પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૦૦ પ્રતિ શ્રી ડી. બર્ટવેલ, એમ. ડી., કાર્યપાલક આરોગ્ય અધિકારી, ગાંધીજીનો અક્ષરદેહ (પરિશિષ્ટ ૧૪) નકલ વહાલા સાહેબ, અમને આપનો આજની તારીખનો પત્ર મળ્યો, જેમાં ‘પૅટિક' આપવાની આપની ના પાડવા બાબત આપ જણાવો છો કે તમે ‘પ્રંટિક’ નથી આપતા કેમ કે તમે જણાવેલી શરતો પૂરી કર્યા સિવાય ‘પ્રંટિક’ આપવાનું તમને સલામત લાગતું નથી. તેના જવાબમાં અમે આપનું ધ્યાન એ હકીકત તરફ ખેંચવા માગીએ છીએ કે અમારા ગઈ કાલના પત્રમાં પૂછેલા પ્રશ્નનો આપ હજી પણ કાંઈ જવાબ આપતા નથી. આપણી વચ્ચે કશી ભૂલ ન થવા પામે તે માટે અમે આપનું ધ્યાન કાયદા તરફ ખેંચીએ છીએ, આપ જોઈ શકશો કે કાયદા અનુસાર ‘ધૅટિક’ આપવાની અમુક કારણોસર જ ના પાડી શકાય. અને પ્રસ્તુત દાખલામાં આપનાં કારણો જણાવવાની અમે આપને વિનંતી કરીએ છીએ. અમારા અસીલોને જે પ્રશ્ન પૂછવાનો આટલો સ્પષ્ટ અધિકાર છે તેનો ઉત્તર આપવાની આપની સ્પષ્ટ અનિચ્છા જોઈ અમને આશ્ચર્ય થાય છે. પ્રતિ ગુડરિક, લૉટન અને કૂક સજજનો, ડરબન, ૨૫ ડિસેમ્બર, ૧૮૯૬ આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) ગુડરિક, લૉટન અને કૂક ‘ટિક’ મંજૂર કરવા માટે આપ કઈ ચોક્કસ શરતો મૂકો છો તે પણ અમે જાણવા માગીએ છીએ, કારણ કે આપે એ શરતો અમને જણાવી હોય તોપણ તે બહુ સંપૂર્ણપણે જણાવી નહીં હોય. (પરિશિષ્ટ ૧૫) નકલ ડરબન, ડિસેમ્બર ૨૬, ૧૮૯૬ તમારો ડિસેમ્બર ૨૫, ૧૮૯૬નો પત્ર મળ્યો. યોગ્ય સાવચેતીઓ વિના સ્ટીમરોને ‘પૅટિક’ આપીને આ સંસ્થાનને કોઈ જોખમમાં નાખવાનું મારાથી બની શકે તેમ નથી. T જો કવૉરૅન્ટીનના રહેઠાણમાં મુસાફરોને ઉતારવા ન હોય તો, ‘પૅટિક’ આપી શકાય તે પહેલાં – દરેક કપ્તાનને મેં આપેલી સૂચનાઓ અનુસાર … સ્ટીમરને ધૂણી આપવામાં આવે, કપડાં વગેરે ધોઈને તથા જંતુનાશક દવા છાંટીને સાવચેતીનાં પગલાં લેવામાં આવે, અને પરચૂરણ જૂનાં ચીંથરાં, ચટાઈઓ, કોથળા વગેરે બાળી દેવામાં આવે તે પછી ૧૨ દિવસ પસાર થવા જોઈએ. જો કૉરૅન્ટીનનો ખર્ચ વેઠવા માલિકો કબૂલ થાય તો મુસાફરોના ઉતરાણ