પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
{{{૮}}}
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ અટકાવવાનો ને તેમની ઓળખ સરળ કરવાનો છે; ને હું માનું છું કે તેટલે અંશે એ જરૂરી છે. પણ એ કાયદાનો અમલ અત્યંત ચીડ ચડે એવી રીતે કરવામાં આવે છે અને તે ફરિયાદનું મોટું કારણ છે. હિંદી વિરુદ્ધ વર્તમાન નિર્દય લાગણી ન હોય તો, એ કાયદા હેઠળ અન્યાય નહીં થવો જોઈએ. કાયદાનો અમલ કેવી રીતે થાય છે તે બાબત છાપાં શું કહે છે તે જોઈએ. એ વિશે નાતાજ છુટવાંધરના ૧૯ જૂન, ૧૮૯૫ના અંકમાં નીચેનું લખાણ આવ્યું હતું : ૧૮૯૧ના કાયદા નં ૨૫ની કલમ ૩૧ હેઠળ કેટો મેનોરના ભાડૂતોની કેવી રીતે ધરપકડ કરવામાં આવે છે તે અંગે થોડીક હકીકતો હું આપના ધ્યાન પર લાવવા માગું છું. તેઓ જ્યારે પોતાની જગ્યામાં ફરતા હોય છે ત્યારે પોલીસ આવે છે, તેમને પકડે છે અને તેમના પાસ માગે છે. જ્યારે તેઓ પોતાની પત્ની કે સગાંને પાસ લાવવા બૂમ પાડે છે ત્યારે તેઓ લઈ આવે તે પહેલાં પોલીસ હિંદીઓને પોલીસ થાણે ઘસડવા માંડે છે. થાણે જતાં રસ્તામાં પાસ બતાવવામાં આવે છે ત્યારે પોલીસ તેના પર માત્ર નજર નાખીને પાસ જમીન પર ફેંકી દે છે. હિંદીઓને પોલીસ થાણે લઈ જવામાં આવે છે, રાતે ત્યાં રોકી રાખવામાં આવે છે, સવાર થતાં તેમની પાસે કોટડી ધોવરાવે છે તે પછી તેમને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. મૅજિસ્ટ્રેટ તેમનો જવાબ સાંભળ્યા વિના તેમનો દંડ કરે છે. તેઓ સંરક્ષક પાસે જઈને ફરિયાદ કરે છે ત્યારે તે તેમને મૅજિસ્ટ્રેટ પાસે જવા કહે છે, અને છતાં (પત્રલેખક કહે છે) તેને વસાહતી હિંદીઓનું રક્ષણ કરવા નીમવામાં આવ્યો છે! (લેખક આગળ ચાલતાં કહે છે કે) જો સંસ્થાનમાં આ સ્થિતિ પ્રવર્તતી હોય તો તેઓ અપીલ કોની આગળ કરે? હૈં ઉપર જણાવ્યું છે કે મૅજિસ્ટ્રેટ જવાબ સાંભળતા નથી તે, હું ધારું છું, ભૂલ હોવી જોઈએ. નાતાલ સરકારનું મુખપત્ર નાતાઽ મર્ચ્યુરી તા. ૧૩ એપ્રિલ, ૧૮૯૫ના તંત્રીલેખમાં નીચે પ્રમાણે જણાવે છે: પ્રતિષ્ઠિત હિંદીઓને માટે એક બહુ અગત્યનો મુદ્દો તેમની ધરપકડ થવાની શકયતા છે અને તેથી બહુ વૈમનસ્ય પેદા થાય છે. આ મુદ્દાને સ્પર્શતો એક દાખલો આપું. શહેરના વિવિધ ભાગોમાં મિલકત ધરાવતા અને સુશિક્ષિત તથા બહુ બુદ્ધિશાળી એક ડરબનવાસી હિંદી હમણાં એક રાતે પોતાની માતા સાથે સિડનહેમ જ્યાં તેમની મિલકત આવેલી છે ત્યાં ગયા હતા. બે દેશી પોલીસોએ તેમને જોતાં તેમની અને તેમની માતાની ધરપકડ કરી. તેમને પોલીસથાણે લઈ ગયા; અલબત્ત ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે દેશી પોલીસાનું વર્તન પ્રશંસનીય હતું. એ યુવાન હિંદીએ પોતે કોણ છે તે કહ્યું, ને ઓળખાણો આપી ત્યારે છેવટે થાણદારે તેને એવી ચેતવણી આપીને છોડયો કે જો બીજી વાર તમારી પાસે પાસ નહીં હોય તો તમને પકડવામાં આવશે અને તમારા પર કામ ચલાવવામાં આવશે. એ યુવક પોતે બ્રિટિશ સંસ્થાનમાં રહેતો બ્રિટિશ પ્રજાજન હોઈ પોતાની સાથે આવી રીતે વર્તવામાં આવે તેની સામે વાંધો ઉઠાવે છે. અલબત્ત સામાન્ય ચોકસાઈ રાખવાની અગત્ય તે સ્વીકારે છે. તે જે દલીલો રજૂ કરે છે તે સંગીન છે, અને અધિકારીઓએ એનો અવશ્ય વિચાર કરવો જોઈએ. ૧. ડરબનનું એક પ. ૨. હિંદી વસાહતીઓના સંરક્ષક અમલદાર.