પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૬૪ ગાંધીજીનો અક્ષરદેહ અમારે તે અમારાં દીકરાદીકરીને સોંપવાનો છે. અમને આ મિલકત બધી બ્રિટિશ અને યુરોપિયન જાતિઓને માટે વંશપરંપરાગત મળેલી છે, અને જો અમે આ રળિયામણી ભૂમિ પર એવા લોકને પથરાઈ જવા દઈએ કે જેઓ લોહી, આચારવિચારની પરંપરા, ધર્મ અને જેને લીધે રાષ્ટ્રજીવન રાષ્ટ્રીય બને છે તે દરેક બાબતમાં અમારાથી જુદા પડે છે, તો અમને સેપેલી જવાબદારીને અમે સંભાળી ન શકયા એમ ગણાય. આ ભૂમિના આદિવાસીઓ- નાં હિતોના વાલી તરીકે અમારે માથે ભારે ગંભીર જવાબદારી રહેલી છે. નાતાલમાં પાંચ લાખ આદિવાસીઓ છે જેઓ બાળક પોતાના પિતા તરફ જુએ એ રીતે અમારા તરફ જુએ છે, અને ન્યાયની દૃષ્ટિએ સંસ્થાનના હકદાર મજૂરવર્ગ તરીકે નાતાલના આદિવાસી- ઓના હકોનું બને તેટલું રક્ષણ અમારે કરવું જોઈએ. પછી રહ્યા સંસ્થાનમાં આ અગાઉ આવેલા હિંદીઓ. તેમાંના ઘણાખરાને અમે અહીં લાવ્યા છીએ. ને એ જોવાની અમારી ફરજ છે કે એમના દેશજનોનો આવી રીતે ધસારો થતાં તેમને જે ગેરલાયકાતો અને ગેરલાભો ભોગવવાના આવે તે ન ભોગવવા પડે અને તેમને માટે આજીવિકા મેળવવાનું મુશ્કેલ ન બની જાય. અત્યારે સંસ્થાનમાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ હિંદીઓ છે, જે યુરોપિયનોથી વધારે છે અને અહીંની જરૂરિયાત માટે પૂરતા છે. આ બાબતમાં સરકારનું વલણ તો મિ. વાઇલીએ ગુરુવારે સાંજે બહુ સારી રીતે સમજાવ્યું હતું. ડૉ. મૅકેન્ઝીએ કહ્યું કે સરકારના કામકાજથી મને પૂરેપૂરો સંતોષ છે, સમિતિ ના બીજા સભ્યો પણ એ સંતોષની લાગણીમાં મારી સાથે છે. આ બાબતમાં સૌ એકમત હોવાથી અમે સાચા દિલથી આશા રાખીએ છીએ કે દેખાવો દરેક અર્થમાં શાંતિપૂર્ણ હશે. હિંદીઓને આથી પાઠ મળવો જોઈએ કે સંસ્થાનનાં દ્વાર જે લાંબા સમયથી ખુલ્લાં હતાં તે હવે બંધ થવાની તૈયારીમાં છે, અને તેઓ પોતાની પાછળ પોતાનાં સગાંવહાલાં તથા મિત્રજનોને અહીં આવવાની સલાહ અત્યાર સુધી આપતા તે હવે તેમણે આપવી નહીં જોઈએ. દેખાવો જો બરાબર કાબૂમાં રાખવામાં આવે અને નેતાઓએ દોરી આપેલો કાર્યક્રમ નક્કી કર્યા મુજબ પાર પાડવામાં આવે તો માત્ર દેખાવોથી કશું નુકસાન થાય એમ નથી. અમે અગાઉ દર્શાવી ગયા છીએ તેમ, માત્ર ટોળાંને સહેલાઈથી કાબૂમાં રાખી શકાતાં નથી ને તેથી નેતાઓને માથે ખાસ જવાબદારી રહે છે. પરંતુ આ કાબૂ રાખવાની પોતાની શક્તિમાં નેતાઓને વિશ્વાસ હોય એવું દેખાય છે, અને તેમણે ધક્કા પર જવાનો પોતાનો કાર્યક્રમ પાર પાડવાનો નિશ્ચય કરેલો છે. જો બધું સાંગોપાંગ પાર ઊતર્યું તો, દેખાવો તેટલે અંશે સરકારને વધુ નૈતિક પીઠબળ પૂરું પાડશે. આ ચળવળને લોકોનો ખરેખરો ટેકો છે તે પણ દેખાવોથી જણાઈ આવશે. મિ. વાઇલીએ બહુ સાચું કહ્યું હતું કે આપણી પાસે કેટલું બળ છે તે આપણે બતાવી આપવું જોઈએ એ ખરું, પરંતુ જે લોકો પોતાનું બળ દુરુપયોગ કર્યા વિના વાપરી શકે, તેઓ જ પોતાના હેતુઓ સિદ્ધ કરવામાં સફળ થાય છે. તેથી કાયદો અને વ્યવસ્થા અત્યંત સંપૂર્ણપણે જાળવવા બાબત જેટલો ભાર મૂકીએ તેટલો ઓછો છે. અંતિમ સફળતાનો આધાર જેટલો બીજી કોઈ ચીજ પર હોય તેટલો જ આ બાબત પર છે, અને અમને વિશ્વાસ છે કે દેખાવોની વ્યવસ્થા સંભાળનારાઓમાં એટલી સદ્બુદ્ધિ અને વિવેકશક્તિ છે કે તેઓ પોતાના અનુયાયીઓનો ઉત્સાહ એમની વિવેકબુદ્ધિને ઓળંગી ન જાય તેની કાળજી રાખશે. – ષિ નાતા મર્ક્યુરી, જાન્યુઆરી ૯, ૧૮૯૭. =