પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ બુધવારના રોજ દેખાવો માટે લાઠીઓથી સજજ થયેલા આદિવાસી સમૂહને એક ત્રિત કરીને વહોરેલા જોખમ તરફ ધ્યાન ખેંચતો, તથા નગરપાલિકા સમિતિને આ બાબત તપાસ હાથ ધરવા જણાવતો, મિ. લેબિસ્ટરો નગરપાલિકા પર લખાયેલો પત્ર ઉપેક્ષા કરવા જેવો નથી. અમારું માનવું છે કે ધક્કા ઉપર આદિવાસી જવાનોની હાજરી માટે દેખાવો યોજનારી સમિતિ જવાબદાર નથી; પણ આદિવાસીઓ ત્યાં પોતાની મેળે ગયા નહીં હોય. તેથી આ બાબત પૂરી તપાસ કરીને જે વ્યક્તિઓએ આવી ગંભીર જવાબદારી પોતાને માથે વહોરી લીધી હતી તેમને દોષિત ઠરાવવા જોઈએ. મિ. લેબિસ્ટર કહે છે એ તદ્દન યોગ્ય છે કે, દેખાવો વખતે આદિવાસી લોકની હાજરી ડરબનના શુભ નામ પર બટ્ટો છે અને એમાંથી અત્યંત ભયાનક પરિણામ આવ્યાં હોત. હિંદીઓ અને આદિ વાસીઓ વચ્ચે કંઈ પ્રેમ વરસી જતો નથી એ હકીકત છે, ને આદિવાસીઓને એકઠા કરીને તેમને હિંદીઓ વિરુદ્ધ ઉશ્કરી મૂકવામાં આવે તો વધારે ગંભીર મુશ્કેલી ઊભી થાય. આવી બાબતમાં આદિવાસી પાસે વિચારશક્તિ હોતી નથી. એની પ્રબળ લાગણીઓ સહેજે ભડકી ઊઠે છે અને તેમનો સ્વભાવ લડાયક હોય છે. ઉશ્કેરણીનું જરાક કારણ મળતાં જ તે ભભૂકી ઊઠે છે અને લોહી રેડવાનું હોય ત્યાં તે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. તેથી પણ વધારે શરમભરેલી વાત તો શ્રી ગાંધી કિનારે આવ્યા અને તેઓ ફિલ્ડ સ્ટ્રીટમાં હતા તે પછી હિંદીઓ પર હુમલો કરવા આદિવાસીઓને ઉશ્કેરવામાં આવ્યા તે હતી. જે પોલીસે તકેદારી ન રાખી હોત અને આદિવાસીઓને વિખેરી નાખવામાં તે નિષ્ફળ નીવડી હોત, તો બુધવારની રાતે કોઈ પણ બ્રિટિશ સંસ્થાને કદી ન જોયું હોય એવું ભારે બદનામીભરેલું રમખાણ થયું હોત. કેમ કે તેમાં એક જંગલી લડાયક જાતિને વધારે સુધરેલી તથા શાંતિપ્રિય પ્રજાની સામે, એ બંને કરતાં વધારે ચડિયાતી કોમ દ્વારા ઉશ્કેરવામાં આવી હતી. એ બદનામી ઘણા લાંબા સમય લગી સંસ્થાનને માથે ચોંટેલી રહેત. ફિલ્ડ સ્ટ્રીટમાં બુધવારે સાંજે જે ચાર કાફરોએ લાકડીઓ વીંઝી અને શોર મચાવ્યો તેમને પકડવાને બદલે, જે ગોરાઓએ એમને ત્યાં આણીને ઉત્તેજન આપ્યું તેમને મૅજિસ્ટ્રેટ આગળ ખડા કરવા જોઈતા હતા, અને કાફરોનો જે દંડ કરવામાં આવ્યો તે જ પ્રમાણમાં એમને ભારે દંડ કરવો જોઈતો હતો. કાફરોને તો, જેમણે વધારે સમજપૂર્વક વર્તવું જોઈતું હતું. તેમના હુકમથી હોળીનું નાળિયેર બનાવવામાં આવ્યા હતા અને એ રીતે તેમના પ્રત્યે ઘણી કઠોરતા બતાવવામાં આવી. આ જાતના કામમાં આદિવાસીઓને તેડવાથી તેમની સામે એક જાતની નબળાઈનું પ્રદર્શન થાય છે જેનાથી હમેશાં બચવું જોઈએ; અને અમે વિશ્વાસ રાખીએ છીએ કે આદિવાસી જેવા ભભૂકી ઊઠનાર લોકોના કોમી પૂર્વગ્રહોને ઉશ્કેરવા જેવું ભયંકર અને નિંદ્ય કામનું પુનરાવર્તન ભવિષ્યમાં કદી નહીં કરવામાં આવે. —નાતાજ મર્ક્યુરી, ૧૬ જાન્યુઆરી, ૧૮૯૭. જો આ બાબતને લગતી કેટલીક હકીકતો નામદાર સમ્રાજ્ઞીની સરકાર સમક્ષ મૂકવામાં આવે તો તે સરકારને નિર્ણય પર આવવામાં કદાચ મદદરૂપ થઈ પડશે. હિંદીઓના મુક્ત પ્રવેશ પર અંકુશ મૂકવાની માગણીના પાયામાં એવી એક ધારણા રહેલી છે કે કોઈ વ્યવસ્થિત યોજના હોય કે ન હોય પણ તાજેતરમાં સંસ્થાનમાં હિંદીઓનો ઘણો ધસારો થયો છે. પરંતુ આપના અરજદારો બિલકુલ અચકાયા વિના કહી શકે છે કે એ ભયને હકીકતોનો ટેકો નથી. ત્રીજે વરસે આવેલા તે કરતાં ગયા વરસે સંસ્થાનમાં વધારે હિંદીઓ આવ્યા છે એમ કહેવું ખરું નથી. ૧૭૪