પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
ગાંધીજીનો અક્ષરદેહ.

'

૧૭૮ ગાંધીજીનો અક્ષરદેહ વરસ પર, આપણાં ખેતર પર ગોરા પુરુષ કે સ્ત્રીના પગમાં, અને શહેરમાં ઉપલા વર્ગના કહેવડાવતા લોકોનાં બાળકોના પગમાં બૂટ જવલ્લે જ જોવા મળતા; સિવાય કે તેઓ કોઈ બાગ અથવા સભામાં જતાં હોય. મોચીઓની દૃષ્ટિએ એ સ્થિતિ ભલે ખરાબ હશે; તેમના પગ બૂટ વગર ખરાબ નહોતા લાગતા. કુલીઓ માંસ નથી ખાતા, દારૂ વગેરે નથી પીતા. હું ફરીથી કહું છું કે તેમની આ આદત ખાટકીઓ તથા લાઇસન્સવાળા કલાલો માટે ખરાબ છે; પણ ખાતરી રાખજો કે આ બધું વખત જતાં થાળે પડી જશે. પણ લોકોને ખાવાપીવા કે પહેરવા ઓઢવાની બાબતમાં પાર્લમેન્ટમાં કાયદા કરીને (સમાજની સુખશાંતિ અર્થે રહેણીકરણીની સભ્યતા, શિષ્ટતા અને મગજની સ્થિરતાને માટે જરૂરી હોય તેથી આગળ વધીને) ફરજ પાડવી એ તો જુલમ કહેવાય, લોકકલ્યાણ અર્થે કાયદા ઘડયા એમ ન કહેવાય. ગોરા વસાહતીઓના સમૂહોને બહાર રહેવું પડે છે, એ શું ખરી હકીકત છે? જયાં સુધી અહીં આદિવાસી વસ્તી છે, અને તમે તેને આખી ને આખી હાંકી ન કાઢો ત્યાં સુધી, સંસ્થાનમાં ગોરાઓ નકામા બેસી રહેવાનું પસંદ કરશે, પણ કેવળ આજીવિકા પૂરતું મહેનતાણું લઈ કામ નહીં કરે. એના કરતાં તો તેઓ ભટકતા ફરવાનું પસંદ કરશે. એ સ્થિતિમાંથી આપણે નીકળી શકીએ એમ નથી. આપણું રાંસ્થાન કાળા લોકની વસ્તીવાળું છે. અને આપણા આદિવાસી ભલે એમના યોગ્ય સ્થાને રહે અને કુલીઓ, જેઓ પોતાના યોગ્ય સ્થાને રહેવા આદિવાસીથી વધારે રાજી છે તેઓ પણ ભલે રહે પરંતુ ગોરા લોકોનું કામ તો માલિકનું છે અને તે રહેવાનું છે. એ વાત એટલે જ રહેવા દઈએ. મારે એ વાત નથી કરવી કે કેવી રીતે ગરીબ ખેડૂતોને તેમના પોતાના ફાંકડા મિત્રો પેલા શહેરી કારીગરોને ઘટતું મહેનતાણું આપવાનું પરવડતું નથી અને તેઓ કોઈ કાળા કારીગર પાસે જેવું તેવું કામ કરાવી લઈને ખુશ રહે છે; પરંતુ કુશળ કામદારોને હું એટલી અપીલ કરીશ કે તેઓ પોતાના કામનું મહેનતાણું પોતે નક્કી કરવા- માં સંતોષ માને અને પોતાથી ઊતરતી કોટિના વિરોધીઓથી ડરે નહીં — લાયક માણસને હમેશાં તેનું પૂરું વળતર મળી જ રહે છે પણ શહેરોમાં તેમની સંખ્યા વધુ છે એટલા ખાતર વર્ગસંઘર્ષથી અને જાતિકલહથી બચીને ચાલે. સારા વેપારીઓ બાબતમાં પણ એ જ વાત છે– જોકે ગામડાના દુકાનદારોને પોતાના ભાવ જરા ઉતારવા પડે, પણ તેથી તેઓ કંઈ પાયમાલ નહીં થઈ જાય. અઠવાડિયે ચારસો ગૅલન ગોળની રસીનું રોકડ વેચાણ ખરાબ ન કહેવાય. વાત સામ્રાજ્યના સંગઠનની કરવી અને હિંદના આપણા બંધુ-પ્રજાજનોનો આપણે બહિષ્કાર કરવો છે, એ જ હિંદ કે જેના સૈનિકો આપણા સૈનિકો સાથે રહીને લડયા છે, જેનાં લશ્કરોએ અનેક ખૂનખાર રણક્ષેત્રો પર સામ્રાજ્યના ધ્વજની શાન જાળવી છે. હિંદમાં પણ યુરોપિયન લોકની ઘણી દુકાનો છે અને તેમની ઘરાકી પણ સારી છે અને તેમાં સારી કમાણી પણ થાય છે. આપના અરજદારોનો નમ્ર અભિપ્રાય છે કે યુરોપિયન વેપારીઓનો માલ હિંદીઓ વેચી આપે છે તેથી જ અનેક મોટી મોટી યુરોપિયન પેઢીઓ સેંકડો યુરોપિયન કારકુનો અને મદદ- નીશોને નોકરીમાં રાખી શકે છે. આપના અરજદારોનું નિવેદન છે કે હિંદીઓ જેવા ઉદ્યમી તથા કરકસરિયા લોકો વર્ગ – અને હિંદીઓ તેવા છે એ તેમના અતિ કટ્ટર વિરોધીઓએ પણ કબૂલેલું છે – જ્યાં જાય છે ત્યાંના લોકોની આર્થિક સમૃદ્ધિ અને ભૌતિક સુખમાં સરવાળે ઉમેરો