પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૭૩ આપના અરજદારોની અરજ છે કે દેખાવો બાબતમાં એક બીજી ઘટના પણ ધ્યાન આપવા લાયક છે, અને તે ઘટના છે બંદર પર થયેલી આદિવાસીઓની જમાવટ. તેનો ઉલ્લેખ પહેલાં થઈ ગયો છે; છતાં પરિસ્થિતિની ગંભીરતાનો વધુ સારો ખ્યાલ, ડરબનના એક અગ્રણી નાગરિક મિ. જી. એ. ડી. લેબિસ્ટરે ટાઉન કાઉન્સિલને લખેલા નીચેના પત્ર પરથી અને તેના પર સરકારી મુખપત્ર નાતાજી મયુરીએ કરેલી નોંધ પરથી આવશે. ‘સજ્જનો, — ગઈ કાલે દેખાોમાં ભાગ લેનાર આદિવાસીઓનું તોફાની વર્તન ચિંતાની નજરે જોનાર ઘણા સભ્યોમાં હું પણ હતો. ધક્કે જવાના માર્ગ પર આદિવાસી- ઓની કેટલીય ટોળીઓ, લાકડીઓ વીંઝતી અને મોટેથી બરાડા પાડતી, ફૂટપાથનો કબજો લઈને ઊભી હતી, તથા ધક્કા ઉપર આશરે ૫૦૦ કે ૬૦૦ જુવાનિયાઓ, મોટે ભાગે ખાસ કોટમાં સજ્જ થયેલા, લાકડીઓથી પૂરા સજ્જ થઈને ગાતા તથા બરાડા પાડતા એકઠા થયા હતા. દેખીતી રીતે, તેઓ સુલેહશાંતિનો ભંગ કરવાનો નિશ્ચય કરીને આવ્યા હોય તેમ લાગતું હતું. આ ખેદજનક બનાવની વિગતો સહેલાઈથી મળે એમ છે. કાલની કામગીરીની આદિવાસીઓ પર એકંદરે થયેલી અનિષ્ટ અસર વધતી જશે અને એથી જાતિદ્વેષને ઉત્તેજન મળશે, સિવાય કે, આ પ્રકારનું વર્તન ચલાવી લેવામાં નહીં આવે એવું, આ નગરના કાયદો તથા વ્યવસ્થાના પાલકો તરીકે આપનું માનનીય મંડળ જાહેર કરવાનાં પગલાં એકદમ લે. દાખલા તરીકે, થોડા સમય પર પોલીસ સાથેના તેમના કજિયા દરમિયાન રેસ-કોર્સ પર આદિવાસીઓ એકઠા થઈ ગયેલા તે પ્રસંગે બન્યું હતું તેમ ગઈ કાલના દેખાવો દરમિયાન તેમને એકઠા કરવાનું મોટા સંકટનું કારણ થઈ પડે, એ સહેલાઈથી સમજી શકાય એવું છે. મારો નમ્ર અભિપ્રાય છે કે ગઈ કાલના દેખાવોમાં આદિવાસી લોકની હાજરીએ ડરબનના શુભ નામને બટ્ટો લગાડયો છે, જે એકદમ ભૂંસી નાખવાની આપની ફરજ છે; અને હું કહેવાની હિંમત કરું છું કે જો આ બાબતમાં આપ સખત હાથે કામ લેશો તો, આપના શહેરીઓનો ઘણો મોટો ભાગ તેને સંતોષની નજરે જોશે. માનપૂર્વક હું સૂચવું છું કે, પ્રથમ પગલા તરીકે, નગરપાલિકાએ તપાસ કરાવવી જોઈએ કે આ આદિવાસીઓને એકત્ર કરવા માટે, તથા ઉપરોક્ત પ્રસંગે તેમના વર્તન તથા નિયંત્રણ માટે જવાબદાર કોણ હતું; અને વિશેષમાં આવો બનાવ ફરી ન બને તે માટે હાલના કાયદા આ અનિષ્ટને પહોંચી વળવા પૂરતા ન હોય તો ખાસ પેટાકાયદા પસાર કરવા જોઈએ. આની વધારે જરૂર એટલા માટે છે કે અત્રે નિર્દેશેલી હકીકતો દ્વારા જે તોફાની અને ભયંકર લોકો એકઠા થઈ ગયા હતા તેનો માનનીય ઍટર્ની જનરલે કશો ઉલ્લેખ કર્યા નથી. પરંતુ મને વિશ્વાસ છે કે મેં અને અન્ય જનોએ જે દૃશ્ય જોયું હતું તે એમને જોવા મળેલું નહીં તેથી જ એમણે આ અફસોસકારક વાતનો નિર્દેશ કર્યો નથી. હું માનું છું કે એ કોટવાળા જુવાનોને સહેલાઈથી શોધી શકાય એમ છે; બીજા તો સમિતિના સભ્યોના નોકરો હતા, ને તે સભ્યો પૈકી એકે આ પ્રસંગનો લાભ લઈ પોતાની પેઢીની જાહેરાત કરવા પોતાની દુકાનના છોકરાઓને દરેકને બે કે ત્રણ લાકડીઓથી સજ્જ કરીને, એમની પીઠ પર ચળકતા અક્ષરમાં પોતાની પેઢીનું નામ દર્શાવીને મોકલી આપ્યા હતા.'