પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ.

દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ હિંદીઓને પડતાં કષ્ટ તથા તેમના મિત્રને પોલીસે પકડયા. નવ વાગ્યા પછી બહાર નીકળવાના આરોપ માટે તેમને પોલીસ થાણે લાવવામાં આવ્યા ત્યારે અધિકારીઓ તરત સમજી ગયા કે તેમની ભૂલ થઈ છે. તેમણે શ્રી અબુબકરને કહ્યું કે અમે તમારા જેવા પ્રતિષ્ઠિત પુરુષને પકડવા માગતા નથી. પછી તેમને પૂછ્યું કે, વેપારી ને મજૂર વચ્ચે ભેદસૂચક કોઈ નિશાની બતાવી શકશો? શ્રી અબુબકરે પોતાના ઝભ્ભા તરફ આંગળી કરી, ને ત્યારથી પોલીસ અને પ્રજા વચ્ચે મૂક સમજૂતી ચાલે છે કે જેમણે ઝભ્ભો પહેર્યો હોય તેમને તેઓ નવ વાગ્યા પછી બહાર નીકળ્યા હોય, તોપણ પકડવા નહીં. પરંતુ તામિલ બંગાળી વેપારીઓ પણ છે જેઓ એટલા જ પ્રતિષ્ઠિત છે; તેઓ ઝભ્ભો પહેરતા નથી. વળી કેળવાયેલા જુવાન હિંદી ખ્રિસ્તીઓ છે-તે એ અત્યંત લાગણીપ્રધાન વર્ગ છે– જેઓ ઝભ્ભા પહેરતા નથી. તેમની કનડગત સતત થયા કરે છે. હમણાં ચાર મહિના પહેલાં જ એક સુશિક્ષિત, રવિવારના ધાર્મિક વર્ગના શિક્ષક એવા યુવાન હિંદીને અને બીજા એક શિક્ષકને પકડવામાં આવ્યા હતા. તેમણે ઘણું કહ્યું કે અમે અમારે ઘરે જઈએ છીએ, પણ તેમ છતાં તેમને આખી રાત પૂરી રાખવામાં આવ્યા. મૅજિસ્ટ્રેટે એમને છોડી મૂકયા પણ પૂરતું આશ્વાસન મળતું નથી. એક હિંદી શિક્ષિકા બહેન જે લેડીસ્મિથ ખાતે હિંદી દુભાષિયાનો હોદ્દો ધરાવનાર સજ્જનનાં પત્ની છે, તે થોડા સમય પર રવિવારે સાંજે દેવળથી પાછાં ફરતાં હતાં ત્યારે બે કાફર પોલીસોએ એમને પકડયાં, ને જાતજાતની ગાળો દીધી તેની વાત જવા દઈએ, પણ એવી ધક્કાધક્કી કરી કે તેમનાં કપડાં મેલાં થયાં. તેમને એક કોટડીમાં પૂરવામાં આવ્યાં. જ્યારે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે એ કોણ છે તે જાણ્યું ત્યારે એમને તરત જ છોડી મૂકયાં. બેશુદ્ધ હાલતમાં તેમને ઘેર લઈ જવામાં આવ્યાં. એ હિંમતવાન બાઈએ ધરપકડ માટે કૉર્પોરેશન ઉપર નુકસાનીનો દાવો માંડયો. વડી અદાલતે તેને નુકસાની તરીકે વીસ પાઉન્ડ તથા દાવાનું ખર્ચ અપાવ્યું. મુખ્ય ન્યાયા- ધીશે ટીકા કરી કે એમની સાથેનો વર્તાવ “અન્યાયી, કઠોર, આપખુદ અને જુલમી” હતો. પરંતુ આ ત્રણ મુકાનું પરિણામ એ આવ્યું છે કે કૉર્પોરેશનો હવે વળી વધારે સત્તા મેળવવા અને કાયદામાં સુધારો કરાવવા માટે બુમરાણ કરે છે, જેથી ચોખ્ખા શબ્દોમાં કહીએ તો, બધા જ હિંદીઓને, પછી તે ગમે તે સ્થિતિના હોય, આ નિયંત્રણો લાગુ પાડી શકાય, અને ૧૮૯૪નું ઇમિગ્રેશેન બિલ પસાર કરતી વખતે એક સભ્ય કહ્યું હતું તેમ “હિંદીઓનું જીવન નાતાલ સંસ્થાન કરતાં એમના પોતાના દેશમાં વધારે સુખસગવડવાળું કરવાનો સંસ્થાનનો હેતુ” બર આવે. બીજા કોઈ પણ દેશમાં આવાં દૃષ્ટાંતોથી યોગ્ય માનસ ધરાવનાર સૌનો સમભાવ જાગ્રત થયો હોત અને ઉપરોક્ત ચુકાદો આનંદથી વધાવી લેવામાં આવ્યો હોત. આઠેક માસ પહેલાં વીસ હિંદી મજરો માથે શાકભાજીના ટોપલા લઈ ડરબનના બજાર તરફ જતા હતા. માથા પરના ટોપલા તેઓ રખડુ નહોતા તેનો પૂરતો પુરાવો હતો. ઉપરોક્ત કાયદા હેઠળ મળસકે ચાર વાગ્યે એમની ધરપકડ થઈ. તેમની સામે પોલીસે જુસ્સાપૂર્વક દલીલો કરી. બે દિવસ કેસ ચાલ્યા પછી મૅજિસ્ટ્રેટ એમને છોડી તા મૂકથા, પણ એ બિચારાઓને કેટલા નુક- સાનમાં ઉતાર્યા! તેઓ પોતાની આખા દિવસની કમાણીની આશા પોતાને ખભે લઈને જતા હતા, તે તો ગઈ જ. તે ઉપરાંત હું માનું છું કે, તેમને બે દિવસ જેલમાં રહેવું પડયું અને પોતાના વકીલને ફી આપવી પડી. સવારે વહેલા ઊઠી કામે લાગવાની હિંમત કરવા માટે, ઉદ્યોગી થવા માટે કેવો યોગ્ય પુરસ્કાર! અને મિ. ચેમ્બરલેન સાચી ફરિયાદોના દાખલા માગે છે! નાતાલમાં પાસ પ્રથા ચાલે છે. દિવસે કે રાતે કોઈ પણ હિંદી પોતે કોણ છે તે દર્શાવતો પાસ રજૂ ન કરી શકે તો ધરપકડને પાત્ર છે. આનો હેતુ ગિરમીટિયા હિંદીઓને નાસી છૂટતા