પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૧
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૦૧ પહેલાં ઉપર કહ્યા મુજબ ધૂણી કરવી જોઈએ તથા સાવચેતીનાં પગલાં લેવાં જોઈએ; અને ઉતરાણ પછી સ્ટીમરોને જવાની સરળતા થશે; પરંતુ યોગ્ય નિયંત્રણો નીચે હોય તે સિવાય કિનારા સાથે કો સંપર્ક ન થવો જોઈએ. જો સ્ટીમરો અહીંથી ચાલી જાય એમ ઇચ્છતા હો તો સાદામાં સાર્કો રસ્તો એ છે કે ધૂણી વગેરે થયા બાદ બાર દિવસ અગર જરૂરિયાત ઊભી થાય તો વધારે સમય સુધી મુસાફરોને બ્લફ ટેકરી પર કવૉરૅન્ટીનમાં રાખવાનું ખર્ચ માલિકો ઉપાડે એવી ગોઠવણ થવી જોઈએ. આ બાબત સાથે સંબંધ ધરાવતા કાયદાના મુદ્દાઓ બાબત, મહેરબાની કરીને કલાર્ક ઑફ ધ પીસ (સહીસલામતી અધિકારી)ને લખશો, કેમ કે મારે એ સાથે કશી લેવાદેવા નથી. (પરિશિષ્ટ ૧૬) નકલ આપનો આજ્ઞાંકિત, (સહી) ડી. બર્ટવેલ ડરબન, ૨૬ ડિસેમ્બર, ૧૮૯૬ પ્રતિ શ્રી ડી. બર્ટવેલ, એમ.ડી. વહાલા સાહેબ, આપનો આજનો પત્ર મળ્યો. કુરલૅ૩ અને નાવરો સ્ટીમરોને ‘પૅટિક’ આપવાની ના પાડવાનાં કારણો માટે અમે આપને ત્રણ વાર પૂછ્યું અને દરેક વખતે આપે અમારા પ્રશ્નને ટાળ્યો છે. આથી અમારે એમ માની લેવું રહ્યું કે આપ કારણો આપવા ના પાડો છો. અમને મુખ્ય ઉપમંત્રી તરફથી જાણવા મળ્યું છે કે ‘પૅટિક’ ન આપવાનું કારણ આપે સરકારને એવું આપ્યું છે કે મુંબઈમાં પ્લેગ ચાલે છે અને જો આ સ્ટીમરોને ‘પ્રેટિક’ અપાય તો ચેપ ફેલાવાનો ભય છે. જો આપના તરફથી આથી ઊલટું કાંઈ જણાવવામાં નહીં આવે તો અમે માની લઈશું કે ‘મૅટિક’ નહીં આપવાનું એ જ કારણ છે. કાયદાની દૃષ્ટિએ આ પૂરતું કારણ માની લઈએ તોપણ એને યોગ્ય આધાર હોવો જોઈએ. જંતુશાસ્ત્ર (બેકિટરિયોલૉજી) વિષેના પોતાના ગ્રંથની હાલમાં પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં ડૉ. *કશુંક કહે છે: “ચેપ લાગ્યા પછી રોગનાં ચિહ્નો પ્રગટ થવાનો સમય થોડાક કલાકથી માંડીને એક અઠવાડિયા લગીનો હોય છે.” ડૉ. પ્રિન્સ અને ડૉ, હૅરિસન, જેમનાં અલગ અલગ નિવેદનો અમે સરકારને અમારા અસીલોએ કરેલી અરજ૧ સાથે જોડયાં હતાં, તેમાં લગભગ એમ જ કહેવામાં આવ્યું છે. તથા આપ પણ, અમને મળેલી માહિતી અનુસાર, બાર દિવસનો સમય આંકો છો. સ્ટીમરોએ મુંબઈ છોડયા પછી હવે અનુક્રમે ૨૬ અને ૨૮ દિવસ થયા છે, અને તેમણે સફર શરૂ કરી ત્યારથી આજ સુધી, અને આજે તંદુરસ્ત રહેવા બાબત તેમને સ્પષ્ટ પ્રમાણપત્ર મળ્યું છે; આ હકીકતો છતાં, આપ એવો ઇરાદો દર્શાવો છો કે જ્યાં સુધી પ્રવાસીઓ તથા સ્ટીમરોને જંતુનાશક દવાથી શુદ્ધ કર્યા પછી બાર દિવસ વીતે નહીં ત્યાં સુધી આપ ‘પ્રેટિક’ આપવાની ના પાડશો. અમારા અસીલો તરફથી આવા વલણ સામે પોતાનો વિરોધ નોંધાવવાની, ૧. તુએ પા. ૧૯૬-૯૭.