પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૫૮ ગાંધીજીનો અક્ષરદેહ બહુ વિલંબ થતો હતો. માનનીય ઍટર્ની જનરલ ડૉકટરોને ખાનગીમાં મળ્યા હતા અને કૉરૅન્ટી નની મુદત બાબત તેમનો અભિપ્રાય આપવા કહ્યું હતું (પરિ. ૧૬); ઉતારુઓનાં કપડાં-પથારી બાળી મૂકવામાં આવ્યાં હતાં; અને આ રીતના નાશ બાદ જોકે તેમને ૧૨ દિવસ લગી સ્ટીમર પર રહેવાનું હતું, તેમ છતાં, — સ્ટીમરો પરથી સંકેત સંદેશ મોકલવામાં આવ્યા પછી પણ — સરકારે કપડાં અને પથારીઓ મોકલવાનો કાંઈ પ્રબંધ ન કર્યો. ડરબનના કેટલાક ઉદાર હિંદીઓએ પ્રેમથી દાન ન મોકલ્યું હોત તો ઉતારુઓને પૂરતાં કપડાં વિના અને બિલકુલ પથારી વિના રહેવું પડત. અને તેથી કદાચ તેમની તબિયતને ગંભીર નુકસાન પહોંચ્યું હોત. સત્તાવાળાઓ પ્રત્યે યોગ્ય માન રાખવા છતાં, આપના અરજદારો વિશેષમાં એ કહ્યા વિના રહી શકતા નથી કે હિંદી સમાજ પ્રત્યે એટલી ઉપેક્ષા બતાવવામાં આવી હતી કે સ્ટીમરો આવ્યા પછી દસ દિવસ થઈ ગયા ત્યાં સુધી ટપાલ લઈ જવામાં ન આવી તેમ વહેંચવામાં પણ ન આવી, જેને પરિણામે હિંદી વેપારીઓને ભારે અગવડ ભોગવવી પડી હતી. આ ફરિયાદો પર વધારે ભાર મૂકવા આપના અરજદારો એ હકીકત ઉપર આપનું ધ્યાન ખેંચવા ઇચ્છે છે કે ‘પ્રટિક’ આપવામાં આવી અને કુરલૅન્ડને બંદરની ખાડીમાં નાંગરવામાં આવી તે બાદ કેટલાક દિવસ સુધી એને ડક્કા પર જગા કરી આપવામાં આવી ન હતી, જ્યારે તેના પછી આવનાર સ્ટીમરોને તેના પહેલાં જગા કરી આપવામાં આવી હતી. એ હકીકત નીચેના ઉતારા પરથી જણાઈ આવે છે: જૅન્ડના કપ્તાન અમારું ધ્યાન ખેંચે છે કે ગયા બુધવારથી તેમનું વહાણ બંદરની અંદર છે છતાં એને માટે મુખ્ય ડક્કા ઉપર લાંગરવાની જગા મળી શકી નથી. ગયા થોડા દિવસોમાં કેટલાંય વહાણ આવ્યાં છે, અને જોકે કુરલૅન્ડને તેમના પહેલાં જગા મેળવવાનો હક હતો, તેમ છતાં પાછળથી આવનાર વહાણોને કયારની ડક્કા આગળ જગા મળી ગઈ છે અને જેંઽ તો હજી પ્રવાહમાં ઊભી છે. દુર્લૅન્ડને આશરે ૯૦૦ ટન માલ ઉતાર- વાનો છે, અને આશરે ૪૦૦ ટન કોલસો જોઈએ છે. દૂરના ઊંચા કિનારાથી ઘાટ સુધી માલ લાવવા લઈ જવાની ખર્ચની રકમ ઘણી મોટી થશે.—fધ નાતાજ કવર્ટાન્નર, ૧૯ જાન્યુઆરી, ૧૮૯૭. દેખાવો થયા પહેલાં અને થયા પછી તેમને વિષે કેવા અભિપ્રાય પ્રવર્તતા હતા તે દર્શાવવા વિવિધ વર્તમાનપત્રોમાંથી ઉતારા આપવા અમે આપના અરજદારો રજા લઈએ છીએ હિંદીઓના પ્રવેશ બાબતના નાતાલના અત્યારના વર્તનમાં જોઈએ એવી સ્થિરતા નથી. અત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં એશિયાઈઓ એક નાતાલને દરવાજેથી જ મોટે ભાગે દાખલ થતા આવ્યા છે. એ હકીકત નજરમાં રાખતાં વધુ હિંદીઓના ઉતરાણ સામે ડરબન ખાતે ઓચિંતી ઊભી થયેલી ચળવળની ઉગ્રતા, બહારની દુનિયાની નજરે, વિચિત્ર જણાય છે. જે દેશે હિંદીઓના પ્રવેશને અત્યાર લગી ખુલ્લી રીતે ઉત્તેજન આપ્યું છે, તે દેશ ડરબન ખાતે ઊતરવાની રાહ જોતા બે સ્ટીમર ભરેલા મુસાફરોની સામે ઊલટે અને તેમને ઊતરતાં અટકાવવા હિંસાનો આશ્રય લેવાની દમામથી ધમકી આપે, એવી કલ્પના જવલ્લે કોઈ કરી શકે. ડરબનના જે લોકો આ ચળવળમાં ભળેલા છે તેમને આટલી અંતિમ હદે પહોંચ્યા પછી આ વલણ માટે ભાગ્યે જ અભિનંદન આપી શકાય. તેઓ આટલે સુધી પહોંચ્યા એ કમનસીબ બીના છે, કેમ કે અત્યારે ગમે થાય પણ છેવટે તેમને નિરાશ ૧. જીએ પા. ૧૪૨.