પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૧૮૯ જોડી છે. તે પત્ર સાથે અમુક બિડાણો મૂકયાનું જણાવવામાં આવ્યું હતું, પણ તે સદરહુ ઉપસ્થિત થનારને કદી પહોંચ્યાં નથી. તા. ૧૨ જાન્યુઆરીએ સાંજે ૪-૩૦ વાગ્યે સાફસૂફી, હવા-ઉજાસ આપવાનું વગેરે કામકાજ હંમેશની જેમ પતી ગયા પછી કિનારેથી એવો સંકેત-સંદેશ મળ્યો કે “કપ્તાન આવતી કાલે રવાના થશે.” તા. ૧૩ જાન્યુઆરીની સવારે ૭–૧૦ વાગ્યે પાઇલટ ગૉર્ડન સરકારી સ્ટીમ-બોટ વચમાં આવ્યો, અને તેણે બંદર કપ્તાન મારફત સરકારે આપેલો સ્પષ્ટ હુકમ સદર ઉપસ્થિત થનારને સંભળાવ્યો કે લંગરનું દોરડું છોડીને સવારે ૧૦-૩૦ વાગ્યે બંદરમાં જવા તૈયાર રહેવું. સદરહુ ઉપસ્થિત થનારને સ્ટીમર છુરલૅન્સ્ડના માલિકો તરફથી તેમના હુકમ વિના આગળ ન આવવાની સૂચના મળેલી હોવાથી તેણે પાઇલટ ગૉર્ડનને વિનંતી કરી કે માલિકોને ખબર આપો કે હું સરકારની આજ્ઞા અનુસાર બંદરમાં દાખલ થવાનો છું. ૧૧-૫૦ વાગ્યે સ્ટીમોટ રિચર્ડ વિગ આવી, સ્ટીમરને તેની સાથે જોડીને સીમાની પાર લઈ જવામાં આવી. ૧૨-૪૫ વાગ્યે બંદરનું લંગર નાખ્યું અને સ્ટીમરને બોયા સાથે નાંગરી. ૧-૧૫ વાગ્યે બંદરના કપ્તાન સાથે સંસ્થાનના ઍટર્ની-જનરલ મિ. એચ. એસ્કમ્બ આવ્યા અને સદર ઉપસ્થિત થનારને વિનંતી કરી જે પ્રવાસીઓને ખબર આપો કે તમે નાતાલ સરકારના રક્ષણ હેઠળ છો, તમે તમારાં હિંદુસ્તાનનાં ગામડાંમાં જેટલા સહીસલામત હો તેટલા અહીં છો. બપોરે ત્રણ વાગ્યે બંદરના કપ્તાનનો હુકમ મળ્યો કે, ઉતારુઓને ખબર આપો કે તેમને ઊતરવાની પરવાનગી છે. અને વધારામાં, સદરહુ ઍલેકઝાન્ડર મિલ્વેએ જણાવ્યું કે તા. ૧૩ જાન્યુઆરીના રોજ તેની સ્ટીમર આ બંદરના માંહેલા બારામાં પહોંચી ત્યારથી ચાલુ માસની તા. ૨૩ની મોડી બોર સુધી મારી સદરહુ સ્ટીમરને ફુરજા પર જગ્યા આપવાને બદલે વહેતા પાણીમાં ઊભા રહેવાની ફરજ પાડવામાં આવી છે, જયારે (પાછળથી) આવેલી બીજી સ્ટીમરોને સદરહુ ફુરજા પર જગ્યા આપવામાં આવી છે, તેમ જ આવા વર્તાવ માટેનું કારણ સદરહુ ઉપસ્થિત થનારને સમજાવવા બંદર કપ્તાને ના પાડી છે. તા. ૧૬ જાન્યુઆરીના રોજ સદરહુ ઍલેકઝાન્ડર મિલ્નેએ, સદરહુ નગર ડરબન ખાતે નોટરી ટ્રેડરિક ઑગસ્ટસ લૉટન સમક્ષ ઉપસ્થિત થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો. અને ઉક્ત ઉપસ્થિત થનાર અને હું ઉક્ત નોટરી પણ સરકારનાં અથવા સરકારી અધિ- કારીઓનાં ઉપર જણાવેલાં કૃત્યો અને તેને કારણે થયેલા સૌ નુકસાન કે હાનિ સામે વિરોધ કરીએ છીએ. આ પ્રમાણે ડરબન, નાતાલ ખાતે ઉપર જણાવેલા વરસ, માસ અને દિવસે, આ નીચે સહી કરનાર સાક્ષીઓની હાજરીમાં કર્યું અને કાયદા મુજબ ઠરાવેલા રૂપમાં લખીને મંજૂર કરવામાં આવ્યું. સાક્ષીઓ (સહી) ગૉડફ઼ મિલર, (સહી) જ્યૉર્જ ગુડરિક (સહી) ઍલેકઝાન્ડર મિલ્ને નિવેદન કરનાર (સહી) જૉન એમ. કૂક નોટરી પબ્લિક