પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૦૮ ગાંધીજીનો અક્ષરદેહ વક્તાઓના ઉદ્ગાર અને તે પર સભાએ કરેલ ટીકાટિપ્પણને પરિણામે દેખાવોના હેતુઓ સંબંધે અને એ બે સ્ટીમરો પરના ઉતારુઓની સહીસલામતી સંબંધે ચિંતાનું ગંભીરમાં ગંભીર કારણ ઉત્પન્ન થયું હોય ત્યારે. અમે આપને નમ્રતાપૂર્વક જણાવીશું કે આ સંસ્થાનના કાયદાઓનું પાલન કરનાર રહેવાસી તરીકે અમે, અમને ભારે મોટું નુકસાન થવા છતાં, સરકારની શરતો પૂરી કરવા હસતેમુખે પ્રયાસ કર્યો છે, અને તેથી, અમને ‘પૅટિક’ મળતાં, અમારી સ્ટીમરો પરના ઉતારુઓને ફુરજા પર ઉતારવાનો હક છે અને તેમ કરતાં ઉતારુઓ અને માલિમલકત માટે લોકોનાં ગેરકાયદે કૃત્યો સામે સરકારના રક્ષણ માટે પણ અમે હકદાર છીએ, પછી એ લોકો ગમે તે હોય. પરંતુ, હાલ પ્રવર્તતો ઉશ્કેરાટ સરકારના કોઈ પગલાથી વધી જાય એવો સંભવ છે. એટલે એવું કોઈ પગલું ન લેવું પડે એટલા માટે અમે પ્રવાસીઓનું ઉતરાણ ચૂપચાપ અને જાહેર જનતાને ખબર ન પડે એ રીતે કરાવવા સઘળાં જરૂરી પગલાં લેવામાં સરકાર સાથે સહકાર કરવા તૈયાર છીએ. આ સૂચના આપને પસંદ પડતી હોય તો, એ સૂચનાનો અમલ કરવા અમારે શું શું કરવાનું રહેશે તે જણાવો તો આનંદ થશે. પ્રતિ માનનીય કૉલોનિયલ સેક્રેટરી મેરિત્સબર્ગ સાહેબ, ( પરિશિષ્ટ ૧૮) નકલ આપના આજ્ઞાંકિત સેવકો, (સહી) દાદા અબદુલ્લા ઍન્ડ કંપની ડરબન, ૯ જાન્યુઆરી, ૧૮૯૭ ગઈ કાલના અમારા જે પત્રમાં આપ સમક્ષ અમે દેખાવોની કાયદેસરતા બાબત તથા કુરલૅન્ડ અને નવરી પરના ઉતારુઓનું ઉતરાણ થતાં તેમની સહીસલામતી બાબત ગંભીર ભય સેવવાનાં અમારાં કારણો રજૂ કર્યાં છે તે પત્રના પૂરક તરીકે નીચેનો ફકરો રજૂ કરવાની રજા લઈએ છીએ. એ ફકરો મર્ક્યુરી વર્તમાનપત્રના આજ સવારના અંકમાં પ્રસિદ્ધ થયો છે: “પ્રતિજ્ઞાપત્રના જે ખત પર ડરબનમાંના માલિકોએ મોટી સંખ્યામાં સહીઓ કરી છે તેનું મથાળું આ પ્રમાણે છે: ધક્કા ઉપર જઈને એશિયાઈ લોકના ઉતરાણીનો, જે આવશ્યક હોય તો, બળજબરીથી સામનો કરવા તથા નેતાઓ જે કોઈ હુકમો આપે તેનું પાલન કરવા ઇચ્છતા હોય તેવા સભ્યોની (ધંધા રોજગાર સાથે) યાદી.” વળી, મર્ક્યુરી વર્તમાનપત્રના એ જ અંક તરફ આપનું ધ્યાન દોરવાની અમે રજા લઈએ છીએ. “નેતાઓ” એ મથાળા હેઠળ આવતા હેવાલમાં આપ જોશો કે દેખાવોમાં ભાગ લેવા માટે રેલવે કર્મચારીઓની એક ટુકડી ઊભી થઈ છે જેના સેનાપતિ મિ. સ્પાકર્સ છે અને મેસર્સ વાઇલી અને અબ્રહામ્સ કપ્તાન છે, અને ડૉ. મૅકેન્ઝી, જેઓ, જેના નિવેદનને આધારે