પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ ઇંગ્લંડ, હિંદ અને સમગ્ર દક્ષિણ આફ઼િકાને માટે અગત્યના, અત્યંત જટિલ રાજકીય અને આર્થિક સવાલોનું અંતિમ નિરાકરણ કરવામાં મદદ કરવા કરતાં વિઘ્ન જ નાખે છે. – સ્ટાર, જોહાનિસબર્ગ, જાન્યુઆરી, ૧૮૯૭. જ્યારે હિંદીઓ સાથે વેપાર પુરબહારમાં ચાલે છે, ત્યારે નાવરી અને પુર પરના થોડાક સો મુસાફરોને ઊતરવાની ના પાડવાથી શો ફાયદો? ઘણાં વરસની વાત છે. (ઑરેન્જ) ફ઼ી સ્ટેટમાં ફૉસરાડનો વર્તમાન કાયદો અમલમાં આવ્યો તે પહેલાં, હેરી સ્મિથમાં આરબ લોકોએ સ્ટોર ખોલ્યા, અને જૂની જામેલી પેઢીઓ કરતાં એકદમ ત્રીસ ટકા છે ભાવે વેચાણ કરવા લાગ્યા. બોઅર લોકો રંગ સામે સૌથી વધારે બૂમ પાડે છે, છતાં આરબોને ત્યાં તેમની જ ભીડ જામતી. તેઓ સિદ્ધાંતની નિંદા કરતા હતા પણ નો ખિસ્સામાં મૂકતાં અચકાતા નહોતા. આજે નાતાલમાં મોટે ભાગે એ જ સ્થિતિ છે, ઉતારુઓમાં લુહારો, સુથારો, કારકુનો, છાપવાવાળા ઇત્યાદિ હોવાની વાત સાંભળીને “મજૂર- વર્ગા” ઉશ્કેરાયા અને જેમને જીવનનાં બીજા ક્ષેત્રોમાં પેલા સર્વવ્યાપી હિંદીના દબાણનો અનુભવ થતો હતો તેમણે તેમને નિ:શંક ટેકો આપ્યો. પરંતુ એમાંના કોઈને પણ કદાચ ખ્યાલ ન હતો કે તેઓ પોતે જ હિંદના વધારાના મજૂરોનું ધ્યાન નાતાલ તરફ ખેંચ- વામાં મદદરૂપ થયેલા છે. નાતાલમાં ખાણાના મેજને શોભાવનારાં શાકભાજી, મચ્છી અને ફળ ઉગાડનારા, પકડનારા ને વેચનારા કુલી લોક છે; ખાણાના મેજ પરની ચાદર પણ કુલી ધુએ છે, અને ઘણું કરીને મહેમાનોની તહેનાત પણ કુલી વેઇટર કરે છે, અને તેઓ કુલી રસોઇયાનું રાંધેલું ભોજન જમે છે. નાતાલના લોકોએ હવે પોતાના કામકાજમાં સુસંગતિ દર્શાવવી જોઈએ અને પોતાની જાતિના જ ગરીબ લોકો પાસે કામ લઈને હિંદી- ઓના બહિષ્કારની શરૂઆત કરવી જોઈએ અને તેમને આવતા અટકાવવાના કાયદા કરવાનું કામ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર છોડી દેવું જોઈએ. નાતાલ જ્યાં સુધી એશિયાઈ લોકને માટે આવું અનુકૂળ સ્થળ રહેશે અને નાતાલવાળા જ્યાં સુધી કાળી ચામડીવાળાની સસ્તી મજૂરીથી થતો નફો મેળવતા રહેશે, ત્યાં સુધી, કાયદા કર્યા વિના, અહીં આવ- નારાઓની સંખ્યા ઓછામાં ઓછી કરવાનું કામ, તદ્ન અશકય નહીં, તો મુશ્કેલ તો રહેવાનું જ. — શૈ. . ન્યૂસ, જાન્યુઆરી, ૧૮૯૭. હિંદી પ્રવાસીઓના ઉતરાણ સામે યોજાયેલા ડરબનના દેખાવો સાથે સંબંધ ધરાવતા સૌનું સદ્ભાગ્ય છે કે ડૉ. મૅકેન્ઝીનાં ઉશ્કેરણીભર્યાં ભાષણો તથા શ્રી સ્પાકર્સ અને તેના નવા અનુયાયી ડૉન ટેલરનાં વાગ્બાણોની નાતાલના સુંદર સંસ્થાનને, તેના પરેશાન રહે વાસીઓને અગર ખૂબ વગેવાયેલા કુલીઓને ઝાઝી અસર નથી થઈ. દેખાવો યોજનારા- ઓએ રોમન વિદૂષકનો પાઠ ભજવવા પ્રયત્ન કર્યો, ને પોતે પોતાની જ તરવાર પર પડતું નાખી મરણ શરણ થયા. સદ્ભાગ્યે કહી શકીએ છીએ કે કશું વધારે ગંભીર બન્યું નથી. પણ જેમણે લોકને એકઠા કરવાનું જોખમભરેલું કામ માથે લીધું તેમની મૂર્ખાઈ ડરબનના ટોળાનાં છેવટનાં પગલાંમાં જેવી ઉઘાડી પડી તેવી આ બધા કોલાહલમાં બીજી કોઈ વખતે નથી પડી. કુલી મુસાફરોના ઉતરાણને અટકાવવાના પોતાના પ્રયાસોમાં નિષ્ફળ નીવડેલું, અને પોતાના દેખાવો કંઈક અંશે માત્ર ફારસ સમાન બની ગયા તેથી માન- હાનિ પામીને દુ:ખથી સમસમનું ટોળું મિજાજ ગુમાવીને હિંદી બૅરિસ્ટર શ્રી ગાંધી તરફ વળ્યું. નાતાલીઓની નજરે તેમનો ખરાબમાં ખરાબ ગુનો એ લાગે છે કે તેમણે પોતાના