પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૫૭ અન્યાય થયો, કેમ કે પોતાનાં વિધાનોની સત્યતાની ચોકસાઈ કર્યા વિના એમણે કાયદો અને વ્યવસ્થાની અવગણના કરવાની બહુ ભારે જવાબદારી વહોરી લીધી; મિ. ગાંધીને અન્યાય થયો કેમ કે એમને વિષે તથા એમનાં કામકાજ વિષે – બેશક અજાણતાં — ઘણી ખોટી વાતો ફેલાવવામાં આવી હતી અને તેથી તેઓ પ્રાણ ખોતા માંડ માંડ બચ્યા. નાતાલ આવનાર ઉતારુઓની સંખ્યા ૮૦૦ હતી જ નહીં; બધા મળીને ૬૦૦ ઉતારુ હતા. તેમાંના આશરે ૨૦૦ નાતાલ આવનાર હતા અને બાકીના ડેલાગોઆ બે, મોરિશિયસ અને ટ્રાન્સવાલ જનાર હતા; અને એ ૨૦૦ પૈકી ૧૦૦થી વધારે નાતાલના જૂના રહીશો હિંદ ગયેલા તે પાછા આવતા હતા, ને ૧૦૦થી ઓછા નવા આવનારા હતા, જેમાં ૪૦ સ્ત્રીઓ હતી, જે નાતાલના હિંદી રહીશોની પત્નીઓ કે સગી હતી; અને બાકીના ૬૦ કાં તો દુકાનદાર કે તેમના ગુમાસ્તા કે ફેરિયા હતા. સ્ટીમરો પર એક પણ લુહાર કે કંપોઝીટર ન હતો, તેમ છાપખાનાની યંત્રસામગ્રી પણ ન હતી. ગેર- કાયદે વૉર્જેન્ટીન નાખવા બદલ સરકાર પર દાવો કરવા કદી પણ કોઈને ઉશ્કેરણી કરવાની વાતનો મિ. ગાંધીએ બિ નાતાજી દવર્તારના ખબરપત્રી મારફત ખુલ્લેખુલ્લો ઇનકાર કર્યો હતો. અને ઇનકાર સામે કોઈએ કાંઈ કહ્યું નથી. આ અફવા કેવી રીતે ફેલાઈ એ સહેલાઈથી સમજી શકાય એમ છે. અગાઉ કહેવાઈ ગયું છે તે પરથી જણાશે કે સ્ટીમરોના માલિકો અને એજન્ટોએ પોતે જેને ગેરકાયદે કવૉરૅન્ટીન તથા રોકાણ ગણતા હતા તેને માટે સરકાર પર દાવો કરવાની ધમકી આપી હતી. અફવાએ દાવો કરવાની વાત ઉતારુઓને માથે નાખી અને નાતાજ મર્ક્યુરીએ ભારે ભ્રામક અનુમાન કર્યું કે આમાં મિ. ગાંધીનો હાથ હોવો જોઈએ. એ જ વર્તમાન- પત્ર દ્વારા, એમણે સંસ્થાનને હિંદીઓથી ભરી દેવા સારુ એમના નેતૃત્વ હેઠળ કોઈ સંસ્થા સ્થપાઈ છે એ વાતનો ઇનકાર કર્યો છે. અને અત્રે આપના અરજદારો નામદાર સમ્રાજ્ઞીની સરકારને ખાતરી આપે છે કે ગાંધીની દોરવણી નીચે આવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં નથી. તેઓ તો રહેન્ડ- ના એક ઉતારુમાત્ર હતા. તેમણે આ સ્ટીમરમાં સફર કરી એ કેવળ અકસ્માત હતો. આપના અરજદારોએ નવેમ્બરની ૧૩મીએ તેમને નાતાલ આવવા તાર કર્યા અને તેમણે સ્ટેન્ડની ટિકિટ ખરીદી. કારણ કે તે સ્ટીમર હતી. આ ઇનકારોના ખરાપણાની તપાસ ગમે તે સમયે સહેલાઈથી થઈ શકે એમ છે. અને જો એ ખરા હોય તો, આપના અરજદારોની વિનંતી છે કે નાતાલ સરકારે પોતાનો અભિ- પ્રાય જાહેર કરીને લોકલાગણીને શાંત પાડવી જોઈએ. તારીખ બાદ વહેલામાં વહેલી નાતાલ આવનારી ને સગવડવાળી એ જ કવૉરૅન્ટીનને લગતા કેટલાક બનાવો નોંધપાત્ર છે, કેમ કે એથી જણાશે કે કવૉરૅન્ટીન સંસ્થાનમાં ગાંઠિયા પ્લેગનો પ્રવેશ થવા સામે સાવચેતીનાં પગલાં કરતાં વધારે તો, હિંદીઓ સામેની એક રાજકીય ચાલ હતી. પહેલાં તો કવૉરન્ટીન મુંબઈથી સ્ટીમરો નીકળ્યા બાદ ૨૩ દિવસ પૂરા કરવા પૂરતી નાખવામાં આવી હતી. ઉપર ડૉકટરોની સમિતિના જે રિપોર્ટનો (પરિ. ૧૭) ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં જંતુનાશક દવા છંટાય અને ધૂણી આદિ થાય તે બાદ ૧૨ દિવસની કવૉરૅન્ટીન નાખવાની સલાહ આપવામાં આવી હતી. સ્ટીમર ડરબન ખાતે આવી પહોંચ્યા બાદ ૧૧ દિવસ થઈ ગયા તોપણ જંતુનાશક દવા છાંટવા કે ધૂણી આદિ કરવા માટે કોઈ પગલાં લેવામાંન આવ્યાં. તે દરમિયાન, અન્નપાણીની તંગી બાબત થયેલા સંકેત-સંદેશ પર ધ્યાન આપવામાં ૧. તુઆ પા. ૧૧૯, ૨. એજન; વળી જાએ પા. ૧૬૩, ૨૩૪, ૨૭૬-૭૯ તથા ૨૮૦-૮૧, ૩. આ તાર ગાંધીજીને નવેમ્બર ૧૩, ૧૮૯૬ના રાજ મળ્યા; તુએ પા. ૯ર.