પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૭૭ હમણાં થોડા દહાડા પર હરાજી દરમિયાન માર્કેટ સ્કૉર નજીક આવેલી મકાનોની જમીનની કિંમત ઊપજી તેની થોડાં વર્ષો પહેલાં કોઈ કલ્પના પણ ન કરી શકત. દુકાનદારીની જૂની પ્રથાથી જે ધંધો અહીં કદી શરૂ ન થયો હોત તેવો ધંધો અત્રે હિંદીઓએ ઊભો કર્યો છે. અહીં તહીં કોઈ રડોખડો યુરોપિયન દુકાનદાર હિંદીઓને લીધે તૂટી ગયો હશે એ કબૂલ કરવા હું તૈયાર છું પણ જૂના વખતમાં વેપારનો ઇજારો થોડા દુકાનદારોના હાથમાં જ હતો તે સ્થિતિ તેમના આવવાથી સુધરી છે. આપણને જ્યાં જ્યાં કોઈ આરબ નજરે પડે છે ત્યાં ત્યાં આપણે એને કાયદાનું પાલન કરતો જોઈએ છીએ. આપણે લોકોને એવું કહેતાં સાંભળ્યા છે કે વસાહતીઓએ પોતાનો જન્મસિદ્ધ હક જતો કરવો ન જોઈએ – તેમણે પોતાની જમીનો હિંદીઓના કબજામાં જવા દેવી ન જોઈએ. મને ઠીક ઠીક ખાતરી છે કે હું જો મારાં બાળકો માટે કોઈ જમીન મૂકી જઈશ તો તેઓ તેના પર મહેનત કરવાને બદલે વાજબી ભાવે હિંદીઓને ગણોતે આપવાનું પસંદ કરશે. મને લાગે છે કે એશિયાઈઓને વગર વિચારે વખોડી કાઢવાનો ઠરાવ કરવો એ આ સભાને માટે યોગ્ય નથી. નાતાજ મર્ક્યુરીનો એક નિયમિત ખબરપત્રી આમ લખે છે: કુલીઓને આપણે આપણી ગરજે લાવ્યા હતા અને તેઓ નાતાલના વિકાસમાં મોટી મદદરૂપ નીવડયા છે એમાં શંકા નથી. . . . પચીસ વર્ષ પૂર્વે નગરોમાં અને કસબાઓમાં ફળ, શાકભાજી અને મચ્છી ભાગ્યે જ ખરીદી શકાતાં હતાં. એક કૉલી ફૂલાવરના અઢી શિલિંગ બેસતા હતા. અહીંના ખેડૂતો શાકભાજીની વાડીઓ કેમ નહોતા કરતા? તેમાં એમનું થોડું આળસ હશે, પણ, બીજી બાજુ, મોટા પ્રમાણમાં શાકભાજી કરવી એ નકામું હતું. બહુ દૂર દૂરનાં શહેરોમાં ગાડેગાડાં ફળ વગેરે સારી સ્થિતિમાં મોકલવામાં આવેલાં અને તે વેચાયેલાં નહીં એવા દાખલા હું જાણું છું. જે માણસ છૂટાછવાયા કૉલી ફૂલાવરના અઢી શિલિંગ આપે, તે તેનું ભરેલું ગાડું જોઈને સ્વાભાવિક રીતે એક શિલિંગ પણ આપતાં અચકાય. આપણને અહીં ફેરિયાઓના ઉદ્યમી વર્ગની જરૂર હતી, જે કરકસરથી જીવન ગુજારે અને આ જરૂરિયાતો પૂરી પાડીને લાભ અને આનંદ બંને મેળવી શકે. અને આપણી એ જરૂરિયાત ગિરમીટમુક્ત કુલીઓએ પૂરી પાડી. અને ઘરો અને હોટલોમાં વેઇટરો અને રસોઇયાઓની જરૂર પણ કુલીઓએ જ પૂરી પાડી છે, કેમ કે, આપણા આદિવાસીઓ આવાં કામમાં અનાડી હોય છે. અને અનાડી ન હોય તેમને કાળજીપૂર્વક કામ શીખવ્યું કે તરત પોતાના ગામનો રસ્તો પકડે છે. મુક્ત કુલી મજૂર ો કારીગર હશે તો યુરોપિયન મિસ્ત્રી કે કારીગર કરતાં ખુશીથી ઓછી મજૂરી લઈને વધારે કલાક કામ કરશે, અને કુલી દુકાનવાળો સુતરાઉ ઓછાડ ગોરા દુકાનદાર કરતાં દોઢ પેન્સ ઓછા લઈને વેચશે. બસ આટલી વાત છે. ખરેખર, અર્થશાસ્ત્રનો છત અને માગનો મોટો પોકાર, બ્રિટિશ પ્રજાઓનો તમારો દેશભક્ત સંઘ, મુક્ત વ્યાપારની તમારી ભવ્ય ઘોષણા જેમાં પોતાની શ્રાદ્ધા દાખવવાને અંગ્રેજ હાડમારી વેઠીને નાણાં આપે છે, એ બધાં આ બૂમો પાડવાની મના કરે છે. ઑસ્ટ્રેલિયાએ બિનગોરી પ્રજાઓને પોતાના દેશમાં પ્રવેશવાની મના કરી છે. ત્યાંના હડતાળોના અને બેંકો તૂટવાના બનાવો કાંઈ આ પગલાંને ભવ્ય ઉદાહરણ બતાવતા નથી. કુલીઓ યુરોપિયનો કરતાં હલકાં કપડાં ને જોડા પહેરે છે, એ ખરું; પણ લોકેશનમાં રહેતા આપણા આદિવાસી કરતાં તો એ કાંઈ નહીં તો પ્રગતિકારક કહેવાય, અને ઘણાં ગાંઠ૨૦૧૨