પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૦૨ ગાંધીજીનો અક્ષરદેહ તથા આપને જણાવવાની અમને સૂચના છે કે, ‘પૅટિક’ આપવાના આપના ઇનકારને કારણે તેમને જે નુકસાન થશે તેને માટે, તથા સ્ટીમરો ઉપર લંબાવેલી મુદત દરમિયાન પ્રવાસીઓને ગાંધી રાખવાને પરિણામે તેમની તંદુરસ્તીને જે હાનિ પહોંચવાનો સંભવ છે તેને માટે આપને જવાબદાર લેખવામાં આવશે. તે જ રીતે, અમને આપનું ધ્યાન એ હકીકત પ્રત્યે ખેંચવા સૂચના થઈ છે કે, હવે સ્ટીમરોને બંદર બહાર લંગર નાખ્યું. આઠ દિવસથી વધારે સમય થયો છે, અને આજના આપના પત્ર પરથી જણાય છે કે સ્ટીમરોને શુદ્ધ કરવા કોઈ પગલાં લેવાયાં નથી, જોકે ગયા ગુરુવારે સવારે આપે આ પત્ર લખનારને જણાવ્યું હતું કે ઘણું કરીને તે દિવસે બપોર પછી એ થશે. આ વિલંબ માટે પણ આપને જવાબદાર ગણવામાં આવશે. ઉતારુઓને કિનારા પર કવૉરન્ટીનમાં સ્ટીમરમાલિકોને ખર્ચે રાખવા બાબતમાં, અમારે આપને જણાવવાનું કે આપે ‘પ્રેટિક’ આપવાના કરેલા ઇનકારને અમારા અસીલો ગેરકાયદેસર કૃત્ય ગણે છે અને તેથી આપ જે કાંઈ પગલાં લો તેમાં તેઓ કોઈ રીતે પક્ષકાર થવા માગતા નથી, સિવાય કે તેમની વિનંતી છે કે, એક કલાકના પણ અનાવશ્યક વિલંબ વિના, આપ જેને સ્ટીમરોને જંતુમુક્ત કરવાનું કામ કહો છો તે કરવા માટે આપને યોગ્ય લાગે તેવાં પગલાં લેશો. વિશેષમાં, આપ જે માર્ગ સૂચવો છો તેથી અમારા અસીલોને થતા નુકસાનમાં ઘટાડો થનાર નથી કેમ કે તેઓ સ્ટીમરો પરનો માલસામાન ઉતારી શકશે નહીં. અમે એ હકીકત યાદ દેવડાવવા માગીએ છીએ કે સ્ટીમરો અહીં પહોંચતાં આરોગ્ય અધિ- કારીએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો કે ‘પૅટિક’ કાઢી આપવામાં કશું જોખમ નથી અને જો મને રજા મળે તો હું કાઢી આપું. પરંતુ એથી તેને નોકરી પરથી ઉતારી મૂકવામાં આવ્યો હતો અને તેને સ્થાને આપની નિમણૂક કરી. આ સવાલ બાબત મિ. એસ્કમ્બે પહેલાં ખાનગી રીતે ડૉ. મૅકેન્ઝી અને ડૉ. ડુમાને મુલાકાત આપી હતી અને પછી મિ. એસ્કમ્બની જ સૂચના મુજબ (તેમણે આ લખનારને જણાવ્યા મુજબ) તેમને ‘પૅટિક' ન કાઢી આપવા બાબત અભિપ્રાય આપવા બોલાવવામાં આવ્યા હતા. પ્રતિ માનનીય કૉલોનિયલ સેક્રેટરી, મેરિત્સબર્ગ સાહેબ, (પરિશિષ્ટ ૧૭) નલ આપના આજ્ઞાંકિત સેવો, (સહી) ગુડરિક, લૉટન અને કૂક ડરબન, ૮ જાન્યુઆરી, ૧૮૯૭ અમે નમ્રતાપૂર્વક નીચેની હકીકતો આપના ધ્યાન પર લાવવા માગીએ છીએ : અમે સ્ટીમર હૅન્ડના માલિકો છીએ, અને સ્ટીમર નવરીના માલિકોના પ્રતિનિધિ છીએ. તે બંને સ્ટીમરો મુંબઈ બંદરથી આ બંદરે આવવા માટે ગયા નવેમ્બરની ૩૦મી તારીખે ૧. જીએ પાદટીપ પા. ૧૯૩.