પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૧૦ ગાંધીજીનો અક્ષરદેહ કરાવી શકાય છે. આદિવાસીઓ માટે ખાસ મતાધિકાર કાયદો છે. સામાન્ય કાયદા અનુસાર ૧૮૯૪માં જ્યારે યુરોપિયનો અને હિંદીઓની વસ્તી લગભગ સરખી હતી ત્યારે મતદારોની યાદીમાં ૯૩૦૯ યુરોપિયન અને ૨૫૧ હિંદી મતદારો હતા. એ હિંદીઓ પૈકી કેવળ ૨૦૩ હયાત હતા; અર્થાત્ ૧૮૯૪માં યુરોપિયનોના મત હિંદીઓ કરતાં ૩૮ ગણા હતા. છતાં સરકારને લાગ્યું, અથવા તેને લાગ્યું છે એવો તેણે ઢોંગ કર્યો કે, એશિયાવાસીઓના મતના પૂરમાં યુરોપિયન મત ઘસડાઈ જાય એવો વાસ્તવિક ભય છે. આથી સરકારે નાતાલની ધારાસભામાં એવું બિલ રજૂ કર્યું જેનો ઉદ્દેશ તે વખતે જે એશિયાવાસીઓનાં નામ મતદારોની યાદીમાં વાજબી રીતે દાખલ થયેલાં હતાં, તે સિવાયના સર્વ એશિયાવાસીઓનો મતાધિકાર છીનવી લેવાનો હતો. એ બિલના આમુખમાં જણાવ્યું હતું કે એશિયાવાસીઓને ચૂંટણીથી રચાતી પ્રતિનિધિ સંસ્થાઓનો પરિચય નથી. આ બિલ સામે અમે નાતાલની નીચલી૧ તથા ઉપલી બંને ધારાસભાને અરજીઓ કરી, પણ કંઈ વળ્યું નહીં. પછી અમે લૉર્ડ રિપનને અરજી કરી, ને તેની નકલો વર્તમાનપત્રોને તથા હિંદ અને ઇંગ્લંડની જનતાને મોકલી. તેમાં અમારો ઇરાદો એમનો સમભાવ અને સક્રિય ટેકો મેળવવાનો હો; અને એ બન્ને કંઈક અંશે મળ્યાં એ અમારે આભાર સાથે જણાવવું જોઈએ. પરિણામે, એ કાયદો હવે રદ થયો છે ને તેને સ્થાને એવો કાયદો આવ્યો છે કે “જે દેશોમાં અત્યાર સુધી પાર્લમેન્ટની પદ્ધતિના મતાધિકારના પાયા પર ચૂંટણી દ્વારા રચાયેલી પ્રતિ- નિધિ સંસ્થાઓ નથી તે દેશોના યુરોપિયન વંશના ન હોય એવા વતનીઓનાં કે એ વતનીઓના પુરુષ શાખાનાં વંશજોનાં નામ કોઈ પણ મતદારયાદીમાં દાખલ કરાવવાને પાત્ર થશે નહીં, સિવાય કે તેઓ અગાઉથી આ કાયદાના અમલમાંથી પોતાને મુક્તિ આપવા ગવર્નર-ઇન-કાઉન્સિલનો હુકમ મેળવે.” જેમનાં નામ કોઈ મતદારયાદીમાં યોગ્ય રીતે દાખલ થયેલાં હોય તેમને પણ આ કાયદાના અમલથી મુક્ત રાખવામાં આવ્યા છે. આ બિલ પ્રથમ શ્રી ચેમ્બરલેનને મોકલવામાં આવ્યું હતું ને એમણે તેને લગભગ મંજૂરી આપી છે. તેમ છતાં અમને લાગ્યું કે તેનો વિરોધ કરવો જોઈએ. એટલે તેને નામંજૂર રાખવામાં આવે એ ઇરાદાથી અમે શ્રી ચેમ્બરલેનને નિવેદન૪ મોકલ્યું છે અને આશા રાખીએ છીએ કે અત્યાર સુધી અમને જેટલો ટેકો મળતો આવ્યો છે તેટલો મળશે. અમે માનીએ છીએ કે આવા બધા કાયદાઓનું ખરું પ્રયોજન હિંદીઓ સાથે એવું ભેદભાવપૂર્ણ વર્તન રાખવાનું છે, જેથી કોઈ પણ પ્રતિષ્ઠિત હિંદીને માટે એ દેશમાં રહેવું અશકય થઈ પડે. યુરોપિયન મત એશિયાઈ મતના પૂરમાં ઘસડાઈ જાય અથવા દક્ષિણ આફ્રિકામાં એશિયાઈવાસીની આણ વર્તે એવો કશો સાચો ભય છે જ નહીં. છતાં આ બિલના ટેકામાં મુખ્યત્વે આ મુદ્દા પર જ ભાર મૂકવામાં આવ્યો હતો. નાતાલની વસાહતમાં સમગ્ર પ્રશ્નની સારી રીતે છણાવટ થઈ છે અને નિર્ણયને માટે શ્રી ચેમ્બરલેન સમક્ષ બધી સામગ્રી મોજૂદ છે. સરકારે પોતાના જ પુત્ર જ્ઞાતા મર્ક્યુરીના માર્ચ ૫, ૧૮૯૬ના અંકમાં આ બિલને ટેકો આપતાં જે વિચારો પ્રગટ કર્યા છે તે આ રહ્યા. મતદારયાદીમાંથી આંકડા આપ્યા પછી સરકાર કહે છે: ૧. જીએ પુસ્તક ૧, પા. ૬૯૭૩. ૨. એજન, પા. ૮૦–૮૩, ૩. એજન, પા. ૮૭–૯૪. ૪. ન્નુએ પુસ્તક ૧, પા. ૨૫૧-૬૮.