પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૬૩ વિચારના અભાવથી પણ અનિષ્ટ નીપજે છે.” યુરોપિયનો હાલ જે પગલું લઈ રહ્યા છે એથી તેઓ પોતાના કાર્ય સામે નિ:શંક પૂર્વગ્રહ ઊભો કરે છે.—વિનોદ્દાનિસર્ગ ટાફમ્સ. નાતાલમાં હિંદીઓના પ્રવેશ સામે ઊઠેલો વિરોધ મિ. ચેમ્બરલેનની સાંસ્થાનિક ખાતાની કારકિર્દીનો ઓછા મહત્ત્વનો પ્રસંગ નથી. આ પ્રશ્નની અસર અવા મોટા હિત- સંબંધો પર થાય છે અને તે હિતસંબંધોને ગ્રેટ બ્રિટન સાથે એટલો ગાઢ રાંબંધ છે કે જો એમ કહીએ કે ઊભી થયેલી મુશ્કેલીનું નિવારણ મિ. ચેમ્બરલેનની કારકિર્દીનો ગંભીર- માં ગંભીર સવાલ છે તો તેમાં બહુ અતિશયોક્તિ નથી. રોકવામાં આવેલા એ મુસાફરો એક મહાન પ્રજાના પ્રતિનિધિઓ છે, અને એ પ્રજા એમ માનતાં શીખેલી છે કે આપણું રક્ષણ તથા પોષણ સલામત છે; અને જેમના હાથમાં એ સલામત છે તે જ લોકો હવે તેમને નવી ભૂમિ પર પગ માંડવા દેવા ના પાડે છે. સામ્રાજ્યની માનીતી દીકરી તરીકે પોતાને ગણવા માટે હિંદને ઉત્તેજન અપાતું આવ્યું છે, અને જુદા જુદા વાઈસરૉયોના તરંગી અમલ હેઠળ હિંદને પોતાની સ્વતંત્રતા પર ભાર મૂકવાનું એવી રીતે શીખવવામાં આવ્યું છે કે જે અશિક્ષિત પૂર્વના દેશોના લોકો માટે મનન કરવાનું અસ્વાસ્થ્યકર છે. સિદ્ધાંત અમલમાં ટકી શકયો નથી. કરકસરિયા હિંદીઓને દેશમાં એમ સમજીને લાવવા- માં આવ્યા હતા કે તેઓ દેશને સમૃદ્ધ કરવામાં સાંસ્થાનિકોને મદદ કરશે. પરંતુ હવે તેઓ પોતાના કરકસરિયા સ્વભાવને કારણે વેપારમાં તેમના ભયંકર હરીફ્ થઈ બેઠા છે, તેઓ અહીં વસીને પોતે ઉત્પાદક બની ગયા છે અને પોતાના જૂના શેઠને બજારમાંથી હાંકી મૂકે એવો ડર ઊભો થયો છે. આથી મિ. ચેમ્બરલેન સામે જે પ્રશ્ન રજૂ થયેલો છે તેનું નિરાકરણ સહેલું નથી. નૈતિક દૃષ્ટિએ, મિ. ચેમ્બરલેન હિંદીઓને પક્ષે રહેલા ન્યાયને ટેકો આપવા બંધાયેલા છે. આર્થિક દૃષ્ટિએ, વસાહતીઓના દાવાને તેમણે વાજબી ગણવો જ જોઈએ; રાજકીય દૃષ્ટિએ, કયા પક્ષને ટેકો આપવો એ નક્કી કરવાનું કામ કોઈ પણ માણસને માટે, મુશ્કેલ છે. – સ્ટાર, જોહાનિસબર્ગ, જાન્યુઆરી, ૧૮૯૭, ગુરુવારે બપોર પછી માર્કેટ સ્કૉરમાં જાહેર સભા મળવાની હતી તે ભેજવાળા હવામાનને કારણે ટાઉનહૉલમાં મળી હતી. એમાં સંખ્યા કે ઉત્સાહ બાબત કશી ઊણપ નહોતી. ટાઉનહૉલ ડરબનના પુરુષવર્ગથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. હૉલમાં મજૂર વર્ગના અને ધંધાદારી માણસો ખભેખભા મિલાવીને બેઠા હતા. એથી જનતાના સૌ વર્ગની એકમતી જણાઈ આવતી હતી. અને એશિયાઈ લોકથી સંસ્થાનને ભરી દેવાના વ્યવસ્થિત પ્રયત્નને અટકાવી દેવાના તેમના દૃઢ નિશ્ચયનો પુરાવો મળતો હતો. મિ. ગાંધી દર મહિને એકથી બે હજાર દેશવાસીઓને અહીં ઉતારવા માટે હિંદમાં સ્વતંત્ર એજન્સી સ્થાપે, અને અહીં નાતાલના યુરોપિયનો ચૂપચાપ હાથ જોડીને બેસી રહે એવું માની લેવામાં એમણે ભારે ભૂલ કરી છે, તેમને આવી યોજના વિના હરકતે પાર પાડવા દેવામાં આવશે એવું ધારી લેવામાં એઓ યુરોપિયન સ્વભાવને ખોટી રીતે સમજ્યા છે. એમની બધી હોશિયારી છતાં એમણે ભારે ભૂલ કરી છે અને તે ભૂલ એવી છે જેનાથી તેમનો ધારેલો હેતુ તદ્દન નિષ્ફળ જશે. તેઓ ભૂલી ગયા છે કે આ બ્રિટિશ સંસ્થાનની સૌથી બળવાન રાજકર્તા કોમ તરીકે અમને એક જવાબદારી સોંપવામાં આવી છે. અમારા પૂર્વજોએ તલવારથી આ દેશ જીત્યો હતો અને તેઓ તેને અમારા જન્મસિદ્ધ હક તથા વારસા તરીકે મૂકી ગયા છે. એ જન્મસિદ્ધ હક જેમ અમને સાંપાયો છે, તેમ