પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૫૫ ધ્યાનપાત્ર નથી એ કબૂલ કરવા અરજદારો તૈયાર છે. પરંતુ, તે સાથે સાથે તેઓ એમ પણ કહ્યા વિના રહી શકતા નથી કે જો સિમિતિના સભ્યોએ ગાંધી વિરુદ્ધ જનતાને ઉશ્કરી મૂકી ન હોત તથા સરકારે સિમિતના કામકાજ પર કૃપાદૃષ્ટિ રાખી ન હોત તો આ પ્રસંગ કદી બનવા પામ્યો ન હોત. દેખાવોની વાત અને પૂરી થાય છે. હવે આપના અરજદારો દેખાવોનાં તાત્કાલિક કારણો તપાસવાની રજા લે છે. વર્તમાનપત્રોમાં એવાં નિવેદનો કરવામાં આવ્યાં હતાં કે બે સ્ટીમર પર મળીને ૮૦૦ ઉતારુઓ છે અને તે સૌ નાતાલ આવે છે. તેમાં ૫૦ લુહાર છે ને ૩૦ કંપોઝીટર છે તથા સ્ટેન્ડ પર છાપખાનાની યંત્રસામગ્રી છે, અને મિ. ગાંધી પોતે દર મહિને પોતાના ૧,૦૦૦થી ૨,૦૦૦ દેશબંધુઓને અહીં ઉતારવા માટે હિંદમાં સ્વતંત્ર પ્રવાસી એજન્સી ગોઠવશે અને નાતાલના યુરોપિયન ચૂપચાપ હાથ જોડીને બેસી રહેશે, એમ માની લેવામાં ભીંત ભૂલ્યા છે. — (fધ નાતાજી મર્ક્યુરી, જાન્યુઆરી ૯). દેખાવો બાદ ભરાયેલી એક સભામાં દેખાવોના નેતાએ તેનું કારણ આમ સમજાવ્યું હતું: ડિસેમ્બરના અંતમાં નાતાહ મર્ચ્યુરોમાંના એક ફકરા તરફ મારું ધ્યાન ગયું. એની મતલબ એવી હતી કે ¢જી અને નાવરી એ બે સ્ટીમરોને કવૉરૅન્ટીનમાં નાખવાથી થયેલી નુકસાની બદલ તેમના ઉતારુઓ તરફથી મિ. ગાંધી સરકાર પર દાવો કરવાનો ઇરાદો રાખે છે. આ વાંચીને ગુસ્સાથી મારું લોહી ઊકળી ઊઠયું. હવે મેં આ વાત હાથ ધરવાનો નિશ્ચય કર્યો, અને ડૉ. મૅકેન્ઝીને મળીને સૂચન કર્યું કે આ લોકના ઉતરાણ સામે વિરોધ કરવા દેખાવો યોજવા જોઈએ. એણે અંતમાં કહ્યું: હું સ્વયંસેવક હતો ને મેં ૨૦ વરસથી વધારે સેવા આપી છે. રાજ્ય પ્રત્યેની વફાદારીમાં હું કોઈથી ઊતરું એવો નથી. પણ જ્યારે એક બાજુ હિંદી રૈયતને મૂકવામાં આવે ને બીજી બાજુ મારું ઘર તથા કુટુંબ મૂકવામાં આવે મારાં બાળકોનો જન્મસિદ્ધ હક મૂકવામાં આવે, મારાં વહાલાં માતપિતાની સ્મૃતિ અને એમણે આ સંસ્થાનને આજે તે જેવું છે તેવું બનાવવા માટે જે જે કર્યું હતું તે મૂકવામાં આવે—ત્યારે હું માત્ર એ જ કામ કરીશ જે હું કરી શકું છું અને જેની તમે મારી પાસે આશા રાખી શકો. (તાળીઓ). આ અનિષ્ટ સહન કરવા કરતાં તો હું તેને ટ્રાન્સવાલ સરકારની દયા પર છોડીને સંતોષ માનું – એમ કરવું આ અનિષ્ટની સરખામણીમાં માત્ર સિંધુમાં બિંદુ સમાન થશે. — (fધ નાતાઽ મયુર, ફેબ્રુઆરી ૧૮). એમ પણ કહેવામાં આવ્યું હતું કે શ્રી ગાંધીની અને બનતા સુધી તે તેમની સાથે જે બીજા વકીલો લાવ્યા હોય તેમની, ઉશ્કેરણીથી હિંદી ઉતારુઓ પોતાને ગેરકાયદે કૉરૅન્ટીનમાં રોકી રાખવા બદલ સરકાર પર નુકસાનીનો દાવો કરવાના છે. ડિસેમ્બર ૩૦ના અંકમાં નાતાજ મર્ક્યુરીએ નીચે પ્રમાણે લખ્યું હતું: કૉરેન્ટીનમાં કહેવાતી ગેરકાયદે અટકાયત કરવા બદલ નુકસાની મેળવવા નાવરી અને રજૅન્ડ પરના ઉતારુઓ સરકાર સામે કોર્ટમાં કેસ ચલાવવાનો ઇરાદો રાખે છે, એ હેવાલથી મિ. ગાંધી સ્ટીમર પર છે એ અફવા લગભગ સાચી ઠરે છે. કૉરૅન્ટીનની દુ:ખદાયક કેદમાંથી અને કાબેલિક દવાના સ્નાનથી મુક્ત થાય કે તરત, પોતાને કામે લાગી જવા માટે આ સરસ કેસ તૈયાર કરવાનો અવસર છે એવી ગંધ એમની તીક્ષ્ણ કાનૂની બુષ્ટિને આવી ગઈ છે. કેસ જિતાય કે હારી જવાય, પણ જે મોટી મોટી રકમોના ફાળા આ હેતુથી ભરવામાં આવ્યા છે તે સ્વાભાવિક રીતે મિ. ગાંધીના ખીસામાં જશે; અને આ -