પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૬૮ ગાંધીજીનો અક્ષરદેહ કામકાજથી શું ખાવા? એશિયાઈ ધસારાને રોકવાની આવશ્યકતાનું મહત્ત્વ દેખાવોએ બતાવી આપ્યું છે, એમ કહેવામાં આવે તો અમારો જવાબ એ છે કે એ તો એટલા જ જોરથી જાહેર સભાઓએ બતાવી આપ્યું હતું, અને તેને સૌનો ટેકો હતો. લોકો અંતરથી શું ઇચ્છે છે તે દેખાવોએ બતાવી આપ્યું છે, એવી દલીલ કરવામાં આવે તો એ વિધાન સાથે અમે સંમત થઈ શકતા નથી, કેમ કે અઠવાડિયા પહેલાં જે ખાતરીઓ આપવામાં આવી હતી, બરાબર તે જ ખાતરીઓ સરકારના પ્રતિનિધિએ એકઠા થયેલા લોકોને આપી અને તેઓ વીખરાઈ ગયા. ત્યારે સરકારે આ સવાલનો નિવેડો લાવવા માટે કાયદો કરવાનું વચન આપેલું. મિ. એસ્કમ્બે ગઈ કાલે ફરીથી એવી જ ખાતરી આપી, પણ એથી વધારે કંઈ વચન નથી આપ્યું. તેઓ નથી પાર્લમેન્ટની ખાસ બેઠક બોલાવવા કબૂલ થયા કે નથી તેમણે હિંદીઓને પાછા મોકલવાનું વચન આપ્યું. હકીકત તો એ છે કે હવે સિમિત જાહેર કરે છે કે તેઓ ાખી બાબત સરકાર પર છોડી દેવા તૈયાર છે. અને તેમ કરવાને માટે અઠવાડિયા પહેલાં જે કારણ હતું તેથી વધારે કારણ હાલ કાંઈ નથી; અને દેખાવોનો જાહેર કરવામાં આવેલો હેતુ પણ સિદ્ધ થયો નથી. ઘણા લોક આ પ્રસંગને માત્ર ફારસરૂપ - ... - પોકળ ધમકી — ગણે છે અને માને છે કે હવે બીજા આવા દેખાવોમાં ડરબનવાસીઓ હાજર રહેવા બહુ તૈયાર નહીં થાય, એ વાત જાણીને અમને નવાઈ નથી લાગતી. . . . એ અઠવાડિયા દરમ્યાન સરકારે પોતાનું કર્તવ્ય અને પોતાના અધિકાર સમિતિને લગભગ સોંપી દીધાં હતાં, એ વસ્તુ એવી અસાધારણ હતી કે એ બધું પૂર્વયોજિત હોવાની શંકા આવ્યા વગર રહેતી નથી. પ્રસ્તુત સવાલની બાબતમાં તો, એ આપમેળે નિમાયેલી સમિતિ ખરેખર એક કામચલાઉ સરકાર જ બની બેઠી હતી. સ્ટીમરોની આવજાનું નિયમન એ સિમિત કરતી હતી, અને જેમને તેના સભ્યો જેટલો જ વસવાનો હક છે તેમને આપણે કિનારે ઊતરવાની “રજા” આપવાન-આપવાનો હક પચાવી બેઠી હતી. તેનો ઇરાદો હિંદીઓને પૈસા આપી પાછા કાઢવાનો અને તેને માટે લોકો પાસેથી ફંડ એકઠું કરવાનો હતો. આ બધો વખત સરકારે બેઠાં બેઠાં જોયા કર્યું, મુસાફરોને રક્ષણ આપવા કશી તૈયારીઓ ન કરી, અને જેવોતેવો નામનો વિરોધ કરી સંતોષ માન્યો. સમિતિએ જે માર્ગ લીધો તે ન્યાયસર હતો કે નહીં એ વિવાદમાં અમે અત્રે ઊતરવા માગતા નથી. સમિતિના સભ્યો- ને લાગેલું કે તે ન્યાયસર હતો. પણ તેથી એ હકીકત ખોટી ઠરતી નથી કે સિમિતએ હકીકતમાં અને તદ્દન ગેરકાયદે, સરકારનું સ્થાન લઈ લીધું હતું. વાટાઘાટોની લાંબી હારમાળા ચાલી, જે દરમ્યાન જાહેર જનતાને નિરંતર ઉશ્કેર્યા કરી છેલ્લી ઘડીએ બ્યૂગલ વાગ્યું, ને કરવા કે મરવાની તૈયારી સાથે આખું ડરબન ધક્કા પર ધસી ગયું. પછી, અલબત્ત તદ્દન આકસ્મિક રીતે, બરાબર મનોવૈજ્ઞાનિક પળે ઍટર્ની જનરલ શાંતગંભીર ભાવે આવીને ખડા થયા અને તેમણે લોકોને સારી રીતે વર્તવાની સલાહ આપી અને કહ્યું કે જે આવશ્યક હશે તે બધું હું કરી લઈશ — “તમારી નજર તમારા એસ્કમ્બ પર રાખજો, અને એ તમને પાર ઉતારશે.” સમિતિએ જણાવ્યું કે અમને સરકાર વિરુદ્ધ થઈ કશું જ કરવાનો જરાયે ખ્યાલ ન હો, ને અમે વાત સરકાર હસ્તક છોડી દેવા તદ્દન રાજી છીએ. નામદાર સમ્રાજ્ઞી માટે હર્ષના પોકારો થયા ચારે તરફ આભારનું વાતાવરણ જામ્યું– સૌ આનંદથી પોતપોતાને ઘેર જવા લાગ્યા દેખાવો કરનારા સૌ જેટલા જલદી એકઠા થયા હતા તેટલા જ જલદી વેરાઈ ગયા. ને હવે ભુલાઈ ગયેલા પેલા હિંદીઓ શાંતિથી કિનારે