પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૯
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૫૯ થવું પડશે અને નીચું જોવું પડશે. . . . બીજી વાત બાજુએ રાખતાં, નાતાલના મોટા ભાગના લોકો એટલું તો જાણે છે કે આપણા સંસ્થાનમાં હિંદીઓની હાજરીને લીધે આપણને ઘણો લાભ થયો છે. નાતાલમાં હિંદીઓની નવી નવી ટુકડીઓ લાગલાગટ આવ્યા કરે છે તે, પોતાની પહેલાં આવનાર લોકો તેમની નવી પરિસ્થિતિમાં સુખી થયા છે એવી માહિતીને કારણે આવે છે એવું અનુમાન ખરેખર વાજબી છે. હવે એમ પૂછવામાં આવે કે જે યુરોપિયન સાંસ્થાનિકોએ શરૂમાં આગળ આવેલી ટુકડીઓને એક યા બીજી રીતે મદદ ન કરી હોત તો તેઓ સમૃદ્ધ શી રીતે થઈ શકી હોત ? ત્યારે એ વાત સ્વીકારીને ચાલવું જોઈશે કે જો યુરોપિયનોને સમૃદ્ધ થવામાં હિંદી વસાહતીઓની મદદ ન મળી હોત તો હિંદીઓને આબાદ થવામાં તેમની મદદ નહીં મળત. નાતાલ આવનાર હિંદીઓ બે વર્ગના છે: ગિરમીટિયા અને સ્વતંત્ર. બંને વર્ગનો અનુભવ એવો છે કે ઉપરઉપરના સંઘર્ષ છતાં યુરોપિયનોએ તેમને કામ આપવા, મદદ આપવા, તત્પરતા દાખવી છે અને એ રીતે તેમની પોતાની સ્થિતિ સુધારીને તેમને સંતુષ્ટ કર્યા છે એટલું જ નહીં પણ વધુ હિંદીઓને આવવા ઉત્તેજન આપ્યું છે. ગિરમીટિયા હિંદીઓ મોટે ભાગે, યુરોપિયન ખેડૂતોના ઉપયોગમાં આવે છે, અને મુક્ત હિંદીઓ જે ધંધોવેપાર કરવા ઇચ્છે છે તેમને યુરોપિયન વેપારીઓ મદદ કરે છે, અને બાકીનાને એક કે બીજી રીતે ઘરકામની નોકરી મળી જાય છે. તેથી તેમને અહીં આવવા ને રહેવાનું એક કે બીજી રીતે ઉત્તેજન મળે છે. નાતાલમાં ગિરમીટિયા હિંદીઓની આવશ્યકતા તદ્દન પુરવાર થયેલી છે, કારણ કે કાફર વસ્તીમાંથી મળતા મજૂરો બેદરકાર અને અવિશ્વસનીય હોય છે. એનો પુરાવો એ છે કે ખેતરોમાં અને ઘરકામની નોકરીમાં એવા હજારો ગિરમીટિયા રોકાયેલા છે, અને લગભગ દરેક ટપાલમાં બીજા સેંકડો ગિરમીટિયા માટેની માગણી હિંદ પાસે થતી રહે છે. ઘણી વાર એમ કહેવામાં આવે છે, “પણ વાંધો ગિરમીટિયા સામે નથી, મુક્ત હિંદી સામે છે.” તો પહેલી વાત એ કે ગિરમીટિયો મજૂર અંતે તો મુક્ત થવાનો છે, એટલે ગિરમીટ હેઠળ એમની આયાત કરીને નાતાલના લોક આમ મુક્ત હિંદીઓની સ્થાનિક વસ્તીમાં મોટો ચાલુ ઉમેરો થયા કરે એવી પરિસ્થિતિ નિર્માણ કરે છે. એ વાત ખરી કે કરારને અંતે ગિરમીટિયા હિંદીને વતન પાછા ફરવા ફરજ પાડવાનો પ્રયાસ થયો છે, પણ એ નિયમ ફરજિયાત કરી શકાયો નથી. હવે મુક્ત હિંદીઓની બાબત એવી છે કે તેઓ વેપાર, ખેતી કે ઘરકામની નોકરીમાં છે, અને આમાંના કોઈ પણ કામમાં યુરોપિયનોની સીધી મદદ વિના તેઓ સફળ થઈ શકે તેમ નથી. હિંદી વેપારીઓને તો પહેલાં યુરોપિયન વેપારીઓનો જ ટેકો મળે છે. ડરબનમાં એવી એક પણ પ્રતિષ્ઠિત વેપારી પેઢી શોધવી મુશ્કેલ છે, જેના કોડીબંધ હિંદી એજન્ટ ન હોય. કુલી “ખેડૂત”ને યુરોપિયનો બે રીતે મદદ કરે છે ને નભાવે છે; મૂળ યુરોપિયન માલિક પાસેથી એણે જમીન ખરીદવી પડે છે અથવા સાંથે લેવી પડે છે, અને એની પેદાશ મુખ્યત્વે યુરોપિયન કુટુંબોમાં વપરાય છે. શાકભાજી ઉગાડનારા અને ફેરી કરનાર કુલીઓ ન હોત તો ડરબનના (અને સંસ્થાનના બીજા ભાગના) લોકોની, ખોરાકીની ઘણી વસ્તુઓ સંબંધમાં સ્થિતિ બહુ ખરાબ હોત. હવે, હિંદી ઘરનોકર બાબત એટલું જ કહેવાનું છે કે એક સમૂહ તરીકે તેઓ સરેરાશ કાર કરતાં કાર્યશક્તિ, વિશ્વસનીયતા અને આજ્ઞાધીનતા બાબતમાં બહુ જ ચડિયાતા સાબિત થયા છે. ઝીણવટથી તપાસ કરવામાં આવે તો જણાશે કે તાજેતરની ચળવળ સાથે