પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૫૪ ગાંધીજીનો અક્ષરદેહ “તેમને પાછા મોકલો,” “તમે ગાંધીને કેમ કિનારે લાવતા નથી?” “ડામર અને પીંછાં તૈયાર કરો.” “આ હિંદીઓને પાછા કાઢો.’’ ‘હિંદની સામાજિક ગટરોના કંગાળ કચરા સાથે અમને એક જગ્યાએ ઠાંસીને દક્ષિણ આફ્રિકા પર બ્રિટિશોનો કાબૂ રાખી શકાશે નહીં.” (તાળીઓ) ડૉ. મૅકેન્ઝી. ‘કુલીની બોચી પકડીને એને વહાણ પરથી ફેંકી દેવા હું બીજા કોઈ જેટલો જ તૈયાર છું. (તાળીઓ) . . . હવે પેલા માણસ ગાંધીની વાત (તાળીઓ). તમે એને માટે બૂમો પાડો. પણ ખાતરી રાખજો, એ તો મારો ખાસ દોસ્ત છે. (હસાહસ). ગાંધી આ વહાણમાંના એક વહાણ ઉપર છે, ને એની મોટામાં મોટી સેવા કરવી હોય તો તેને ઘાયલ કરવો. હું માનું છું કે ગાંધી વીરપુરુષ બનવા અને પોતાના કાર્ય અર્થે શહીદ થવા ઘણો આતુર છે. તેને મોટામાં મોટી શિક્ષા કરવી હોય તો તેને આપણી વચ્ચે રહેવા દેવો. એ આપણી સાથે રહે તો આપણને એના પર ફૂંકવાની તક મળે (હસાહસ અને તાળીઓ). જે એને ખતમ કરી નાખી તો એ તક મળે નહીં. રસ્તે જતો દરેક માણસ મારા પર થૂંકે તે કરતાં તો હું ફાંસો ખાઈને મરવું પસંદ કરું ડેન ટેલર. ટોળું વીખરાયા પછી લગભગ બે કલાકે મુસાફરો નાની નાની ટુકડીઓમાં હોડીઓમાં બેસી કિનારે આવ્યા. મિ. ગાંધીની બાબતમાં મિ. ઍસ્કમ્બે જળવિસ્તારના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને સૂચના આપી હતી: મિ. ગાંધીને કહેજો કે તમને અને તમારા કુટુંબને ચૂપચાપ આજે રાત્રે ઉતારી લેવામાં આવશે. મિ. ગાંધીએ આભાર સાથે એ દરખાસ્ત સ્વીકારી. ત્યાર બાદ મોડેથી તે જ દિવસે મિ. લૉટન મિત્ર તરીકે સ્ટીમર પર મિ. ગાંધીને મળવા આવ્યા. એમણે સૂચવ્યું કે આપણે બંને સાથે ઊતરીએ. મિ. ગાંધીએ એ સૂચના સ્વીકારી, ને પોતાની જવાબદારી પર અને પોતાને જોખમે તથા અગાઉથી જળવિસ્તારની પોલીસને જણાવ્યા વિના આશરે પાંચ વાગ્યે મિ. લૉટન સાથે એડિંગ્ટન નજીક ઊતર્યા. કેટલાક છોકરાઓએ એમને ઓળખી કાઢવા અને તેમની તથા તેમના સાથીદારની પાછળ પાછળ ગયા. તેઓ ડરબનના મુખ્ય માર્ગ, વેસ્ટ સ્ટ્રીટ, પર થઈને આગળ જતા હતા તેટલામાં ટોળું વધી ગયું. લોકો મિ. લૉટનને તેમનાથી અલગ પાડી દીધા અને તેમને લાતો અને ચાબુકોથી મારવા લાગ્યા; તેમના પર વાસી માછલાં તથા બીજી વસ્તુઓ ફેંકવામાં આવી, જેને લીધે એમની આંખને ઈજા થઈ, અને કાન કપાયો. તેમની પાઘડી માથા પરથી દૂર જઈ પડી. આ બધું ચાલતું હતું તેવામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટનાં પત્ની જે સંજોગવશાત્ ત્યાંથી પસાર થતાં હતાં તેમણે બહાદુરીપૂર્વક પોતાની છત્રી આડી ધરીને તેમને રક્ષણ આપ્યું. લોકોની બૂમો અને ચીસો સાંભળીને પોલીસ પણ આવી પહોંચી અને તેમને છોડાવીને એક હિંદીના ઘરમાં સહીસલામત પહોંચાડયા. પણ ટોળું જે હવે બહુ મોટું થઈ ગયું હતું તે વેરાયું નહીં ને ઘરનો આગળનો ભાગ ઘેરીને “ગાંધી લાવો, ગાંધી લાવો”ના પોકારો કરવા લાગ્યું. જેમ જેમ અંધારું ઘેરું થતું ગયું તેમ તેમ ટોળું વધતું ગયું ત્યારે તોફાન થઈ બેસશે અને લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી જશે એવો ભય લાગવાથી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે મિ. ગાંધીને પોલીસ કૉન્સ્ટેબલનો વેશ પહેરાવીને પોલીસ થાણે મોકલાવી દીધા. આ પ્રસંગનો આપના અરજદારો કશો લાભ ઉઠાવવા ઇચ્છતા નથી; બનાાના એક ભાગ તરીકે જ એનો અહીં ઉલ્લેખ કર્યો છે. આ હુમલા બેજવાબદાર મનુષ્યોનું કૃત્ય હતું, તેથી તે બિલકુલ ૧. જીએ પા. ૧૨૧.