પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૯૨ ગાંધીજીનો અક્ષરદેહ મેલાં કપડાં, બધી ચટાઈઓ, ટોપલા-ટોપલી તથા નકામી ચીજો સ્ટીમરની ભઠ્ઠીમાં બાળી નાખવામાં આવી. અને બાર દિવસની વળી વધારે કવૉરેન્ટીન નાખવામાં આવી. આજ તારીખ સુધી કવૉરૅન્ટીનના નિયમોનું ચીવટપૂર્વક પાલન કરવામાં આવ્યું હતું. તા. ૨૫ ડિસેમ્બરે નૂતો અને નૂતકો વચ્ચેની જગ્યા આરોગ્ય અધિકારીની ભલામણ મુજબ કાર્બોલિક અને પાણીના ૧:૨૦ પ્રમાણવાળા દ્રાવણથી ધોઈ કાઢવામાં આવ્યાં. તા. ૨૬ ડિસેમ્બરે નૂતકો ધોવામાં આવ્યાં ને જાજરૂ મુતરડીઓને જંતુનાશક દવા છાંટવામાં આવી, અને કવૉરેન્ટીનના નિયમોનું કાળજીપૂર્વક પાલન કરવામાં આવ્યું. તા. ૨૭ ડિસેમ્બરે મુખ્ય ભૂતક અને નૂતકો વચ્ચેની જગ્યા ધોવામાં આવી અને ૧:૨૮ના પ્રમાણવાળા કાલિક અને પાણીનું જંતુનાશક દ્રાવણ છાંટવામાં આવ્યું. તા. ૨૮ ડિસેમ્બરે કાલિક દ્રાવણથી તૂતકો તથા નૂતો વચ્ચેની જગ્યા ધોવામાં આવી, અને જાજરૂ મુતરડીઓ ધોળવામાં આવ્યાં, અને આ તારીખ સુધી કવૉરૅટીનના નિયમો રાખ- તાઈથી પાળવામાં આવ્યા. ઉતારુઓનાં પાથરણાં, બિસ્તરા અને બધાં મેલાં કપડાં સ્ટીમરની ભઠ્ઠીઓમાં બાળી નાખવામાં આવ્યાં, અને નૂતકો તેમ જ તૂતો વચ્ચેની જગાઓ પર ઉતારુ- ઓનાં સઘળાં કપડાં સૂકવવામાં આવ્યાં, નવ જગ્યાએ ગંધક સળગાવવામાં આવ્યો, બધી જાળી બારી બંધ કરવામાં આવી અને સાંજના ૬-૩૦ સુધી ગંધક સળગતો રાખ્યો. ખલાસી- ઓનો રહેવાનો ભાગ, સલૂન, બીજા વર્ગનાં કૅબિન, જાજરૂ મુતરડીઓ તથા ગલીઓમાં પણ એ જ પ્રમાણે કરવામાં આવ્યું. દ્રાવણથી ઉતારુઓ તથા ખલાસીઓને નવરાવ્યા, નૂતો ધોઈ કાઢયાં અને ઉતારુઓ માટેની સૂવા બેસવાની સઘળી જગાઓ કાબેલિક અને પાણીથી ધોવામાં આવી તથા તે દ્રાવણમાં કપડાં બોળવામાં આવ્યાં. તા. ૨૯ ડિસેમ્બરે નીચે પ્રમાણે સંકેત-સંદેશ કિનારે મોકલવામાં આવ્યો: ‘જંતુનાશનું કામ અધિકારીને સંતોષ થાય તેવી રીતે પૂરું થયું છે.” આરોગ્ય અધિકારીએ સ્ટીમરનું નિરીક્ષણ કર્યું; ને સફાઈકાર્ય અંગે સંતોષ વ્યક્ત કર્યો અને આ તારીખથી બાર દિવસની કૉરૅન્ટીન નાખી, તા. ૩૦ ડિસેમ્બરે કિનારે નીચે પ્રમાણે સંકેત-સંદેશ મોકલ્યો : “સરકારે નાશ કરેલા કામળાને બદલે ૨૫૦ કામળા પહોંચાડવા સરકારને કહો. કામળા વિના મુસાફરો ખૂબ હેરાન થાય છે. નહીં તો, એમને એકદમ વહાણમાંથી ઉતારો. ઠંડી તથા ભેજથી મુસાફરો દુ:ખી થાય છે; પરિણામે માંદગીનો ભય છે.” તા. ૯ જાન્યુઆરીએ સદરહુ ઉપસ્થિત થનારે નીચે મુજબ સંકેત-સંદેશ કિનારે મોકલ્યો: “કવૉરૅન્ટીન પૂરી થઈ. મને ‘પૅટિક’ કયારે મળશે? મહેરબાની કરી જવાબ આપો.” તા. ૧૧ જાન્યુઆરીના રોજ આરોગ્ય અધિકારી સ્ટીમર પર આવ્યા અને ‘પ્રેટિક’ મંજૂર કરી. કવૉરૅન્ટીનનો વાવટો ઉતરાવી નાખ્યો ને સદરહુ ઉપસ્થિત થનારે કિનારે ઊતરવા રજા માગી; પરંતુ પોલીસ અમલદાર અને પાઇલટની હાજરીમાં તેને રજા આપવાની ના પાડવામાં આવી. પાઇલટને લઈને નાતાજ઼ સ્ટીમોટ આવી, ને પાઇલટે સ્ટીમર પર આવી કાગળો અને બંદરનાં ફોર્મ ભર્યાં અને સદરહુ ટ્રાન્સિસ જાન રેફિનને, જો કિનારેથી સંકેત-સંદેશ મળે તો, બારામાં દાખલ થવા તૈયાર રહેવાનો હુકમ આપી ગયો. તા. ૧૨ જાન્યુઆરીના રોજ, કિનારેથી કોઈ સંકેત સંદેશ મળ્યો નહીં. તા. ૧૩ જાન્યુઆરીના રોજ સ્ટીમબોટ ત્તિ સરકારી હુકમ લઈને આવી કે સવારના સાડા દસે બારામાં દાખલ થવા તૈયાર રહેવું. સાડા બાર વાગ્યે, ઉપસ્થિત થનારની સ્ટીમરે લંગર નાખ્યું