પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૯૮ પ્રતિ શ્રી ડેનિયલ બર્ટવેલ, એમ.ડી., કાર્યપાલક આરોગ્ય અધિકારી નાતાલ બંદર સાહેબ, ગાંધીજીનો અક્ષરદેહ (પરિશિષ્ટ ૧૦) પ્રતિ ગુડરિક, લૉટન અને કૂક સજ્જનો, કુરબૅન્ડ સ્ટીમરના માલિકો અને નવી સ્ટીમરના માલિકોના પ્રતિનિધિ આ શહેરના મેસર્સ દાદા અબદુલ્લા ઍન્ડ કં. તરફથી આપના ધ્યાન પર લાવવા અમને સૂચના મળી છે જે સદરહુ સ્ટીમર્રા, અનુક્રમે ૨૫૫ અને ૩૫૬ ઉતારુઓ સહિત, મુંબઈથી આ બંદરે આવવા નીકળીને ચાલુ માસની તા. ૧૮મી ને શુક્રવારથી, આ બંદરની બહાર લંગર નાખવાની જગ્યાએ પડી છે. કારણ કે આપના તરફથી તેમને ‘પૅટિક' આપવામાં નથી આવી; જોકે બંને સ્ટીમરોના કપ્તાનોએ આખી સફર દરમિયાન બંને સદરહુ સ્ટીમરો પર સંપૂર્ણ તંદુરસ્તીની સ્થિતિ રહી હોવા બાબત ૧૮૫૮ના કાયદા ૩ની જોગવાઈઓ અનુસાર જાહેરાતપત્ર ઉપર સહી કરવા તથા કાયદાની જરૂરિયાતને પહોંચી વળવા જરૂરી સઘળી ચીજો કરવા તૈયારી તથા ઇચ્છા દર્શાવેલી છે ને હજુ પણ દર્શાવે છે. સદરહુ સ્ટીમરો બારામાં દાખલ થઈ શકે અને પોતાના ઉતારુઓને તથા માલસામાનને ઉતારી શકે તે માટે તેમને ‘પૅટિક’ વિનાવિલંબે તરત જ કાઢી આપવા આપને વિનંતી કરવાની અમને સૂચના મળી છે. જો અમારી વિનંતી સ્વીકારવાની આપ ના પાડતા હો તો, ના પાડવાનાં કારણોની જાણ કરશો તો અમે ખુશી થઈશું. આ બાબત અત્યંત તાકીદની હોવાથી આપ આપની વહેલામાં વહેલી સવડે આપનો જવાબ અમને આપશો તો અમે ઉપકૃત થઈશું. ડરબન, ૨૪ ડિસેમ્બર, ૧૮૯૬ (પરિશિષ્ટ ૧૧) તકલ અમે છીએ, સાહેબ, આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) ગુડરિક, લૉટન અને કૂક ડરબન, ૨૪ ડિસેમ્બર, ૧૮૯૬ આજનો તમારો પત્ર મળ્યો. આરોગ્ય અધિકારી તરીકે સૌ હિતો પ્રત્યે ઘટતું ધ્યાન રાખીને મારી ફરજ અદા કરવાનો પ્રયત્ન કરું છું. જેટલા મુસાફરોને ઉતારવા નહીં હોય તેમને સ્ટીમરોને ખર્ચે બ્લફ્ પૉઈન્ટ પર કૉરૅ- ન્ટીનમાં ઉતારવાની સત્તા આપવા હું ઇચ્છું છું; અને જ્યારે એ બાબત વ્યવસ્થા થશે ત્યારે મારી સૂચનાઓનો અમલ થયેથી મુસાફરોને ઉતારવાની ‘પૅટિક’ આપી શકાશે. તમારો આજ્ઞાંકિત, (સહી) ડી. બર્ટવેલ, કાર્યપાલક તબીબી આરોગ્ય અધિકારી