પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૫૩ પહેલી અંદર લાવવા દેવામાં આવી. જોકે તેની સ્ટીમર નાકરી કરતાં કિનારાથી વધારે દૂર પડેલી હતી. મુસાફરોની સલામતી અર્થે પગલાં લેવામાં આવ્યાં છે એવી ખાતરી સરકાર તરફથી એને નહીં મળી હોવાથી, મુસાફરોના રક્ષણ અર્થે કાંઈ પ્રયત્ન કરવાનો તેણે નિર્ણય કર્યો. તેણે સ્ટીમરના આગળના ભાગમાં યુનિયન જૅક (બ્રિટિશ વાવટો) ચડાવરાવ્યો, સ્ટીમરના મધ્યમાં ઝંડાના મુખ્ય સ્તંભ પર તથા સ્ટીમરના પાછલા ભાગમાં સુકાન આગળ નાવિક લોકોનો યુનિયન જૅકથી અંકિત લાલ ધ્વજ પ્રદર્શિત કર્યો. પોતાના કર્મચારીઓને એણે સૂચનાઓ આપી કે, બનતા સુધી, કોઈ પણ દેખાવો કરનારાને સ્ટીમર પર આવવા દેવા નહીં; પરંતુ જો તેઓ સ્ટીમર પર ચડી જ જાય તો યુનિયન જૅક ઉતારી લેવો ને હુમલો કરનારાને ભેટ ધરી દેવો. તેનો ખ્યાલ એ હતો કે આમ શરણાગતિ પછી કોઈ અંગ્રેજ સ્ટીમર પરના માણસોને હેરાન કરવાનો પ્રયત્ન નહીં કરે. પરંતુ સદ્ભાગ્યે, પછીથી જે કંઈ બન્યું તેને લીધે એ બધું કરવાની જરૂર ન પડી. કુરલૅન્ડ સ્ટીમર જેવી અખાતમાં દાખલ થઈ કે સૌની નજર દેખાવો કેવું સ્વરૂપ લે છે, તે જોવા પર મંડાઈ હતી. મુખ્ય ડક્કાના દક્ષિણ છેડાથી માંડી ઉત્તર તરફ કેટલાક અંતર સુધી લોકોની કતાર દેખાતી હતી, પણ તેઓ બહુ શાંતિથી કામ લેતા જણાતા હતા. સ્ટીમર પરના હિંદીઓ બહુ ગભરાયેલા જણાતા ન હતા. મિ. ગાંધી અને બીજા થોડાક જે ભૂતક ઉપર હતા તે જોતા રહ્યા. તેમના ચહેરા પર ગભરાટ જણાતો નહોતો. મુખ્ય ડક્કા પર દેખાવો કરનારાઓનો મુખ્ય સમૂહ જે બંદરની મુખ્ય ગોદીમાં ઊભેલાં વહાણો પર એકત્ર થયો હતો તે અંદર આવતી સ્ટીમરો પરથી દેખાતો ન હતો. બ્લફ ખાડીમાં કુરલૅન્ડને લાંગરેલી જોઈ ત્યારે તટ ઉપરના લોકને જે આશ્ચર્ય થયું તે તેમના વર્તનથી જણાઈ આવતું હતું. હવે આગળ શું કરવું તે ન સમજાતાં તેઓ આમતેમ દોડાદોડી કરતા દેખાતા હતા, અને પછી તરત જ તેઓ ઍલેકઝાન્ડ્રા સ્કૉરની સભામાં હાજર થવા ચાલ્યા ગયા. બહુ ગવાયેલા દેખાવોનું આ અંતિમ દૃશ્ય સ્ટીમરોને જોવા મળ્યું. દરમિયાન, એક નાની હોડીમાં મિ. ઍસ્કમ્બ, બંદરના કપ્તાન, કૅપ્ટન બેલાર્ડ, તથા ડક્કા અમલદાર, મિ. રેઈડ અને લંગર અમલદાર મિ. સિમ્પકિન્સ સાથે રહૅન્ડની બાજુમાં આવ્યા. ઍટર્ની જનરલે કહ્યું, “કૅપ્ટન મિલ્ને, હું ઇચ્છું છું કે તમે તમારા મુસાફરોને ખબર આપો કે તેઓ અહીં નાતાલ સરકારના કાયદા હેઠળ એટલા સહીસલામત છે જેટલા પોતાના વતનનાં ગામોમાં હોય.” કેપ્ટન મિલ્નેએ પૂછ્યું કે તેમને ઊતરવા દેવાનું સલાહભરેલું છે કે કેમ? મિ. ઍસ્કમ્બે જવાબ આપ્યો કે, તેમને ઉતારતાં પહેલાં તમે મને ફરીથી મળજો, નાવરીને પણ આ પ્રમાણે જણાવ્યા પછી ટોળાને સંબોધવા માટે મિ. ઍસ્કમ્બ કિનારે ગયા. બ્લા મુસાફરો માટેના ડક્કા આગળ નાવરી અને ધરલૅન્ડ જોડાજોડ નાંગરવામાં આવી. કુરલૅન્ડ જમીનથી વધુ નજીક હતી. ઉપર જણાવેલી ખાતરી આપ્યા પછી મિ. એસ્કમ્બ ઍલેકઝાન્ડ્રા સ્કૉર, જ્યાં આગળ લોકો એકઠા થયા હતા ત્યાં ગયા. ત્યાં એકઠા મળેલા લોકોને સંબોધતાં તેમણે આ પ્રશ્ન હાથ ધરવા પાર્લામેન્ટની બેઠક જલદી બોલાવવા વચન આપ્યું અને તેમને વીખરાઈ જવા વિનંતી કરી. સમિતિના કેટલાક સભ્યોએ પણ ભાષણો કર્યાં, અને અંતે ટોળુ વેરાઈ ગયું. એ ભાષણ વખતે શ્રોતાઓએ કાઢેલા કેટલાક ઉદ્ગારો તથા વક્તાઓનાં ભાષામાંથી થોડાક ફકરા અહીં આપવા ઉપયોગી થશે :