પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૭૧ પાત્ર જણાય છે. મિ. વાઇલીનો હેવાલ જોકે અસ્પષ્ટ શબ્દોમાં હતો છતાં એ પરથી એટલું સ્પષ્ટ જણાય છે કે સિમિત ગેરકાયદે કામ કરવા માગતી હતી. સમિતિએ વળી કહેલું કે, અમે માનીએ છીએ કે “આ સંસ્થાનની સરકારના પ્રતિનિધિ તરીકે અને સારા અધિકારી તરીકે તમારે અમારો સામનો કરવા બળ વાપરવું પડશે.” આનો મિ. એસ્કમ્બે એવો જવાબ આપ્યો કહેવાય છે કે, “અમે એવું કાંઈ કરવાના નથી. અમે તમારી સાથે છીએ અને તમારો સામનો કરવા જેવું કશું અમે કરનાર નથી. પરંતુ જો તમે અમને એવી પરિસ્થિતિમાં મુકશો તો અમારે સંસ્થાનના ગવર્નર પાસે જઈને કહેવું પડશે કે આ સંસ્થાન- ની લગામ સંભાળી લો, કારણ કે અમે હવે સરકાર ચલાવી શકીએ એમ નથી અને તમારે કોઈ બીજા માણસો શોધવા જોઈશે.” આ અહેવાલ મુજબ, સરકારે અત્યંત વખોડવા- લાયક નિર્બળતાનો સ્વીકાર કર્યો છે. જયારે કોઈ પ્રધાનને કહેવામાં આવે કે અમુક લોકો કોઈ ગેરકાયદે કૃત્ય કરવા ઇચ્છે છે, ત્યારે એક પળવાર પણ અચકાયા વિના તેણે પોતાના મુલાકાતીઓને જણાવી દેવું જોઈએ કે કાયદા સાથે જરાયે ચેડાં નહીં કાઢવા દેવાય. અને જો એવો પ્રસંગ હોય તો પ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવું જોઈએ કે કોઈ પણ ભોગે, સર્વ ઉપલબ્ધ સાધનો વડે, કાયદાનું રક્ષણ કરવામાં આવશે. પણ એથી ઊલટું, મિ. એસ્કમ્બના કહેવાની મતલબ તો એ હતી કે સરકાર એ કાયદા વિરુદ્ધ કામગીરી અટકાવવા માટે કંઈ નહીં કરે. જે લોક જાહેર રીતે કહે છે કે હિંદી વસાહતીઓનું યોગ્ય સ્થાન હિંદી મહાસાગર છે, તેમના હાથમાં આમ રમી જવું એ સત્તાધારી સરકારના સભ્યમાં દુ:ખદ નિર્બળતા બતાવે છે. —fધ ટામ્સ યાદ નાતાજી, જાન્યુઆરી, ૧૮૯૭. ઉપરના ઉતારા પર કશી ટીકા કરવાની જરૂર નથી. લગભગ દરેક વર્તમાનપત્રે દેખાવોને વખોડી કાઢયા છે, તેમણે એમ પણ જણાવ્યું છે કે સરકારે સમિતિની કામગીરીને ઉત્તેજન આપ્યું હતું. આપના અરજદારો અત્રે એટલું કહી દેવા ઇચ્છે છે કે ત્યાર બાદ દેખાવોના નેતાઓએ તેમની અને સરકારની વચ્ચે કોઈ છૂપો કરાર થયો હોવાનો ઇનકાર કર્યો છે. પરંતુ એટલી તો હકીકત રહે છે અને તે ઉપરના ઉતારાઓથી સ્પષ્ટ થાય છે, કે જો સરકારે મિ. વાઇલીએ પોતાની અને મિ. એસ્કમ્બની વચ્ચે થયેલી વાતચીત બાબત કરેલા વિધાનનો ઇનકાર કર્યો હોત, તથા જાહેરમાં જણાવ્યું હોત કે મુસાફરોને સરકારી રક્ષણનો અધિકાર છે એટલું જ નહીં પણ તેમને તે રક્ષણ આપવામાં આવશે, તો દેખાવો કદી થવા પામ્યા ન હોત. સરકારના મુખપત્રે કહ્યું છે તે પ્રમાણે, જ્યારે ચળવળ વધતી જતી હતી ત્યારે સરકારે “ચળવળને પોતાના રક્ષણ તથા કાબૂ હેઠળ રાખી હતી.” ખરેખર, એ લખાણ પરથી તો એવું જણાય છે કે, જો ટોળાને વ્યવસ્થિત અને કાબૂ હેઠળ રાખી શકાય, તો આવા દેખાવો થાય તે વાસ્તે સરકાર ઉત્સુક હતી જેથી મુસાફરોને બોધપાઠ મળે. નાતાલ સરકાર પ્રત્યે ભારેમાં ભારે માન સાથે, ઓછામાં ઓછું એટલું તો કહી શકાય કે એક બ્રિટિશ સંસ્થાનની સરકાર આવી ડરાવી કાઢવાની રીતને મંજૂર કરે યા તેને ઉત્તેજન આપે એ નવો અનુભવ છે અને તે બ્રિટિશ રાજ્યબંધારણના અત્યંત પ્રિય સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આપના અરજદારોના નમ્ર અભિપ્રાય મુજબ, દેખાવોનું પરિણામ આખા સંસ્થાનના હિતની દૃષ્ટિએ, તેમ જ હિંદી કોમ જે પોતે યુરોપિયન બ્રિટિશ પ્રજાજનો જેટલી જ બ્રિટિશ સામ્રાજ્યનો એક ભાગ હોવાનો દાવો કરે છે, તેની દૃષ્ટિએ આફતકારક નીવડયા વગર રહેશે નહીં. બે કોમ વચ્ચે પેદા થયેલી વૈમનસ્યની લાગણીઓને દેખાવોએ કયારનીયે તીવ્ર બનાવી છે. તેણે યુરોપિયન સાંસ્થાનિકોની નજરમાં હિંદીઓનો દરજ્જો નીચો ઉતાર્યો છે. તેને કારણે 6Y