પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૬૨ ગાંધીજીનો અક્ષરદેહ વ્યક્તિઓ તરીકે, તેઓ કરકસરિયા હિંદી પાસેથી સસ્તો માલ લેવા ખુશી છે; પણ સમાજ તરીકે તેમને પોતાનામાં વિશ્વાસ નથી ને અંદરોઅંદર એકબીજા ઉપર પણ નથી. દુ:ખની વાત એ છે કે ચળવળખોરોના વાંધાઓનો પાયો જ ખોટો છે. સાચી ફરિયાદ આર્થિક છે. સામાન્ય લોકને તેનો સિદ્ધાંત સમજાતો નથી, પણ વ્યવહારમાં તેનો અનુભવ થાય છે. નક્કરમાં નક્કર અને અત્યંત શાંતિપૂર્ણ માર્ગ એ છે કે વેપાર-રક્ષક મંડળો સ્થાપવાં, જે માલની ઓછામાં ઓછી કિંમત અને મજૂરીના વધારેમાં વધારે દર વિષે આગ્રહ રાખે. . . ડરબન સુએઝની પૂર્વમાં નથી કારણ કે તે બંને લગભગ એક જ રેખાંશ ઉપર આવેલાં છે. ડરબનવાસીઓ એવા લોકોની કોટિમાં પ્રવેશતા લાગે છે કે જેમની વચ્ચે બાઇબલની દસ આજ્ઞાઓનું અસ્તિત્વ જ નથી, પછી સામ્રાજ્યના કાયદાઓની તો વાત જ શી? નગરના રસ્તાઓ પર એકબીજા પર ગોળી ચલાવીને સુધારા કરાવવા એ કાંઈ સંસ્કારી લોકની રીત નથી. જો અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એમને સખત લાગતા હોય તો, ઓછામાં ઓછું તેમણે કાયદાની મર્યાદામાં તો રહેવું જ જોઈએ. એ રીત તોફાનો કરવા કરતાં અને એક યુક્તિબાજ ચળવળખોર ‘હજાર હથિયારબંધ માણસો' ઊભાં કરે તે કરતાં વધારે સારી નીવડશે. પોતાના હિંદી સામ્રાજ્યના લાખો લોકોને અપમાનિત કરવાનું બ્રિટનને પોષાઈ શકે નહીં; ને તેમ કરવાની તેની ઇચ્છા પણ નથી, કેમ કે બ્રિટિશ ટાપુઓમાં વેપારી રક્ષણની નીતિને ઘોર પાપ ગણવામાં આવે છે અને મુક્ત વેપાર બાઇબલની દસ આજ્ઞાઓ પૈકી પ્રથમ ચાર અને છેલ્લી છની વચ્ચે કયાંક આવે છે, જો ડરબનને સ્વતંત્રતા જોઈતી હોય તો તે તો માગતાંવેંત જ મળશે, પણ બ્રિટિશ ટાપુઓ કાયદા વિરોધી પ્રવૃત્તિ સહન કરી લેશે કે ગેરબંધારણીય ચળવળને ઉત્તેજન આપશે એવી આશા ડરબનવાસીઓએ રાખવી નહીં. — ડિર્સ ન્યૂસ, ૧૨ જાન્યુઆરી, ૧૮૯૭. નાતાલના લોકોએ હાલ તેમનાં મગજ પરનો કાબૂ ખોયો લાગે છે; ને ક્રોધથી ગાંડા જેવા થઈને પેલા બહુ વગોવાયેલા ‘કુલી’ લોક સામે તેઓ હિંસા આચરવા માગે છે. કોઈ સ્થાનિક કસાઈની સરદારી નીચે દેખાવો કરવાની યોજના થઈ છે, ને એ પોકાર આખા નગરે તથા સંસ્થાને ઝીલી લીધો છે. દેખાવો ગોઠવનારી આ મંડળીનો દરેક સભ્ય જાતે બંધાય છે કે પોતે ડક્કા પર જશે અને જરૂર પડયે બળજબરીથી એશિયાઈ લોકના ઉતરાણનો સામનો કરશે. એ લોકનું આ મૂર્ખાઈભરેલું સાહસ દયાજનક છે. વધારામાં વળી એમ કહેવાય છે કે દેખાવોમાં ભાગ લેનારા સાબિત કરવા માગે છે કે તેઓ દિલના સાચા છે, અને તોફાની ટોળું કરે તેથી ઊલટું, ડરબનવાસીઓ વ્યવસ્થિત છતાં પ્રભાવ- શાળી દેખાવો ગોઠવી શકે છે. માન્યતા એવી છે કે હિંદીઓ કિનારે ઊતરશે નહીં અને જો સ્ટીમરો તેમને બંદરમાં લાવશે તો, વિરોધ કરવા ઊભેલું ટોળુ જોતાં જ, સ્ટીમર પરના લોક ઊતરવાનો પ્રયાસ કરવાની નિરર્થકતા સમજી જશે. એ જે હોય તે, પણ હાલના દેખાવો સ્થિર મગજના અંગ્રેજ લોકની પ્રવૃત્તિને મળતા આવે તે કરતાં, વધારે તો લા માન્શાના નાઈટે (ડૉન કિવકઝોર્ટ) પવનચક્કી સામે ભાલો તાકી મૂકેલી ગાંડી દોટ જેવા જણાય છે. સાંસ્થાનિકો પાગલ અને ઝનૂની બની ગયા છે, અને બીજી રીતે એમને મળી હોત એવી સહાનુભૂતિ ઘણુંખરું ખોઈ બેઠા છે. અમને કહેવામાં આવ્યું છે કે બ્રિટિશ સમાજ ઉશ્કેરાટની સ્થિતિમાં આવી જાય તેના કરતાં વધારે હાંસીપાત્ર બીજું કશું નથી. થૉમસ હૂડના શબ્દોમાં કહીએ તો, “જેમ આવડતના અભાવથી અનિષ્ટ નીપજે છે તેમ જ