે છે, સરકારની પણ ચળવળ પ્રત્યે સહાનુભૂતિ છે અને તે મુસાફરોને રક્ષણની ખાતરી આપવામાં લગભગ નિષ્ફળ નીવડી છે, તથા હકીકતમાં દેખાવો યોજનાર સિમિત જ જાણે સરકાર બની બેઠી છે, ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓને પોતાના મુસાફરોની બાબતમાં ચિંતા થઈ, અને તેઓ સમિતિ સાથે વાતચીત કરવા સંમત થયા. (સમિતિ જસરકારની પ્રતિનિધિ બની બેઠી હતી તે પહેલું તો કુરબૅન્ડના કપ્તાન પરના સમિતિના પત્ર પરથી તથા બીજું, યુનિયન સ્ટીમ- શિપ કંપનીના કાફલાની સ્ટીમર પ્રીડેલાગોઆ બેથી કેટલાક હિંદી ઉતારુઓ લઈને ૧૧મી જાન્યુઆરીએ આવી ત્યારે તેના ઉપરના ઉતારુઓને સમિતિએ કશી રોકટોક વિના હેરાન કર્યા હતા, ને બંદરના અમલદારો એમાં સંમત હતા, તથા યુનિયન સ્ટીમશિપ કંપનીના વહીવટદારો એ સમિતિના ‘હુકમો પાળવા” રાજી હતા, ઇત્યાદિ પરથી જણાઈ આવે છે.) પરિણામે, જાન્યુઆરી ૧૧ની સાંજે કપ્તાનો કિનારે ગયા અને દેખાવો યોજનાર સમિતિ સાથે વાટાઘાટ કરી, જે દરમિયાન સમિતિ તરફથી એમની સહી માટે એક ખતપત્રનો મુસદ્દો ઘડવામાં આવ્યો. (પરિ. ૨૩૬), પરંતુ તેના પર કપ્તાનો સહી કરી શકે એમ ન હોવાથી વાટાઘાટ પડી ભાંગી. દેખાવો થયા તેની બરાબર પહેલાં સિમિતનું વલણ કેવું હતું તે જોઈ લેવું ઠીક થશે. સિમિતના એક પ્રતિનિધિ ડૉ. મૅકેન્ઝીએ કહ્યું હતું: “આપણું વલણ પહેલાં હતું તે જ છે: કોઈ હિંદીને ઊતરવા નહીં દઈએ” (તાળીઓ). સમિતિના બીજા સભ્ય કૅપ્ટન વાઇલીએ એક ભાષણ દરમ્યાન ‘ગાંધી કથાં છે?’ એ પ્રશ્નના જવાબમાં કહ્યું હતું : આપણે અને જ્યાં રાખવાની આશા રાખીએ છીએ ત્યાં. ડેપ્યુટેશન (સ્ટીમરો પર સમિતિએ મોકલેલું તે) એને મળ્યું હતું” ના. પુરસઁજ્ડના કપ્તાને ગાંધીને બીજા મુસાફરો જેવો જ ગણ્યો હતો (તાળીઓ). એને વિષે આપણો અભિપ્રાય કપ્તાન જાણતો હતો. તે આપણને વધારે કંઈ જણાવી શકો નહીં. “તમે એને માટે ડામર તૈયાર રાખ્યો છે? એ પાછો જશે?” આપણે સાચા દિલથી આશા રાખીએ કે હિંદીઓ પાછા જશે. નહીં તો, સમિતિને ડરબનના પુરુષોની જરૂર પડશે. નાતાજી લવર્ટાન્નર (૧૬ જાન્યુઆરી) કહે છે કે જ્યારે સંકેત મળ્યો કે રહેન્ડ તથા નાવરી બંદરમાં પેસવાની હિંમત કરે છે, અને બુધવારે સવારે દસ વાગ્યા બાદ થોડી વારે ગૂગલવાળા શહેરની શેરીઓમાં છાંગો મારવા લાગ્યા ત્યારે સામાન્ય છાપ એવી જણાતી હતી કે જો હિંદીઓ ઊતરવાનો પ્રયાસ કરશે તો બિચારાઓની માઠી વલે થશે. અને જે ઊતરવાથી ડરીને સ્ટીમર પર રહેશે તો ભેગા મળેલા લોકોના તિરસ્કાર અને મહેણાંટોણાં સૂચક કિકિયારીઓથી એમના કાન બહેરા