પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૬૫ રઈસ્ટ અને તાવરી સ્ટીમરો પરથી હિંદી મુસાફરોને ડરાવીને ઊતરતાં રોકવાના હેતુથી, ગયા પખવાડિયા દરમિયાન ડરબન ખાતે જે કાંઈ કહેવામાં આવ્યું હતું તથા કરવામાં આવ્યું હતું તે બાદ, ખુલ્લા દિલથી એ કબૂલ કરવું જોઈએ કે દેખાવોનો અંત શરમજનક આવ્યો છે. દેખાવોના મુખ્ય નેતાઓ જીતનો દાવો કરીને પોતાની હારને સ્વાભાવિક રીતે, છુપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ આખી વસ્તુ, તેના મૂળગત અને જાહેર કરવામાં આવેલા ઇરાદાને લાગેવળગે છે ત્યાં સુધી, પૂરેપૂરી નિષ્ફળ નીવડી છે. ઇરાદો નાતાલની ભૂમિને સ્પર્શ કર્યા વિના બંને સ્ટીમર પરના હિંદીઓને સીધા હિંદ પાછા ફરવાની ફરજ પાડવાનો હતો, એથી સહેજ પણ વધારે નહીં કે લેશમાત્ર ઓછો નહીં. તે ઇરાદો પાર પડયો નથી. . . . વર્તમાન કાયદાઓ કોઈ પણ દેશમાંથી આવનાર લોકોને અહીં પ્રવેશ કરવાની રજા આપે છે, તેમાં નાતાલના લોકો એકદમ પોતાના કોઈ મૂર્ખાઈભરેલા કાર્ય દ્રારા દખલ કરી શકે નહીં. અલબત્ત એ શકય હતું કે હિંદથી હાલમાં આવેલા લોકો સામે ઊભા કરાયેલા તાજેતરના દેખાવો તેમને ડરાવીને કાઢી મૂકવામાં સફળ થાત. પરંતુ, છેલ્લે નતીજો એવો આવ્યો હોત એમ ધારી લઈએ તોપણ, તેમાં દેખાવો કરનારાઓ માટે કશું ખરેખર મગરૂર થવા જેવું બન્યું ન હોત. અહીં વસેલા યુરોપિયનોને કે જેમને પોતાના ‘કુલી’ હરીફો પ્રતિ અણગમો પ્રગટ કરવાની તક મળવાથી ખૂબ જ ખુશ થયેલા અને ધિક્કારવાચક કિકિયારીઓ પાડતા, કાફર લોકની ટોળીની મદદ હતી તેમના હાથનો માર ખાવાની બીકે નાતાલના કિનારેથી અસહાય કુલીઓની નાની ટુકડી પાછી ભાગી ગઈ હોત તોપણ એ જીત શોકજનક જ ગણાત. એના કરતાં દેખાવોનો જે અંત આવ્યો છે તે ઘણો સારો છે. બુધવારને રોજ ડરબનમાં બનેલા બનાવોમાં ‘ખેદજનક’ વાત એક જ છે. તે છે શ્રી ગાંધી પર થયેલો હુમલો. શ્રી ગાંધીએ, ગિરમીટિયા હિંદીઓ પ્રત્યે નાતાલવાસીઓ ખરાબ રીતે વર્તે છે એવો આરોપ મૂકતું ચોપાનિયું પ્રસિદ્ધ કર્યું હોવાથી એમના પર નાતાલના લોકો ખૂબ ગુસ્સે થયા છે એ વાત સાચી. અમે એ ચોપાનિયું જોયું નથી, અને એમાં આક્ષેપો નાતાલીઓના આખા સમાજ પર મૂકવામાં આવ્યા હોય તો તેમાં કાંઈ વજૂદ નથી. પરંતુ નાતાલનાં ન્યાયાલયોમાં તાજેતરમાં ચાલી ગયેલા એક કેસ પરથી ચોખ્ખું જણાય છે કે ઓછામાં ઓછી એક જાગીર ઉપર તો અત્યંત જુલમ કરવાના દાખલા બનેલા છે; અને સુશિક્ષિત હિંદી તરીકે જો શ્રી ગાંધીને પોતાના દેશબંધુઓ તરફ થતા આવા વર્તાવ માટે ખૂબ લાગી આવતું હોય અને તેઓ તેનો ઉપાય કરવા માગતા હોય તો તેમને કંઈ દોષ ન દઈ શકાય. શ્રી ગાંધી પર થયેલા હુમલા બાબત . એટલું જ કે, જોકે એ હુમલો ટોળાંના પ્રતિષ્ઠિત ભાગમાંના કોઈએ કર્યો હોય એમ જણાતું નથી, તેમ છતાં જે નવયુવકોએ શ્રી ગાંધીને ઘાયલ કરવાનો પ્રયત્ન કર્યો તેઓ આ દેખાવો ગોઠવનારામાંના કેટલાક પ્રતિષ્ઠિત લોકોનાં અસાવધ ભાષણોથી જ ઉશ્કેરાયા હતા તેમાં શંકા નથી. શ્રી ગાંધી ગંભીર ઈજા પામતાં અથવા કદાચ મરતાં બચી ગયા તે પોલીસની સાવચેતીને લીધે . . . . પરંતુ એ સ્પષ્ટ છે કે દક્ષિણ આફ્રિકા સંક્રાંતિકાળની એક અવસ્થામાંથી પસાર થઈ રહ્યો છે, ઉક્ત નિષ્ફળ દેખાવો તેનું એક એંધાણ છે. આખો દેશ હજી છોકરમત દશામાં છે, અને છોકરાઓને પોતાની તકરારોનો નિવેડો શારીરિક બળના ખૂની પ્રયોગ દ્વારા કરવાનો શોખ હોય છે. આ રીતે જોઈએ તો, ગયા અઠવાડિયામાં ડરબનમાં બનેલા બનાવોને હસી કાઢી શકાય. પણ બીજી કોઈ પણ રીતે જોઈએ તો, તે સખત નિદાને પાત્ર છે, કેમ કે તે, માત્ર નાતાલને માટે જ નહીં પણ