પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૦
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ સંકળાયેલા ઘણાને ત્યાં નોકરીમાં હિંદીઓ છે. સરકારી નોકરીમાં પણ ઘણા હિંદીઓ જોડાયેલા છે, તે સૌને માટે સરકાર કેળવણીનાં સાધનો પૂરાં પાડે છે અને એ રીતે તેમની પ્રગતિમાં સહાયક થાય છે. આમ, અત્યાર અગાઉ સંસ્થાનમાં આવેલા હિંદીઓને જે લાભ મળ્યા છે તે મૂળ યુરોપિયનોને લીધે મળ્યા છે તે જોતાં, હવે વધુ હિંદીઓના ઉતરાણનો એકદમ વિરોધ કરવા મંડી પડવું એ યુરોપિયનો માટે ગેરવાજબી જણાય છે. વળી, આ બધા ઉપરાંત, પ્રશ્નનું સામ્રાજ્યલક્ષી પાસું છે, ને તે સૌથી મુશ્કેલ છે. જ્યાં લગી નાતાલ બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ રહે છે (અને તે સંજોગનો આધાર નાતાલ પર નહીં, પણ બ્રિટન પર છે) ત્યાં લગી સામ્રાજ્ય સરકાર એવો આગ્રહ રાખશે કે સંસ્થાનોના કાયદા સામ્રાજ્યની સામાન્ય ઉન્નતિ તથા વિકાસને વિરોધી ન હોવા જોઈએ. હિંદ સામ્રાજ્યનો ભાગ છે, અને સામ્રાજ્યની તથા હિંદની સરકારોનો નિશ્ચય સભ્ય જગતને એ સાબિત કરી બતાવવાનો છે કે બ્રિટન હિંદને હિંદીઓના લાભ અર્થે રાખી રહ્યું છે. પરંતુ, જો હિંદના ગીચ વસ્તીવાળા જિલ્લાઓની વધારાની વસ્તી ઓછી કરીને તેમને રાહત પહોં ચાડવા કંઈ ન કરવામાં આવે તો એ સાબિત ન થઈ શકે. અને આ વસ્તુ એ જિલ્લા- ઓમાં વસતા હિંદીઓને વિદેશગમન કરવાનું ઉત્તેજન આપવાથી જ થઈ શકે. હિંદની વધારાની વસ્તીને બળજબરીથી બીજા દેશ પર લાદવાની બ્રિટનને સત્તા નથી, ને તેની ઇચ્છા પણ નથી. પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના કોઈ પણ ભાગમાં જ્યાં સમાજનો એક વર્ગ હિંદી રૈયતને લાવવા માગતો હોય ત્યાં તે જ ભાગના અન્ય વર્ગના હુકમથી હિંદીઓ માટે દરવાજા બંધ કરવા દેવાની ના પાડવાની સત્તા બ્રિટનને અવશ્ય છે. અને નાતાલને લાગેવળગે છે ત્યાં સુધી, હિંદી મજૂરો માટે હિંદ પર જે સંખ્યાબંધ માગણીપત્રકો જાય છે, તે જોતાં એમ કહી શકાય છે કે જો એવું કંઈ બને કે જેથી મજૂરો અહીં આવતા અટકી જાય તો વધારે નુકસાન હિંદને નહીં પણ નાતાલને થશે.—સ્ટાર, શુક્રવાર, જાન્યુઆરી ૮, ૧૮૯૭. આ આખી કાર્યવાહીને અમે, કાંઈ નહીં તો, કવેળાની માનીએ છીએ, અને જે દેખાવો ટોળાંશાહીની દિશામાં વળે છે તે પર વિચાર કરતાં અમને ભય લાગ્યા વગર રહેતો નથી. . . . પોતે વાંકમાં ન આવે એ બાબત સંસ્થાને સાવચેતી રાખવી જોઈએ. બંધા રણીય ચળવળ સફળ થશે કે નહીં તે ચોક્કસપણે નક્કી કર્યા પહેલાં દેખાવો લઈ બેસવાથી કોઈ જાતની હિંસા ફાટી નીકળે તો વાંક આપણો જ નીકળે. દરમિયાન, અમે ફ્રી એક વાર ગરમ દળના નેતાઓને આગ્રહપૂર્વક વિનંતી કરીશું કે તેઓ જે જવાબદારીઓ વહોરે છે તે બરાબર જોઈવિચારીને વહોરે. - નાતા. કવfાર, ૫ જાન્યુઆરી, ૧૮૯૭, એમ કરવું આવશ્યક છે એવું ઉદ્દામ પક્ષના નેતાઓને લાગતું હોય તો તેમણે ભારે જવાબદારી ઉઠાવવી જોઈએ અને પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. . તેથી નાતાલને હવે વધુ એશિયાઈ જોઈતા નથી, એ હકીકત પર ભલે ભાર મુકાય પણ તેની સાથે સાથે, વસાહતીઓ સામે જે અન્યાય અને અઘટિત વર્તાવવા આક્ષેપો થયેલા છે તેને પણ શું વજન નહીં મળશે? નાતાજી જીવાતર, ૭ જાન્યુઆરી, ૧૮૯૭, અમે માનીએ છીએ કે સભામાં જે બે હજાર માણસો હાજર રહેલા કહેવાય છે તેમાંથી બહુ થોડા લોકો કોઈ ગેરકાયદે કૃત્ય કરવા તૈયાર થશે. એવી કોઈ કાયદેસર સત્તા મોજૂદ નથી કે જે કવૉરૅન્ટીનમાં રાખેલા એશિયાઈ લોકને પાછા મોકલી શકે; વળી, બ્રિટનની આમસભા હિંદી યતને સામ્રાજ્યના હરકોઈ ભાગમાં જતાં અટકાવવાના કોઈ કાયદાને