પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૯૪ ગાંધીજીનો અક્ષરદેહ તે જ દિવસે સહી થયેલા એક જાહેરનામા દ્વારા કવૉરેન્ટીનમાં મૂકવામાં આવી. જાહેરનામું બીજે દિવસે છપાયું હતું. સ્ટીમરમાલિકો તરફથી હું નામદાર ગવર્નરને મોકલવાની અરજી તૈયાર કરું છું અને પ્રતિનિધિમંડળને રજૂ કરવા અને તેની સાથે કાયદાના સલાહકાર તરીકે હાજર થઈને કાયદાની દૃષ્ટિએ આ કેસ કેવો અસાધારણ સ્વરૂપનો છે, તે બતાવી આપવા માગું છું તથા કવૉરૅન્ટીનમાંથી સ્ટીમરોની મુક્તિ માગવા ઇચ્છું છું. અટકાયતને પરિણામે બંનેના માલિકોને મળીને દરરોજ એકસો પચાસ પાઉન્ડનું નુકસાન થાય છે, અને નાવીને મોરિશિયસથી મુંબઈ ભાડે માલ લઈ જવાનો કરાર થયેલો છે. આવતા બુધવારે નામદાર ગવર્નર પ્રતિનિધિમંડળને મુલાકાત આપશે કે કેમ? (સહી) ગુડરિક લૉટન અને કૂક રવાના મુખ્ય ઉપમંત્રી પ્રતિ શ્રી એફ. એ. લૉટન, ડરબન (પરિશિષ્ટ ૫) નકલ (તાર) તા. ૨૨. — ગઈ કાલનો તમારો તાર મળ્યો. મને જવાબ વાળવાની સૂચના મળી છે કે પ્રસ્તુત અરજી ગવર્નર સાહેબ સલાહ માટે પ્રધાનમંડળને મોકલશે, અને તેથી નામદાર સમક્ષ પ્રતિનિધિમંડળે ઉપસ્થિત થવાની અને દલીલ કરવાની જરૂર રહેશે નહીં. પ્રતિ માનનીય હૅરી એમ્બ સાહેબ, (પરિશિષ્ટ ૬) નકલ ડરબન, ૨૧ ડિસેમ્બર, ૧૮૯૬ આજે મેં આપને પિટરમેરિત્સબર્ગ ખાતે જે તાર કર્યો છે તેની નકલ આ સાથે બીડું છું. નામદાર ગવર્નર ડરબન ખાતે છે તેની મને જાણ નહોતી. સ્ટીમર છુરલૅન્ડ અને સ્ટીમર નાહરી ગયા માસની ૨૮મી અને ૩૦મીએ` મુંબઈથી નીકળીને અહીં ગયા શુક્રવારે પહોંચી હતી. અને જોકે બંનેને તે જ દિવસે એક જાહેરનામા દ્વારા કવૉરૅન્ટી- નમાં મૂકવામાં આવી. જોકે બંને સ્ટીમરો પર પ્રવાસ દરમિયાન કોઈ પણ જાતની બીમારી નહોતી. જાહેરનામું બીજે દિવસે અસાધારણ રૉલેટમાં બહાર પાડવામાં આવ્યું હતું. ૧૮૮૨ના કાયદા નં. ૪ની રૂએ નામદાર ગવર્નર સાહેબ, પોતાની કાર્યવાહક સમિતિની સલાહથી અસાધારણ દાખલાઓને પહોંચી વળવા માટે, અને કોઈ પણ વહાણ કે નૌકાને ૧. જુઓ પાદટીપ પા. ૧૯૩.