પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
ગાંધીજીનો અક્ષરદેહ.

ગાંધીજીનો અક્ષરદેહ એ બે સભાઓમાં હાજરી ઘણી મોટી હતી, અને ઉપરની જાહેરાતમાં સ્પષ્ટપણે દર્શાવેલા ગેરકાયદે હેતુઓ છતાં આવી સભાઓ વારતે ડરબનનો ટાઉન હૉલ ઉઘાડી આપવામાં આવ્યો હતો. ૨૦૪ જો આવી સભાઓના હેતુઓ કાયદેસર હોય તો, જાહેર સભાઓ દ્વારા પોતાના દુ:ખને જાહેર કરવાનો નામદાર સમ્રાજ્ઞીના પ્રજાજનોનો હક અમે પૂર્ણપણે સ્વીકારીએ છીએ. અને સદરહુ બે પૈકી પ્રથમ સભા જે ચાલુ માસની તા. ૪ના રોજ ભરાઈ હતી તે સંબંધે, અમે આપનું ધ્યાન ધ મર્ક્યુરી અને ધિ નાતાજ ઇવર્ટાફ્સરના તા. પના અંકોમાં આવેલા હેવાલ તરફ દોરવા ઇચ્છીએ છીએ. એ હેવાલ દ્વારા આપ જોઈ શકશો કે, કેટલાક વક્તાઓએ વિરોધ દર્શાવ્યા છતાં પણ તેમાં એવો વિચાર જાહેર કરવામાં આવ્યો હતો કે જો સરકાર તેમની વિનંતી મંજૂર ન કરે અને પ્રવાસીઓનું ઉતરાણ કરવામાં આવે તો પ્રવાસીઓ પ્રતિ અથવા તેમાંના કેટલાક પ્રતિહિંસા આચરવામાં આવે. પરંતુ ડૉ. મૅકેન્ઝીના એક ભાષણના ઉતારાઓ તરફ અમે આપનું ધ્યાન ખેંચવા માગીએ છીએ, કેમ કે તેઓ દાક્તરોની પેલી સમિતિના સભ્ય હતા જેના રિપોર્ટ મુજબ સ્ટીમરોને કવૉરૅન્ટીન- માં મૂકવામાં આવી; અને તેમને વિશે એવું માનવામાં આવે છે કે સમિતિના સભ્ય તરીકે એમણે પોતાનો અભિપ્રાય ન્યાયસર અને નિષ્પક્ષપણે આપ્યો હશે. ઉક્ત ભાષણ તેમણે એક સભામાં નીચેનો ઠરાવ રજૂ કરતાં કર્યું હતું: “આ સભામાંનો દરેક માણસ આ ઠરાવ સાથે સંમત છે. તેનો અમલ કરવામાં સરકારને મદદ કરવાના હેતુથી દેશ તેની પાસે જે કાંઈ માગે તે બધું કરવા બંધાય છે. અને તે હેતુસર આવશ્યક જણાશે તો, જે કોઈ સમયે કહેવામાં આવશે તે સમયે ધક્કા પર હાજર થશે.” અમે રોકેલા એક સજ્જને ડૉ. મૅકેન્ઝીના ભાષણના લીધેલા હેવાલમાંથી ઉતારા નીચે આપ્યા છે: “શ્રી ગાંધીએ આપણી આબરૂને હિંદની ગટરોમાં રગદોળી છે અને આપણને એની ચામડી જેવા કાળા અને ગંદા ચીતર્યા છે.” (હસાહસ અને તાળીઓ). “આપણે શ્રી ગાંધીને શીખવીશું કે નાતાલ સંસ્થાનમાં કેમ અવાય છે, ત્યાં જે સઘળું સારું અને સોજ્યું હોય તે કેમ ભોગવાય છે અને પછી સંસ્થાન બહાર જઈ, પોતે જેમની મહેમાનગતિ માણી છે તેમને કેમ ગાળ દેવાય છે. આપણે શ્રી ગાંધીને બતાવીશું કે અમે તારા કામ પરથી સમજ્યા છીએ કે અમે આપ્યું છે તેથી કુલીઓને સંતોષ નથી અને તેમને હજી વધારે જોઈએ છે, અને, સજ્જનો, અને કંઈક વધારે જરૂર મળશે.” (હસાહસ અને તાળીઓ). “જેમ અમેરિકાએ કેટલાક ચીના લોકને ચીન પાછા કાઢયા હતા, અને ગ્લાસગોના પણ કેટલાક લોકને ગ્લાસગો પાછા મોકલ્યા હતા, કારણ કે અમેરિકનોને એ સારા ન લાગ્યા, તેમ જ આપણે પણ રોગિષ્ઠ પ્લેગવાળા લોકોને તેઓ જ્યાંથી આવ્યા ત્યાં પાછા મોકલી આપીશું.” ડૉ. મૅકેન્ઝીએ ઠરાવ મૂકયા પછી તરત તેને વિશે બોલતાં કહ્યું : “ઠીક, તમે સમજી ગયા હશો કે આપણે ફુરજા પર કેમ જવાનું છે. (તાળીઓનો ગડ- ગડાટ) હું આશા રાખું છું કે જ્યારે જરૂર પડે ત્યારે તમે સૌ ત્યાં આવશો. તમારામાંથી કોઈને શરમાવું પડે એવું કશું એમાં નથી. જેનામાં કાંઈ મરદાઈ હોય તેવા દરેક માણસે જ્યારે પોતાનો દેશ કંઈ માગે ત્યારે તે કરવા માટે તૈયાર રહેવું જોઈએ.”