પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૭૦ ગાંધીજીનો અક્ષરદેહ ઘા કરીને અને જે ઘરમાં તેને રાખવામાં આવ્યો હતો તે ઘર પર જંગલી હુમલો કરીને ઠાલવ્યો. — ત્રેપ ગાર્મસ, જાન્યુઆરી, ૧૮૯૭. દેખાવોમાં કેટલાક સો કાફરોના ટોળાની હાજરી વિશે ખુલાસો નથી થયો. એનો અર્થ શું એવો હતો કે ગોરાઓ અને આદિવાસીઓનું હિત એક ને સમાન છે? જે એમ નહીં તો, પછી એ બીજી શાની નિશાની હતી? એક વસ્તુ પર જાહેર પ્રજામત સર્વ સંમત છે. એણે તારવેલાં અનુમાન બાબતમાં અન્યાય થતો હોય એવું બને. પરંતુ એ હકીકત જેમની તેમ રહે છે કે લોકો એ વાત કદી નહીં માને કે સરકાર અને આ અદ્ભુત ચળવળના નેતાઓ વચ્ચે એ આખો પ્રસંગ કાવતરારૂપ ન હતો પણ આપમેળે બની બેઠેલી સિમિત એ કાવતરામાં નિષ્ફળ ગઈ. પ્રસંગ તો મજેદાર નાટકી હતો. પ્રધાન- મંડળે પોતાની સત્તા એક એવી સમિતિને સોંપી દીધી જે જનતાની પ્રતિનિધિ હોવાનો દાવો કરતી હતી. તેમણે કહ્યું, તમે જે કાંઈ કરો, તે બંધારણીય રીતે કરો. એ સંદેશો બધે પહોંચાડવામાં આવ્યો. અને બંધારણીય કામગીરીના જાદુની અસર પણ થઈ, પરંતુ તેનો અર્થ શો હતો તે આજ સુધી કોઈ સમજ્યું નથી. પ્રધાનમંડળે બંધારણ પ્રમાણે કામ કર્યું અને વચન આપ્યું કે જો શાંતિનો ભંગ થશે તોપણ વચ્ચે નહીં પડીએ; અમે તો ફક્ત ગવર્નર પાસે જઈશું ને કહીશું કે અમને અમારા પદ પરથી છૂટા કરો. સિમિત પણ તદ્દન બંધારણીય રીતે વર્તી અને તેણે બ્રિટિશ યતને બ્રિટિશ સંસ્થાનમાં ઊતરતી, બળજબરીથી રોકવા માટે આદિવાસીઓ સહિતનું એક વ્યવસ્થિત સૈન્ય ઊભું કર્યું. નાટકનો છેલ્લો અંક ફુરજા પર ભજવાયો. તેમાં સમિતિએ પોતાની સત્તા મિ. એસ્કમ્બને પાછી સોંપી, સરકારને પાછી સ્થાપિત કરી, ને સૌ કોઈ સંતોષથી ઘેર ગયા. સમિતિએ સજજડ હાર તો ખાધી, પણ દાવો કર્યો કે નૈતિક વિજય અમારો છે. પ્રધાનમંડળે પણ પોતાની ‘એક જ ભૂમિકા' પર નાચ્યા કર્યું. અને હિંદીઓ, જેમને કદી ઊતરવા દેવામાં આવનાર નહોતા, તેઓ ટોળું વીખરાતાંની સાથે, એકીસાથે ઊતરી ગયા. — fધનાતાજી વિટનેસ, જાન્યુઆરી, ૧૮૯૭. મિ. વાઇલીએ ડરબનની સભામાં મિ એસ્કમ્બે પ્રતિનિધિમંડળને જે જે કહેલું તે કહી બતાવેલું. તેમાંથી કશાનો પણ વિરોધ કરવામાં નથી આવ્યો, એનો ઇનકાર તો નથી જ થયો. ત્યારે એટલી વાત તો હવે ચોપડે ચડી ચૂકી છે કે ડરબનમાં ધાંધલનો જરાક જેટલો દેખાવ થતાં, પ્રધાનમંડળે ઠરાવ કર્યો કે ટોળાંનો કાયદો સર્વોપરી થવો જોઈએ. “અમે ગવર્નરને કહીશું કે સરકારની લગામ તમારે તમારા પોતાના હાથમાં જ લેવી પડશે.” નવી સામાન્ય ચૂંટણીઓ નજીક આવતી જાય છે તે તો દરેક જણ જાણે છે. પણ કોઈનેય એવો તો ખ્યાલ નહીં જ આવ્યો હોય કે મત મેળવવા માટે કોઈ પણ પ્રધાનમંડળ એટલું નીચું ઊતરી પડે કે એ એક મોટા શહેરની જનતાને કાયદો તોડવાની છૂટ આપી દે. –fધ નાતાજ વિટનેસ, જાન્યુઆરી, ૧૮૯૭. તમે ગિરમીટિયા હિંદીઓને સેંકડોની સંખ્યામાં અહીં લાવતા રહો અને સાથે સાથે મુક્ત હિંદીઓને આવતા બંધ કરી દો એ બની નહીં શકે; એ રીતે તો તમારે નિરાશ થવું પડશે. — fપ્રટોરિયા પ્રેસ, જાન્યુઆરી, ૧૮૯૭. = હિંદી-વિરોધી ચળવળના પ્રણેતાઓ અને મિ. એસ્કમ્બ વચ્ચેની મુલાકાતના મિ. વાઇલીએ આપેલા અહેવાલ અનુસાર તો, આ બાબતમાં સરકારનું વલણ ગંભીર ટીકાને