પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ સજનને કિનારે આવતાંની સાથે જ બધું ધ્યાન આપવા વાસ્તે આવો મનોરંજક કેસ મળી જાય, તે કરતાં વધારે બીજું શું હોઈ શકે? જેમને પોતાની સાથે લાવવાનો ઇરાદો તેમણે દર્શાવેલો એવા બીજા હિંદી વકીલો સ્ટીમર પર ઘણુંખરું છે. અને તેમણે સૌએ મળીને સ્ટીમર પરના બીજા ઉતારુઓને નુકસાનીનો દાવો માંડવા સમજાવ્યા હશે. ધિ નાતાલ પડવર્ટાફ્સરના ડિસેમ્બર ર૯ના અંકમાં કાયદેસર કામ ચલાવવા સંબંધી સમાચાર આવ્યા હતા, અને બીજે દિવસે એ વર્તમાનપત્રે નીચે મુજબ લખ્યું હતું: મુક્ત હિંદીઓને સામટા લાવવા વિરુદ્ધ લાગણી ડરબનમાં સતત વધતી ગઈ છે; અને હાલમાં ગુરુન્ડ અને નવી સ્ટીમરો દ્વારા એ જ પ્રકારના બીજા ૭૦૦ હિંદીઓ આવી પહોંચવાથી એ લાગણી વધુ તીવ્ર બની હોય એમ લાગે છે. કેમ કે એવા સમાચાર પ્રગટ થયા છે કે કોઈ હિંદી ટોળકી સ્ટીમરોને રોકી રાખવા બદલ સરકાર પર ભારે નુક સાનનો દાવો કરવા ઇચ્છે છે, અને તેથી એવી જાહેરાતે આ પ્રશ્નને દેખીતી રીતે હજી વધારે દુ:ખદાયક પ્રસિદ્ધિ આપી છે. ગઈ કાલે બપોર પછી નગરમાં એકદમ એવી મત- લબની વાત ફેલાવવામાં આવી હતી કે મુક્ત હિંદીઓના વધુ ઉતરાણ સામે કંઈ ને કંઈ વિરોધ દર્શાવવો જોઈએ. પૂરેપૂરી ગંભીરતાથી એ મતલબનાં સૂચનો કરવામાં આવતાં હતાં કે રજૅન્ડ અને નાવરી પરથી હિંદીઓને ઉતારવાનો જે દિવસ નક્કી થાય તે દિવસે યુરોપિયનોના એક ટોળાએ ધક્કા પર જઈને ઉતારુઓને ઊતરતાં ખરેખર અટકાવવા જોઈએ. એને માટે એવી પતિ વિચારવામાં આવી હતી કે યુરોપિયનોએ એકબીજા સાથે હાથમાં હાથ ભિડાવી ખભેખભા મિલાવી એક પછી એક ત્રણ કે ચાર કતારો બનાવીને મુસાફરો સામે માનવ દીવાલ ખડી કરવી. પરંતુ, સંભવ છે કે આ સામાન્ય લોકની વાત માત્ર હશે. એશિયાઈવિરોધી લાગણી વધી છે તેની તો ના પાડી શકાય એમ નથી. અને એનો સીધોસાદો પુરાવો આ અંકમાં અન્યત્ર મિ. હેરી સ્પાકર્સની સહીથી આવેલી જાહેરાત છે: “ડરબનના દરેક પુરુષે, ધક્કા પર જઈને એશિયાઈ લોકના ઉતરાણનો વિરોધ કરવા દેખાવો ગોઠવવા માટે, સોમવાર, ચોથી જાન્યુઆરીના રોજ આઠ વાગ્યે વિકટોરિયા કાફેના મોટા ખંડમાં મળનાર સભામાં હાજરી આપવી.’ ૧૫૬ દેખાવોનાં ઉપર જણાવેલાં તાત્કાલિક કારણો, અને જે કારણો ધીમે ધીમે દેખાવોમાં પરિણમ્યાં અને જેમનું આ અગાઉ વર્ણન કરવામાં આવ્યું છે તે બે વચ્ચે જે ભેદ રહેલો છે તે તરફ આપના અરજદારો આપનું ધ્યાન દોરવા ઇચ્છે છે. છાપાંમાં ઉપર દર્શાવેલાં વિધાનો પ્રસિદ્ધ ન થયાં હોત તો એ તદ્દન શકય છે કે દેખાવો બનવા પામ્યા ન હોત. એ વિધાનો માટે કશો આધાર જ ન હતો. જો એ સાચાં હોત તોપણ, આપના અરજદારો નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે દેખાવો યોજનાર સમિતિનું પગલું ન્યાયપૂર્વકનું ઠરી શકે એમ નથી. હકીકત તો એ છે કે સમિતિના સભ્યોએ યુરોપિયનો, આદિવાસીઓ તથા સંસ્થાનમાં વસતી હિંદી કોને તેમ જ પોતાની જાતને તથા મિ. ગાંધીને અન્યાય કર્યા છે: યુરોપિયન સમાજને, કેમ કે એમના કામકાજથી એ લોકમાં કાયદાવિરોધી વૃત્તિ જન્મી; આદિવાસી સમાજને, કેમ કે ભલે ગમે તેણે બોલાવ્યા હોય પણ ધક્કા ઉપર એમની હાજરીને કારણે તેમનો જુસ્સો અને તેમની લડાયક વૃત્તિ ઉશ્કેરાય એવો સંભવ ઊભો થયો, જે એક વાર ભડકી ઊઠયા પછી તેઓ જવલ્લે જ કાબૂમાં રાખી શકે છે; હિંદી સમાજને, કેમ કે એમને કપરી કસોટીમાંથી પસાર થવું પડયું તથા સમિતિની પ્રવૃત્તિને લીધે એ લોક સામેની કડવી લાગણી ઘણી વધી ગઈ, એમને પોતાને પણ