પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૮૨ ગાંધીજીનો અક્ષરદેહ ગુનેગાર પોતે એક માસની અંદર સંસ્થાન છોડી જશે એ બાબત દરેક ૫૦ પાઉન્ડના એવા બે માન્ય જાીન આપશે તો, કેદની સજાનો અમલ કરવામાં નહીં આવે. (૫) જે કોઈ વ્યક્તિ આ કાયદાની કલમ ૩ અનુસાર પ્રતિબંધિત પ્રવાસી જણાશે; પરંતુ ઉપરોક્ત કલમ ૩ની પેટાકલમ (૪), (૬), (છ), (૪)ના અર્થની મર્યાદામાં નહીં આવતો હોય તેને નીચેની શરતોએ નાતાલમાં આવવા દેવામાં આવશે. (૬) ઊતરતા પહેલાં, તેણે આ કાયદા હેઠળ નિમાયેલા અમલદાર પાસે ૧૦૦ પાઉન્ડની રકમ અનામત મૂકવી પડશે. (૬) જો આવો માણસ, નાતાલમાં આવ્યા પછી એક અઠવાડિયાની અંદર કૉલોનિયલ સેક્રેટરી અગર કોઈ મૅજિસ્ટ્રેટ પાસેથી સિફિકેટ મેળવશે કે પોતે આ કાયદા મુજબના પ્રતિબંધની મર્યાદામાં આવતો નથી તો તેની ૧૦૦ પાઉન્ડની અનામત પાછી આપવામાં આવશે. (૫) જો આવા માણસ આવું સર્ટિફિકેટ એક અઠવાડિયાની અંદર નહીં મેળવી શકે તો તેની ૧૮૦૦ પાઉન્ડ ની અનામત જપ્ત કરવામાં આવશે અને તેને પ્રતિબંધિત વસાહતી ગણવામાં આવશે. પરંતુ આ ધારા અનુસાર જે માણસ નાતાલ આવશે તે નાતાલના કોઈ પણ બંદરે જે વહાણ માંથી ઊતર્યો હશે તે વહાણને અથવા વહાણના માલિકોને માથે કશી જવાબદારી આવશે નહીં. (૬) જે કોઈ આ કાયદા હેઠળ નિમાયેલા અમલદારને ખાતરી કરાવી આપશે કે પોતે અગાઉ નાતાલનો રહીશ હતો અને પોતે આ કાયદાની કલમ ૩ની પેટાકલમ (૪), (૬), (છ), (ન)ના અર્થની મર્યાદામાં આવતો નથી, તે મનુષ્ય પ્રતિબંધિત પ્રવાસી ગણાશે નહીં. (૭) જે પોતે પ્રતિબંધિત પ્રવાસી નહીં હોય તેની પત્ની તથા સગીર બાળકો આ કાયદાના કોઈ પણ પ્રતિબંધથી મુક્ત ગણાશે. (૮) જે વહાણમાંથી કોઈ પ્રતિબંધિત વસાહતીને ઉતારવામાં આવશે તેના કપ્તાન તથા માલિકોનો સંયુક્ત તેમ જ અલગ અલગ રીતે ઓછામાં ઓછા ૧૦૦ પાઉન્ડ સ્ટર્લિંગ દંડ કરી શકાશે, અને આવા દંડ પહેલા પાંચ વસાહતીઓ પછી દરેક પાંચ પાંચ દીઠ ૧૦૦-૧૦૦ પાઉન્ડ પ્રમાણે ૫,૦૦૦ પાઉન્ડ સુધી વધારી શકાશે, તથા આવો કોઈ દંડ સુપ્રિમ કોર્ટના હુકમથી વહાણ પાસેથી વસૂલ કરી શકાશે અને જ્યાં સુધી દંડની રકમ ભરવામાં ન આવે તથા જ્યાં સુધી વહાણનો કપ્તાન ઉતારવામાં આવેલ દરેક પ્રતિબંધિન વસાહતીને સંસ્થાન બહાર લઈ જવા આ કાયદા હેઠળ નિમાયેલ અમલદારને ખાતરી ન કરાવી શકે ત્યાં સુધી વહાણને બંદર બહાર નીકળવાની મંજૂરી આપવામાં નહીં આવે. (૯) કોઈ પ્રતિબંધિત વસાહતીને કોઈ વેપાર કે ધંધો કરવા માટે પરવાનો મેળવવાનો હક મળશે નહીં, તેમ જ પટાથી કે મુક્ત હકથી કે અન્યથા જમીન પ્રાપ્ત કરવાનો, અથવા મતાધિકાર વાપરવાનો કે કોઈ નગરના પ્રતિનિધિ તરીકે ચૂંટાવાનો અથવા તેની મતદારોની યાદીમાં નામ દાખલ કરાવવાનો હક રહેશે નહીં અને આ કાયદાની વિરુદ્ધ તેને કોઈ પરવાનો કે મતાધિકાર મળ્યો હશે તો તે રદ થયેલો ગણાશે. (૧૦) સરકાર તરફથી આ સંબંધમાં જેને સત્તા મળેલી હોય તેવો અમલદાર નાતાલમાં પકડાયેલા કોઈ પણ પ્રતિબંધિત વસાહતીને તેની જન્મભૂમિના બંદરે અથવા તેની નજીક આવેલા બંદરે લઈ જવા માટે કોઈ પણ વહાણના કપ્તાન, માલિક કે એજન્ટ સાથે કરાર કરી શકશે, અને પોલીસ અમલદાર દ્વારા આવા પ્રવાસીને તેની અંગત માલમતા સહિત વહાણ પર ચડાવી શકાશે અને આવા દાખલામાં જો તે નિર્ધન હશે તો એ વહાણમાંથી ઊતર્યા પછી જિંદગીના તેના સંજોગો અનુસાર એક માસ સુધી ગુજારો ચલાવવા જેટલાં નાણાંની રકમ તેને આપવી જોઈશે. (૧૧) આ કાયદાની જોગવાઈઓનો