પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૮૭ ડિસેમ્બર ૨૫ને રોજ ઉતારુઓને સૂવાની ચટાઈઓનો મોટો જથો બાળી નાખવામાં આવ્યો; ઉતારુઓને રહેવાની બધી જગા, સ્નાનગૃહો, જાજરૂ, મુતરડીઓ ધોળવામાં આવ્યાં તથા જંતુનાશક દવા છાંટવામાં આવી. ડિસેમ્બર ૨૬ના રોજ પ્રવાસીઓને સ્નાન કરાવ્યું, અને તેમનાં પહેરવાનાં કપડાં કાબેલિક ઍસિડવાળા મંદ દ્રાવણમાં બોળવામાં આવ્યાં. કિનારે નીચે પ્રમાણે સંકેત-સંદેશ મોકલવામાં આવ્યો : “પાણીની તંગીથી હેરાન થઈએ છીએ, તુરત મોકલો, તથા કવૉટૅન્ટીન અધિકારીના હુકમ મુજબ નવી ખોરાકની ચીજો મોકલો. કવૉરેન્ટીન અધિકારી આવી ગયા, હવે ઘોડાઓને ઉતારવામાં કશો વાંધે છે? સ્ટીમર પર સંપૂર્ણ તંદુરસ્તી છે, અને કૉરેન્ટીન અધિકારીના હુકમોનો અમલ કરવામાં આવે છે. અમને જલદી છોડાવો. ઉતારુઓ વિલંબથી બહુ દુ:ખી થાય છે. આભાર.” ડિસેમ્બર ૨૭ના રોજ ઉપસ્થિત થનારે નીચેનો સંકેત-સંદેશ મોકલ્યો: “ગઈ કાલે માગેલી વસ્તુઓ તમે મોકલો છો કે કેમ?”, જેના જવાબમાં સંકેત સ્ટેશન પર નીચેનો સંદેશ બતાવ- વામાં આવ્યો: “આવતી કાલે સવારે નવ વાગ્યે પાણી મોકલવા બંદોબસ્ત કર્યો છે.” તે પછી ઉપસ્થિત થનારે “પાણી વિના પીડાઈએ છીએ” એ સંદેશો દર્શાવ્યો અને બે કલાક લગી ફરકતો રાખ્યો. આ બધે વખત સ્ટીમરની સાફસૂફી અને જંતુનાશક દવા છાંટવાનું કામ હંમેશ મુજબ સખતાઈપૂર્વક ચાલતું હતું. ૨૮મી ડિસેમ્બરે નીચેનો સંદેશો મોકલ્યો: ‘શનિવારની માગણીમાં જણાવેલું સઘળું મોકલો, પત્રો પણ, તેમ જ ઘોડાઓને ઉતારવા બાબત માહિતી (મોકલો).” સવારે ૧૧ વાગ્યે, સ્ટીમબોટ નાતાજી બાજુ પર આવી ઊભી અને (અમારી) સ્ટીમર પર જંતુનાશ માટે કાર્બોલિક ઍસિડ અને ધૂણી વગેરે માટે ગંધક આપી ગઈ. ઉપર કહેલા જંતુનાશકોનો ઉપયોગ થતો જોવા માટે પોલીસ અમલદાર પણ સ્ટીમર પર આવ્યો. મીઠા પાણીનો જથ્થો પણ સ્ટીમર પર ચડાવવામાં આવ્યો. સ્ટીમરને ગંધકની ધૂણી ખૂબ આપવામાં આવી. ઉપલા તથા નીચલા નૂતકને કાલિક ઍસિડથી બરાબર ઘસીને ધોઈ નાખવામાં આવ્યાં અને, એ જ જંતુનાશક પ્રવાહીનો આખા વહાણમાં ઉપયોગ કરવામાં આવ્યો. સઘળી પથારીઓ, ચટાઈઓ, કોથળા, ટોપલીઓ, અને જે વસ્તુઓથી રોગનો ચેપ લાગવાનો સંભવ હોય તેવી બધી ચીજે સ્ટીમરની ભઠ્ઠીઓમાં બાળી નાખવામાં આવી. ૨૯મી ડિસેમ્બરને રોજ ઉપરના તથા નીચેના ભૂતકને કાર્બોલિક ઍસિડથી ધોવામાં આવ્યા, અને એ જ જંતુનાશકનો આખી સ્ટીમરમાં છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો. ઉપસ્થિત થનારે નીચેનો સંકેત સંદેશ આપ્યો: “જંતુનાશ અને ધૂણીના કામથી સ્ટીમર પરના અમલદારને સંતોષ થયો છે. મહેરબાની કરી એકદમ કૉરેન્ટીન અધિકારીને ખબર આપો.” ચાર કલાક પછી દસ વાગ્યે સદરહુ ઉપસ્થિત થનારે ફરીથી કિનારે સંકેત-સંદેશ મોકલ્યો : “અમે તૈયાર છીએ. કવૉર- ન્ટીન અધિકારીની રાહ જોઈએ છીએ.” બોરું અઢી વાગ્યે સ્ટીમોટ છાયન બાજુ પર આવી ઊભી અને તેમાંથી કવૉરૅન્ટીન અધિકારી સ્ટીમર પર આવ્યા. તેમણે આખી સ્ટીમરનું બારિ- કીથી નિરીક્ષણ કર્યા પછી સંતોષ વ્યક્ત કર્યો કે મારી આજ્ઞાઓનું બરાબર પાલન થયું છે, પણ કહ્યું કે સ્ટીમરને આ તારીખથી બીજા બાર દિવસ કવૉટૅન્ટીનમાં રહેવું પડશે. ત્રણ વાગ્યે નીચેની સંદેશ નિશાની ફરકાવવામાં આવી: “સરકારના હુકમથી સઘળા ઉતારુઓના તમામ બિસ્તરા