પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ સદરહુ સ્ટીમરે સામાન્ય વેપારી માલસામાનનો બોજ ભરીને અને ૨૫૫ મુસાફરો લઈને ગયા નવેમ્બરની ૩૦મી તારીખે મુંબઈ બંદર છોડયું અને ૧૮ ડિસેમ્બર, ૧૮૯૬ના રોજ સાંજે ૬-૩૪ વાગતાં આ બંદરની બહાર લંગર નાખ્યું. ૧૮૬ મુંબઈ છોડતાં પહેલાં ખલાસીઓની તથા ઉતારુઓની તપાસ કરવામાં આવી હતી તથા ગણતરી કરવામાં આવી હતી, અને તેને આરોગ્ય બાબત તથા બંદર છોડવાનું પ્રમાણપત્ર આપ વામાં આવ્યું હતું. આખી સફર દરમિયાન ઉતારુઓ તથા ખલાસીઓ કોઈ પણ જાતની માંદગીથી તદ્ન મુક્ત હતા, અને સદરહુ સફર દરમિયાન દરરોજ ઉતારુઓનાં રહેઠાણને સાફસૂફ કરવાનું, હવા ઉજાશ આપવાનું અને જંતુનાશક દવા છાંટવાનું કામકાજ બિલકુલ નિયમિત કરવામાં આવતું હતું, અને અહીં આવીને સદરહુ હાજર થયેલ કપ્તાને આ બંદરના આરોગ્ય અધિકારી સમક્ષ સ્ટીમર પરના સઘળા લોકની તંદુરસ્તી બાબત રાબેતા મુજબના કાગળપત્ર પેશ કર્યા હતા, અને સદરહુ ઉપસ્થિત થનારે પૂછપરછ કરતાં તેના જવાબમાં આરોગ્ય અધિકારીએ એને જણાવ્યું કે મુંબઈ છોડવાની તારખથી ૨૩ દિવસ પૂરા થતાં સુધી સદરહુ સ્ટીમરને કવૉરૅન્ટીનમાં રાખવામાં આવશે. ડિસેમ્બર ૧૯ના રોજ સદરહુ ઉપસ્થિત થનારે કિનારે સંકેત-સંદેશ મોકલ્યો: “મને પાણીની તંગી પડવા માંડી છે. થોડુંક (પાણી) મેળવવા યત્ન કરવો જોઈએ.” સ્ટીમરને સાફસૂફ કરવાનું અને જંતુનાશક દવા છાંટવાનું કામ બરોબર ધ્યાનપૂર્વક કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર ૨૨ના રોજ ઉપસ્થિત થનારે ફરીથી કિનારા ઉપર નીચે મુજબ સંકેત-સંદેશ મોકલ્યો: ‘દિવસ પૂરા થયા છે; અમે હવે કવૉરૅન્ટીન બહાર ખરા કે? કવૉરૅન્ટીન અધિકારીને પૂછવા વિનંતી છે. ખબર આપો કે અમે સૌ સારા છીએ. આભાર.” જેનો જવાબ નીચે મુજબ મળ્યો: ‘કવૉરૅન્ટીનની મુદત હજી નક્કી થઈ નથી.” કૉરૅન્ટીનના આ ચાર દિવસ દરમિયાન દરરોજ સદરહુ ઉપસ્થિત થનારની સ્ટીમર સાફ કરવામાં આવતી હતી તથા જંતુનાશક દવા છાંટવામાં આવતી હતી, અને કવૉરૅન્ટીનના નિયમોનું સખતાઈથી પાલન કરવામાં આવતું હતું. ડિસેમ્બર ૨૩ના રોજ સદરહુ ઉપસ્થિત થનારે નીચે મુજબ સંકેત સંદેશ મોકલ્યો : “પાણીની તંગીથી દુ:ખી થઈએ છીએ. ઘોડા માટે ઘાસની જરૂર છે. સ્ટીમર પર પૂરી તંદુરસ્તી છે, માલિકોને ખબર આપો કે કવૉરૅન્ટીનમાંથી અમને છોડાવવા બધા પ્રયત્ન કરે,” જેના જવાબમાં નીચે પ્રમાણે જણાવવામાં આવ્યું, “માલિકો તરફથી : પાણી વરાળથી તૈયાર કરી, કવૉરૅન્ટીનમાંથી છૂટવાની ખબર આજે બપોર પછી મળવાની આશા છે, આવતી કાલે સવારે ઘાસ મોકલીશું; તમે ટપાલ લાવ્યા છો?’’ ડિસેમ્બર ૨૪ના રોજ આરોગ્ય અધિકારી સ્ટીમર પર આવ્યા, અને હુકમ કર્યો કે બધી જૂની ચટાઈઓ, ગંદાં ચીંથરાં અને જૂનાં કપડાં બાળી નાખો; સ્ટીમરના ભંડકને ધૂણી આપો અને ધોળી કાઢો, અને બધાં કપડાં તડકે નાખો અને તેમને જંતુનાશક દવા છાંટો; ખાવાની ચીજો ઉતારુઓના સંપર્કમાં ન આવે એવી રીતે રાખો. અને ઉતારુઓનાં પહેરવાનાં કપડાં કાબેલિક ઍસિડમાં બોળો, ઉતારુઓને પોતાને કાબેલિક ઍસિડના મંદ દ્રાવણથી નવરાવો, અને સ્ટીમરને માંદગીથી બચાવવા તમામ પ્રયત્ન કરો. તેણે એમ પણ કહ્યું કે કૉરૅન્ટીન આજથી અગિયાર દિવસ સુધી રહેશે.