પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૯૦ કપ્તાન મિલ્ને સ્ટીમર કુરલૅન્ડ વહાલા સાહેબ, ગાંધીજીનો અક્ષરદેહ (પરિશિષ્ટ ૧) નકલ જાન્યુઆરી ૮, ૧૮૯૭ તમને કે તમારા મુસાફરોને ખબર નહીં હોય કે એશિયાઈઓના પ્રવેશ સામે સંસ્થાનમાં હમણાં હમણાં લાગણી બહુ ઉશ્કેરાઈ છે, અને તમારી સ્ટીમર તથા નવરી અહીં આવતાં તે પરાકાષ્ઠાએ પહોંચી છે. તે બાદ ડરબનમાં હેર સભાઓ થઈ અને તેમાં આ સાથે બીડેલા ઠરાવો ઉત્સાહપૂર્વક પસાર કરવામાં આવ્યા છે. આ સભાઓમાં હાજરી એટલી હતી કે અંદર આવવા ઇચ્છનાર સૌ ટાઉન હૉલમાં સમાઈ શકયા નહીં. તમારી સ્ટીમર પર તથા નવરીમાં આવનારાને સંસ્થાનમાં ઊતરતા અટકાવવા માટેનો પોતાનો ઇરાદો દર્શાવવા સારુ ડરબનના લગભગ એકેએક માણસે પોતાની સહી આપી છે. અમે ઇચ્છીએ છીએ કે ડરબનના લોકો અને તમારા મુસાફરો વચ્ચે બનતા સુધી ઘર્ષણન થાય. પણ જો તેઓ ઊતરવાનો પ્રયત્ન કરશે તો ઘર્ષણ થયા વગર રહેશે નહીં. તમારા મુસાફો અહીંની લાગણીથી અજાણ છે. અને અજાણપણે આવી પડયા છે. અને અમને ઍટર્ની જનરલે જણાવ્યું છે કે સ્ટીમર પરના લોક હિંદ પાછા ફરવા રાજી હોય તો સંસ્થાન તેનું ખર્ચ ભોગવશે. આ સંજોગોમાં, મુસાફરો સંસ્થાનને ખર્ચે હિંદ પાછા ફરવાનું પસંદ કરે છે યા તો જે હજારો માણસ તૈયાર છે ને તેમના ઉતરાણનો વિરોધ કરવાની રાહ જેતા તૈયાર ઊભાં છે તેમની ઉપરવટ થઈ બળજબરીથી ઊતરવા ઇચ્છે છે, તે બાબતનો જવાબ સ્ટીમર ધક્કા આગળ આવે તે પહેલાં મળી જાય તો અમે ખુશી થઈશું. (પરિશિષ્ટ ૨) નકલ સાથે તમારો, (સહી) હેરી સ્પાકર્સ સમિતિના અધ્યક્ષ [જાન્યુઆરી ૨૨, ૧૮૯૭] આ જાહેર વિરોધપત્ર દ્વારા લાગતાવળગતા સર્વેને જણાવવાનું તથા સ્પષ્ટ કરવાનું, જે આજરોજ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના વર્ષ એક હજાર આઠસો સત્તારૂંના જાન્યુઆરી માસની બાવીસમી તારીખના રોજ, મારી એટલે કે જૉન મૂર કૂક, નગર ડરબન, સંસ્થાન નાતાલના નોટરી પબ્લિક સમક્ષ, અને નીચે સહી કરનાર બે સાક્ષીઓની હાજરીમાં, ટ્રાન્સિસ જૉન રેફિન તે આ બંદરના અંદરના બારામાં નાંગરેલી, મૂળ મુંબઈ બંદર ખાતે નોંધાયેલી, સ્ટીમર નવરી, વજન આશરે ૧,૧૬૮.૯૨ ટન, એન્જિનની શક્તિ આશરે ૧૬૦ હૉર્સ પાવર, એ સ્ટીમરનો