પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૩
મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર

મિ. ચેમ્બરલેનને વિનંતીપત્ર ૨૦૩ નીકળી હતી અને અત્રે ગયા માસની ૧૮મી તારીખે અનુક્રમે મધ્યાહ્ન પછી ૫-૩૦ વાગ્યે અને ૨–૦૦ વાગ્યે અહીં પહોંચી હતી. આ બંને સ્ટીમરો પર નામદાર સમ્રાજ્ઞીના અનુક્રમે ૨૫૫ અને ૩૫૬ હિંદી પ્રજાજનો હતા. બીજે દિવસે સવારે સરકારે અસાધારણ મૅથ્લેટ બહાર પાડયું, જેમાં ગવર્નરે મુંબઈને રોગગ્રસ્ત બંદર જાહેર કર્યું હતું. ઉપર જણાવેલી સ્ટીમરો અત્રે પહોંચી ત્યારે તેમ જ આખી સફર દરમ્યાન તંદુરસ્તી હોવા બાબત સ્પષ્ટ પ્રમાણપત્ર હતાં. તેમ છતાં બંદરના કાર્યપાલક આરોગ્ય અધિકારીએ તેમને ‘પૅટિક’ આપવા ના પાડી. ના પાડવાનાં કારણો આપવાની પણ તેમણે ના પાડી છે, પણ અમે માની લઈએ છીએ કે મુખ્ય ઉપમંત્રીના ગયા માસની તા. ૨૪ના તારમાં તે આપવામાં આવ્યાં છે; જે નીચે મુજબ છે: “દાક્તરી સમિતિએ સરકારને સલાહ આપી છે કે ગાંઠિયા પ્લેગના ચેપનાં ચિહ્નો પ્રગટ થતાં કેટલીક વાર બાર દિવસ જેટલો સમય લાગે છે. તેથી ચેપ લાગવાની સઘળી શકયતા નાબૂદ કર્યા પછી તેટલી મુદતની કવૉરૅન્ટીન હોવી જોઈએ. વળી સમિતિએ ભલામણ કરી છે કે પ્રવાસીઓને તથા તેમનાં કપડાંને જંતુનાશક દવાથી બરાબર શુદ્ધ કરવાં અને તમામ જૂનાં ચીંથરાં તથા મેલાં લૂગડાં બાળી મૂકવાં, સમિતિના નિવેદનને સરકારે બહાલી આપી છે, અને તેનો અમલ કરવા માટે આરોગ્ય અધિકારીને સૂચના આપી છે તેમ જ જણાવ્યું છે કે જ્યાં સુધી એ અધિકારીને નિવેદનની શરતો પૂરી કરવામાં આવી છે એવો સંતોષ ન થાય ત્યાં સુધી વહાણોને ‘પૅટિક’ આપવી નહીં.’ સ્ટીમરો ગયા માસની તા. ૧૮થી તા. ૨૮ સુધી બહારની જકાતી હદ આગળ નાંગરેલી રહી. પરંતુ તેમને જંતુમુક્ત કરવાનાં પગલાં લેવાયાં નહીં. પણ અમે માનીએ છીએ કે ગયા માસની ૨૯મી તારીખે દાક્તરી સમિતિના નિવેદનની શરતો અનુસાર જંતુનાશનું કાર્ય પૂરું કરવામાં આવ્યું છે. સ્ટીમરોને જંતુનાશક દવાથી શુદ્ધ કરવાના કાર્યમાં થયેલા આ વિલંબથી સ્ટીમરોના માલિકોને રોજના એકસો પચાસ પાઉન્ડ અર્થાત્ કુલ ૧,૬૫૦ પાઉન્ડની રકમનો ખર્ચ ભોગવવો પડયો છે. મુખ્ય ઉપમંત્રીએ તા. ૨૪ના તારમાં એવી ખાતરી આપી હતી કે જે દાક્તરી સમિતિના નિવેદનની જરૂરિયાતો પૂરી કરવા અર્થે સ્ટીમરોને આરોગ્ય અધિકારીને હવાલે કરવામાં આવશે તો સૌ અધિકારો સહિત ‘પૅટિક’ આપવામાં આવશે, તે ખાતરી પર આધાર રાખીને સ્ટીમરો એ અધિકારીને હસ્તક સોંપી દેવામાં આવી. આથી ભારે નુકસાન થયું: (૧) પ્રવાસીઓને, કેમ કે તેમનાં પાથરણાં, બિસ્તરા, અને તેમનાં મોટા ભાગનાં પહેરવાનાં કપડાં બાળી મૂકવામાં આવ્યાં, અને કેટલીક રાત્રિઓ સુધી તેમાંના ઘણા જણને પાટિયાં પર સૂઈ રહેવું પડયું. (૨) અમને માલિકો તરીકે, કેમ કે વૉરૅન્ટીનની મુદત દરમિયાન દરરોજના ૧૫૦ પાઉન્ડના ખર્ચે અમારી સ્ટીમરો અટકી રહી છે; અને (૩) પ્રવાસીઓનાં મિત્રો તથા દેશબાંધવોને, જેમણે અટકાયત દરમિયાન પાથરણું, બિસ્તરા, કપડાં, અન્નસામગ્રી મોકલી આપીને તેમની જરૂરિયાતો પૂરી પાડી છે. છેલ્લા થોડા દિવસ દરમિયાન, ઉશ્કેરાયેલા યુરોપિયન નગરજનોની બે સભાઓ ડરબન ખાતે મળી હતી, જે નાતાછ કવર્ટાસરના કેટલાય અંકોમાં પ્રસિદ્ધ થયેલી નીચે આપેલી જાહેરાતથી બોલાવવામાં આવી હતી: “ડરબનના દરેક પુરુષે, ધક્કા પર જઈને એશિયાઈ લોકના ઉતરાણનો વિરોધ કરવા દેખાવો ગોઠવવા માટે સોમવાર, ચોથી જાન્યુઆરીના રોજ આઠ વાગ્યે વિકટોરિયા કાફેના મોટા ખંડમાં મળનાર સભામાં હાજરી આપવી. હૅરી સ્પાકર્સ, પ્રાથમિક સભાના અધ્યક્ષ.”