પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૮૪ ગાંધીજીનો અક્ષરદેહ પ્રગટ કરવામાં આવ્યો નથી. પણ તે સૌનું લક્ષ્ય હિંદી કોમ છે. તેથી જો નામદાર સમ્રાશીની સરકાર એ સિદ્ધાંત સ્વીકારતી હોય કે બ્રિટિશ સંસ્થાનોમાં હિંદી કોમ ઉપર નિયંત્રણો મૂકી શકાય તો તે ખુલ્લી રીતે સ્વીકારવામાં આવે તે ઘણું સારું. સંસ્થાનમાં પણ એ જ લાગણી પ્રવર્તતી લાગે છે, તે નીચે ટાંકેલા ઉતારાઓથી જણાશે. ધિ ઇમિગ્રેશન રિસ્ટ્રિકશન બિલને અનુલક્ષીને તા. ૧૨ ડવર્ટાફ્તર લખે છે: માર્ચ ૧૮૯૭નું ધિ નાતા થાય. . . . એ પગલું પ્રામાણિક અને સીધું નથી કેમ કે એ પોતાનો સાચો હેતુ છુપાવવાનો પ્રયત્ન કરે છે, અને જો તેનો પક્ષપાતભર્યો અમલ કરવામાં આવે તો જ તે સ્વીકાર્ય થઈ શકે એમ છે. એની જોગવાઈઓ જો સખતાઈથી યુરોપિયન વસાહતીઓને લાગુ પાડવામાં આવે તો સંસ્થાનને એથી નુકસાન થાય. બીજી બાજુ, જો માત્ર એશિયાઈઓની બાબતમાં એનો અમલ કરવામાં આવે તો તે એક બીજી દિશામાં એટલું જ અન્યાયી અને અનુચિત સંસ્થાનને જો એશિયાઈ વિરોધી વસાહતી બિલ જોઈતું હોય, તો આપણે એશિયાઈ વિરોધી વસાહતી બિલ ઘડવું. . ... આટલે સુધી અમે દેખાવો યોજનારી સમિતિએ ધારણ કરેલા વલણને માન્ય કરી શકીએ; પરંતુ તેમની યુક્તિઓ ખાસ અસરકારક ન હતી. . . . ડૉ. મૅકેન્ઝીએ બોલતાં બહેકી જઈને પોતાના હકો માટે લડવાની અને “બ્રિટિશ સરકાર સામે બંદૂક તાકવાની” મોટી મોટી વાતો કરી એ પણ ભૂલ હતી. અમે માનનીય ડૉકટર સાહેબને ખાતરીથી કહીએ છીએ કે સાચું વિચારનારા સાંસ્થાનિકોને આવી ભાષાથી માત્ર ધૃણા જ ઊપજે છે. તા. ૨૭ ફેબ્રુઆરીનું નાહાર વિટનેસ આ પ્રમાણે લખે છે: કોઈ હેતુ પાર પાડવા માટે છળપ્રપંચ અને ચાલબાજી કરવા કરતાં વધારે અંગ્રેજની લાગણીઓને અણગમતું બીજું કાંઈ નથી, અને સંસ્થાનમાં પ્રવેશને મર્યાદિત કરનાર આ બિલ એવી ચાલાકીથી લક્ષ્યને સિદ્ધ કરવાનો નિઘ પ્રયાસ છે. આવાં સાધનોનો આશરો લેવાથી સંસ્થાન પોતાનું સ્વમાન અને બીજાનો આદર ખુએ છે. આ બિલના અમલમાંથી હિંદી ગિરમીટિયાઓને મળતી મુક્તિ સંબંધમાં ફેબ્રુઆરી ૨૩ ધિ ટાઇમ્સ કૉઇ નાતા” લખે છે: આ જોગવાઈથી એકંદરે સંસ્થાનની અસંગતતા પ્રગટ થાય છે. સૌ કોઈ જાણે · છે કે ગિરમીટિયા હિંદીઓ સંસ્થાનમાં વસી સ્થિર થાય છે, અને છતાં સૌ, અથવા કમમાં કમ મતદારવર્ગની મોટી બહુમતીએ ગિરમીટિયા હિંદીઓને બોલાવવાનો નિશ્ચય કર્યો છે. આ અસંગતતા નોંધપાત્ર છે, અને એ બતાવે છે કે આ આખા પ્રશ્ન વિશે લોકમત કેવો વહેંચાઈ ગયેલો છે. હિંદીઓ સામે તેમના અજ્ઞાનને કારણે વાંધો ઉઠાવવામાં આવે છે; વળી તેઓ કારકુનો તથા કારીગરો તરીકે બીજાઓ સાથે હરીફાઈ કરે છે તેથી અને વેપારી સ્પર્ધા- ને કારણે પણ વાંધો ઉઠાવવામાં આવે છે. અત્રે એક પ્રસંગ યાદ કરવા જેવો છે: ડરબન ખાતે તાજેતરમાં જાગેલા ખળભળાટ વખતે દેખાવો કરનારાઓનું એક ટોળું ડેલાગોઆ બે ખાતેથી કેટલાક હિંદીઓને લઈને આવેલા એક વહાણ તરફ હિંદઓને ઊતરતા રોકવાના ઇરાદાથી જતું હતું. તેવામાં કોઈ બોલી ઊઠયું કે એ હિંદીઓ તો વેપારીઓ છે, અને