પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૮૮ ગાંધીજીનો અક્ષરદેહ બાળી મૂકેલા હોવાથી, સરકારને નવા પહોંચાડવા વિનંતી કરો, કેમ કે તે વિના ઉતારુઓના જાન જોખમમાં છે. કવૉરેન્ટીન કેટલી મુદત ચાલશે તે બાબત લેખી સૂચનાઓ જોઈએ, કેમ કે મૌખિક સૂચનાથી કહેલો સમય કવૉરૅન્ટીન અધિકારીની દરેક મુલાકાતે બદલાતો રહે છે. દરમિયાન માંદગી- નો કોઈ કેસ થયો નથી. સરકારને ખબર આપો કે અમારું વહાણ મુંબઈથી ઊપડયું તે દિવસથી દરરોજ જંતુનાશક દવાથી સાફ કરવામાં આવ્યું છે. ૧૦૦ મરઘાં અને ૧૨ ઘેટાં જોઈએ છે.” વહાણની સાફસૂફી અને જંતુનાશક દવા છાંટવાનું કામ કાળજીપૂર્વક ચાલે છે. સદરહુ ઉપસ્થિત થનારે તા. ૩૦ ડિસેમ્બરે નીચે મુજબ સંકેત-રાંદેશ મોકલ્યો: “ગઈ કાલના સંકેત-સંદેશનો જવાબ આપો. ઉતારુઓ વહાણમાંથી ઊતરવા ઇચ્છે છે, કવૉરેન્ટીનમાં પોતાનો ખર્ચ ભોગવશે.’ તા. ૩૧ ડિસેમ્બરે સદરહુ ઉપસ્થિત થનારે ફરીથી નીચે મુજબ સંકેત સંદેશ કિનારે મોકલ્યો : “મંગળવારના અને ગઈ કાલના મારા સંકેત સંદેશનો ઉત્તર તમે આ વસે આપવા માગો છો કે નહીં? હંમેશ પેઠે સાફસૂફીનું અને જંતુનાશક દવા છાંટવાનું કામ ચીવટપૂર્વક કરવામાં આવતું હતું. જાન્યુઆરી, ૧૮૯૭ની ૧, ૨, ૩, ૪, ૫, ૬, ૭ અને ૮મી તારીખે નિયમિત રીતે દરરોજ સ્ટીમરને હવા ઉજાસ ખવરાવ્યાં, સાફ કરી, તથા બધી જગ્યાએ જંતુનાશક દવા છાંટી અને કવૉરૅન્ટીનના સઘળા નિયમોનું કાળજીપૂર્વક પાલન કર્યું. તા. ૯ જાન્યુઆરીએ સાફસૂફી અને જંતુનાશક દવા છાંટવાનું કામ ફરી કર્યું. સાંજે ૫-૩૦ વાગ્યે નાતજ દ્વારા વહાણમાલિકો તરફથી શ્રી ગાંધી મારફતે સદરહુ ઉપસ્થિત થનારને એવી મતલબનો પત્ર મળ્યો કે અમારી ખાસ સૂચના વિના સ્ટીમર ખસેડશો નહીં કેમ કે એથી હિંદી પ્રવાસીઓના જાનને જોખમ છે. ‘પૅટિક’ મળ્યા પછી પણ વહાણ ખસેડવું નહીં. દસમી જાન્યુઆરીએ નીચેનો સંકેત-સંદેશ આપવામાં આવ્યો: “કવૉરેન્ટીનની મુદત ફરીથી પૂરી થઈ. ચાર યુરોપિયન ઉતારુઓને એકદમ ઉતારવા ઇચ્છું છું. વળી, પાણી અને નવી અન્ન- સામગ્રી મોકલો. ઘોડાઓ ઉતારવા માટે સૂચનાઓ જોઈએ. ખાણ મોકલો. ખબર આપો કે અમે સૌ સારા છીએ.” કિનારે સંદેશ-કાર્યાલય પર આ સઘળા સંદેશાઓ સમજી શકાયા હતા, અને દરેકના જવાબમાં વાવટો ફકાવાતો હતો. રાબેતા મુજબ સાફસૂફી અને જંતુનાશક દવા છાંટવાનું કામ કર્યું. ૧૧મી જાન્યુઆરીએ આરોગ્ય અધિકારીએ સ્ટીમરની મુલાકાત લીધી અને ‘પૅટિક’ મંજૂર કરી. બપોરે દોઢ વાગ્યે સ્ટીમોટ તારે ૪,૮૦૦ ગૅલન પાણી વહાણ પર પહોંચાડયું. “મારા યુરોપિયન ઉતારુઓને કિનારે લઈ જવા નતારુ ના પાડે છે. સૂચનાઓ મોકલો.” એવો સંકેત-સંદેશો ફરકાવ્યા પછી ચાર યુરોપિયન પ્રવાસીઓને નાતાજી દ્વારા કિનારે ઉતાર્યા. સાંજે ચાર વાગ્યે કિનારેથી સંકેત-સંદેશ ફરકાવેલા પણ ધૂંધળા વાતાવરણને લીધે સમજી શકાયા નહોતા. ભંડકિયાંને સાફ કરવાનું, જંતુનાશક દવા છાંટવાનું તથા હવા ઉજાસ આપવાનું કામ ચીવટપૂર્વક કરાવ્યું. ‘‘સમિતિના અધ્યક્ષ” હૅરી સ્પાર્ક્સની સહીવાળો એક પત્ર મળ્યો, જે આ સાથે જોડયો છે ને તેના પર “એ”૧ એવી નિશાની કરી છે. તથા તેની નકલો પણ આ મૂળની નકલો સાથે ૧. જીએ પરિશિષ્ટ ૧, પા. ૧૯૦.